Home /News /explained /Explained : Olympics 2036 અમદાવાદમાં યોજવા તૈયારી શરૂ, જાણો કેવી રીતે પસંદ થાય છે શહેર
Explained : Olympics 2036 અમદાવાદમાં યોજવા તૈયારી શરૂ, જાણો કેવી રીતે પસંદ થાય છે શહેર
ઓલિમ્પિક્સની ઇવેન્ટની ફાઇલ તસવીર : shutterstock
ઓલિમ્પિક્સ 2036 અમદાવાદમાં યોજાવા માટેની જરૂરિયાતોના સરવે માટે ઓડાએ ટેન્ડર બહાર પાડી તૈયારી શરૂ કરી છે ત્યારે જાણો ઓલિમ્પિકનો ઇતિહાસ અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેનું હોસ્ટ સિટી, શું છે અમદાવાદની ખાસિયતો
અમદાવાદ : આગામી ઓલિમ્પિક્સ 2036 (Olympics 2036) અમદાવાદમાં (Ahmadabad) યોજવા માટે સરકારે કમર કસી લીધી હોવાના અહેવાલો છે. વર્ષ 2036ની ઓલિમ્પિક રમતો અમદાવાદમાં યોજાયે તે માટે અમદાવાદમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરવે માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (Auda) એક એજન્સી રોકવાની કવાયત કરી રહી રહ્યું છે. આ એજન્સી અમદાવાદમાં આગામી 3 મહિના દરમિયાન સરવે કરશે અને ઓલિમ્પિક્સ હોસ્ટ કરવા માટે જરૂરી તમામ ક્રાઇટેરિયાનો રિપોર્ટ તૈયાર કરી સોંપશે. ઓલિમ્પિક્સ 2036 અમદાવાદમાં યોજાવા માટેની જરૂરિયાતોના સરવે માટે ઓડાએ ટેન્ડર બહાર પાડી તૈયારી શરૂ કરી છે ત્યારે જાણો ઓલિમ્પિકનો ઇતિહાસ અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેનું હોસ્ટ સિટી, શું છે અમદાવાદની ખાસિયતો
ઓલિમ્પિક્સનો ઇતિહાસ
ઓલિમ્પિક્સ વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધા છે જે દર ચાર વર્ષે યોજાય છે. વિશ્વમાં આ સ્પર્ધાની શરૂઆત વર્ષ 1986થી થઈ હતી. ઓલિમ્પિક્સ વિશ્વમાં પહેલીવાર ગ્રીસના એથેન્સમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિશ્વના 14 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વર્ષ 1992 સુધી સમર અને વિન્ટર ઓલિમ્પિક્સ યોજાતા હતા. જોકે ત્યારબાદ બંને ઓલિમ્પિક્સ અલગ રીતે અને એક બીજા સાથે ન યોજવાનો નિર્ણય લેવાયો. સમર ઓલિમ્પિક્સ જુલાઈથી ઓગષ્ટની વચ્ચે યોજાયા છે જ્યારે વિન્ટર ઓલિમ્પિક્સ માર્ચમાં યોજાય છે.
કઈ કઈ રમતોનો સમાવેશ થાય છે
ઓલિમ્પિક્સમાં સમર અને વિન્ટર ઓલિમ્પિક્સની રમતો અલગ અલગ હોય છે. સમર ઓલિમ્પિક્સમાં આર્ચરી, એથલેટિક્સ (ફિલ્ડ અને ટ્રેક), એથલેટિક્સ (મેરેથોન-રેસ વોક્સ) એક્વાટિક્સ, એક્વાટિક્સ (સ્વિમિંગ મેરેથૉ), બેડમિન્ટ, બાસ્કેટબૉલ, બોક્સિંગ, કનોઇ-કાયક, કનોઇ-કાયક (સ્પ્રિન્ટ), સાયક્લિંગ (બીએમએક્સ), સાયક્લિંગ (માઉન્ટેન બાઇક), સાયકલિંગ (રોડ), સાયકલિંગ (ટ્રેક), Equestrian, