Home /News /explained /

Explainer: કેવી રીતે બદલાય છે ધર્મ, કઈ રીતે ધાર્મિક ફેરફારથી હિન્દૂ બની શકાય અને શું છે આ અંગેના કાયદા

Explainer: કેવી રીતે બદલાય છે ધર્મ, કઈ રીતે ધાર્મિક ફેરફારથી હિન્દૂ બની શકાય અને શું છે આ અંગેના કાયદા

Explainer: કેવી રીતે બદલાય છે ધર્મ, કઈ રીતે ધાર્મિક ફેરફારથી હિન્દૂ બની શકાય

Explained: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી (Wasim Rizvi) આજે ઇસ્લામ ધર્મનો ત્યાગ (Abandonment of Islam by Wasim Rizvi) કરીને હિન્દૂ ધર્મ અપનાવવા (Adoption of Hinduism) જઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે રાજધાની દિલ્લી નજીક આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના મહંત નારસિંહનંદ ગિરિ તેમને સનાતન ધર્મ ગ્રહણ કરાવશે.

વધુ જુઓ ...
  શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી (Wasim Rizvi) આજે ઇસ્લામ ધર્મનો ત્યાગ (Abandonment of Islam by Wasim Rizvi) કરીને હિન્દૂ ધર્મ અપનાવવા (Adoption of Hinduism) જઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે રાજધાની દિલ્લી નજીક આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના મહંત નારસિંહનંદ ગિરિ તેમને સનાતન ધર્મ ગ્રહણ કરાવશે. કોઈપણ વ્યક્તિને જો હિન્દૂ બનવું હોય, તો તેની પ્રક્રિયા શું છે? શું કોઈ પણ મંદિરમાં કોઈ સંસ્કાર અંતર્ગત કોઈ અન્ય ધર્મના વ્યક્તિને હિન્દૂ બનાવી શકાય? હિન્દૂ બનવા માટે પ્રક્રિયા અને વિધિ શું છે?

  સૌપ્રથમ તો તમારે એ સમજવાની જરૂર છે કે હિન્દૂ હોવું એ એક જીવન શૈલી છે. તેની માટે દર્શન અને અધ્યાત્મને પણ સમજવું જરૂરી છે. આ વાત એકદમ સત્ય છે કે કોઈ મંદિરમાં જઇ કોઈ ખાસ પ્રકારના સંસ્કાર અથવા પ્રક્રિયા અંતર્ગત સંપૂર્ણ રીતે હિન્દૂ બનવું શકય નથી. હિન્દૂ બનવું એ લાંબી અને અઘરી પ્રક્રિયા છે, આ એક તરફ આ ઘણી સરળ પણ છે.  ઘર્મ પરિવર્તનની કેટલી રીત છે

  મુખ્ય રીતે ધર્મ પરિવર્તન (Conversion) ની 2 રીતો છે.
  – કાયદાકીય રીતે ધર્મ પરિવર્તન
  – ધર્મિક સ્થળે જઈ ધર્મ પરિવર્તન

  શું છે કાયદાકીય રીત

  સૌથી પહેલા ધર્મ પરિવર્તન માટે એક ફિડેવિટ બનાવડાવવો પડે છે. જેને સોગંદનામું પણ કહેવામાં આવે છે. જે કોર્ટમાં વકિલ દ્વારા તૈયાર કરાવવામાં આવે છે. તેમાં પોતાનું બદલાયેલું નામ, બદલાયેલો ધર્મ અને એડ્રેસ લખવાનો રહે છે. અહીં તમારે એડ્રેસ પ્રુફ અને ઓળખપત્ર પણ આપવાના રહે છે. સાથે જ તેની નોટરી અટેસ્ટ કરાવવામાં આવે છે.

  આ પણ વાંચો-Explainer: એક્સપાયરી દવાઓને ખરેખર ઝેર શું બનાવે છે, શું થાય છે

  આ કર્યા બાદ કોઈ પણ રાષ્ટ્રીય દૈનિક સમારાચ પત્રમાં પોતાના ધર્મ પરિવર્તનની જાણકારીનું જાહેરાત પ્રકિત કરાવવાની હોય છે.

  સરકારી રીતે તેની નોંધણી કરાવવા માટે જ ગેજેટ ઓફીસમાં અરજી કરવાની રહે છે. દરેક પ્રદેશમાં પોતાની અલગ ગેજેટ ઓફિસ હોય છે. સામાન્ય રીતે આ કામ જીલ્લા અધિકારી ઓફિસથી કરવામાં આવે છે. જેમાં કેટલાક ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઈઝ ફોટો પણ આપવાના રહે છે.

  અરજી કર્યા પછી સરકારી પ્રક્રિયા પૂર્ણ થવામાં 60 દિવસનો સમય લાગી શકે છે. નવું નામ નવા ધર્મ સાથે ગેજેટમાં પ્રકાશિત થાય છે.

  જ્યારે ગેજેટમાં તમારું નવું નામ અને બદલાયેલો ધર્મ આવી જાય તો સમજી લેવું કે તમારો ધર્મ બદલાઈ ચૂક્યો છે.

  કાયદાકીય રીતે કોઈપણ વ્યક્તિ સરળતાથી ધર્મ પરિવર્તન કરી શકે છે.

  ધાર્મિક સ્થળે ધર્મ પરિવર્તન

  આવું કરવામાં દરેક ધર્મના ધર્મિક સ્થળઓ અને સંસ્થાઓ પોતાની રીતે કાર્યક્રમોનું આયોજન કરે છે. જો કોઈ હિંન્દૂ ધર્મ ગ્રહણ કરવા માંગે છે, તો તેની માટે આધિકારીક રીતે કોઈપણ મંદિરમાં કોઈ ફિક્સ સિસ્ટમ નથી.

  આ પણ વાંચો: વિદ્યાર્થી થકી નશાની હેરાફેરી! સુરતઃ રાજસ્થાનથી આવેલા ધો.9ના વિદ્યાર્થીને અફિસ સાથે પકડ્યો, કેટલા રૂપિયા મળતા હતા?

  મંદિરના પૂજારી ઈચ્છુક વ્યક્તિનું શુધ્ધિકરણ સંસ્કાર કરી તેને હિન્દૂ બનાવી શકે છે. સંસ્થાની રીતે વિશ્વ હિન્દૂ પરિષદ અને આર્ય સમાજ મંદિર દિન્દૂ ધર્મ ગ્રહણ કરવા માટે શ્રેષ્ઠ છે. કોઈપણ વ્યક્તિ વિશ્વ હિન્દૂ પરિષદ અથવા તો આર્યસમાજમાં જઈ હિન્દૂ બનવાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે. આવું કરવા માટે પૂજા પાઠ માટે એક પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોટોકનું પાલન કરી કોઈપણ વ્યક્તિ હિન્દૂ ધર્મમાં શામેલ થઈ શકે છે.

  કાયદો ઘર્મ પરિવર્તનને લઈ કેટલી આઝાદી આપે છે

  ધર્મ પરિવર્તન માત્ર ભારત જ નહીં પણ વિશ્વમાં એક વિવાદિત મુદ્દો રહ્યો છે. જ્યારે પણ કોઈ ધર્મ પરિવર્તન કરે છે તો તેની સાથે અનેક પ્રશ્નો ઉભા થાય છે. જો કે આપણા દેશનો કાયદો જણાવે છે કે દરેક નાગરિકને ધર્મની આઝાદી છે, એટલે કે જે વ્યક્તિ જે ધર્મ અપનાવવા માંગે છે, તેને તે છૂટથી અપનાવી શકે છે. જો કે એ જાણવું જરૂરી છે કે શું ધર્મ પરિવર્તનને લઈ દેશમાં કોઈ કાયદો છે કે નહીં અને જો છે તો આ કેટલો અસરકારક છે  ધર્મ પરિવર્તન પર કાયદો

  ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, તેથી કોઈપણ ધર્મને ન તો સંરક્ષિત કરવામાં આવે છે ન તો ધાર્મિક દ્રષ્ટિએ કોઈના અંગત જીવનમાં તાકઝાક કરવામાં આવે છે. ધર્મ મૂળરૂપે પસંદ અને વિશ્વાસનો વિષય છે. કાયદા પ્રમાણે દરેક વ્યક્તિને પોતાની પસંદનો ધર્મ પસંદ કરવાની અને સ્વિકારવાની સ્વતંત્રતા છે. ભારતીય બંધારણ તમામ વ્યક્તિઓને કોઈપણ ધર્મનો પ્રચાર અને અભ્યાસ કરવાની સ્વતંત્રતા આપે છે. જો કે હાલની વાત કરીએ તો ધર્મ પરિવર્તન સમાજ અને રાજનીતિમાં એક હોટ ટોપિક છે. એવામાં લોકોના ધર્મ પરિવરિતન પાછળ અનેક કારણો છે.

  – કાયદાકીય રીતે કોઈપણ વ્યક્તિ પોતાની પસંદથી પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પરિવરિતન કરી શકે છે.

  આ પણ વાંચો:  આ રીતે શરૂ થઈ હતી IIT, પરાગ અગ્રવાલ સહિત અનેક વિદ્યાર્થીઓ આજે છે અમેરિકામાં CEO

  – જો કે કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને ડરાવી ધમકાવીને અથવા લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવું ગુનો છે.

  – આપણા દેશમાં કેટલાય લોકો લગ્ન કરવા માટે ઘર્મ પરિવર્તન કરે છે.

  –કેટલાક લોકો પોતાની સુવિધા થવા વિચારોને કારણે ધર્મ પરિવર્તન કરે છે.

  – કાયદો જણાવે છે કે ધનનો લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન ન કરાવી શકાય, તેમ છતાં દેશમાં મોટાપાયે એવું કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવે છે.

  કોઈપણ ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર

  આ બાબતમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું ધર્મ પરિવર્તન અંતર્ગત કોઈ એક ધર્મનો ફેલાવો કરવાનો અધિકાર છે? બંધારણના અનુચ્છેદ 25માં પ્રચાર શબ્દ માટે કહેવામાં આવ્યું છે કે, પ્રચારનો અર્થ પ્રસાર અથવા અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. ભારતીય બંધારણ ડ્રાફ્ટ કરતા સમયે ડ્રાફ્ટર્સ દ્વારા પરિવર્તન શબ્દવો ઉપયોગ તો કરવામાં આવ્યો પણ છેલ્લા ડ્રાફ્ટમાં તેમણે એમ રુથનાસ્વામી દ્નારા કરવામાં આવેલી ભલામણોનો સ્વિકાર કર્યો અને પરિવર્તનનને બદલે પ્રચાર શબ્દનો પ્રયોગ કર્યો. સાથે જ ધર્મપરિવર્તનની ચર્ચા પરના પ્રશ્નો અધૂરા જ રહી ગયા.

  હાલ આજના સમયમાં પણ આ પર્શ્નનો જવાબ નથી આપી શકાતો કે ઘર્મનો પ્રચાર કરવાનો કોઈ અધિકાર છે કે કેમ? ભારતીય બંધારણમાં ધર્મ પરિવર્તન માટે કોઈ જોગવાઈ નથી. પરંતુ તેમ છતાં કેટલાક એવા લોકો છે જે એવી દલીલ કરે છે છે કે 'ધર્મ પરિવર્તન'નો અધિકાર કલમ ​​25 હેઠળ સમાવિષ્ટ છે. જે વિવેકી સ્વતંત્રતા ધરાવે છે, તો બીજી તરફ એવા લોકો પણ છે જે તેનો વિરોધ કરે છે.

  શું ‘ધર્મ પરિવર્તન’ કરવા માટે બળજબરી અથવા મજબૂર કરનાર વ્યક્તિ વિરુધ્ધ કર્યવાહી કરવામાં આવી શકે છે?

  કેન્દ્રિય સ્તરે આપણા દેશમાં એવો કોઈ કાયદો નથી કે જ્યાં બળજબરી પૂર્વક કરાવવામાં વેલા ધર્મ પરિવર્તનને કોઈ માન્યતા આપવામાં આવે. 1954માં ભારતીય ધર્મ પરિવર્તન બિલ પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો પણ ભારે વિરોધને કારણે સંસદમાં તે પસાર ન થઈ શક્યો. આ પછી રાજ્ય સત્રે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા. 1968માં ઓડિશા અને મધ્ય પ્રદેશએ બળજબરીથી કરાવવામાં આવતા ધર્મ પરિવર્તનને રોકવા માટે કેટલાક એક્ટ પસાર કર્યા. ઓડિશામાં ધર્મ પરિવર્તન વિરોધી કાયદામાં મહત્તમ 2 વર્ષ જેલની સજા અને રૂ. 10,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

  તમિલનાડુ અને ગુજરાત જેવા વિવિધ રાજ્યોમાં પણ આ જ પ્રકારના કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેમાં ઈન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 295 એ અને 298 કે અંતર્ગત બળજબરી પૂર્વક ધર્મ પરિવરિતનને ગુનો જાહેર કર્યો. આ જોગવાઈઓ અંતર્ગત બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન માટે જવાબદાર વ્યક્તિને જેલની સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

  કેટલાક લોકો જે ખોટી રીતે લાભ મેળવવા માટે ઘર્મ પરિવર્તન કરે તેની માટે કાયદો શું કહે છે?

  એવા પણ કેટલાક લોકો છે જે કેટલાક લાભ મેળવવા માટે ધર્મ પરિવર્તન કરી લેતા હોય છે. કેટલાક અનામત મેળવવા, એડમિશન માટે, લગ્ન અથવા છૂટાછેડા લેવા માટે વગેરે જેવા કારણો અંતર્ગત પણ ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોય છે. આવા કેસના સંબંધમાં ઐતિહાસિક નિર્ણયો પણ આવ્યા છે.

  જો કોઈ હિન્દૂ પુરુષ બીજા લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલે છે, તો આ હિન્દૂ વિવાહ અધિનિયમ 1955ની કલમ 17 અંતર્ગત આ લગ્ન અમાન્ય ગણાશે. સાથે જ આ પ્રકારનું કૃત્ય કરનાર વ્યક્તિને ઈન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 494 અંતર્ગત જવાબદાર માનવામાં આવશે.

  ધર્મ પરિવર્તન વિરોધી કાયદો કયા રાજ્યોમાં લાગૂ છે?

  અત્યર સુધી માત્ર એવા સાત રાજ્યો છે, જે ધર્મ પરિવર્તન વિરોધી કાયદો પસાર કરલવામાં સફળ રહ્યાં છે. હાલની જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, ઓડિશા, ગુજરાત, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં ધર્મપરિવર્તન વિરોધી કાયદો લાગૂ છે. તાજેતરમાં જ ઝારખંડમાં એક ધર્મ પરિવર્તન વિરોધી બિલનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ બળજબરીથી ધર્મ પરિવર્તનને રોકવાનો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Conversion, Explained, Religion change

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन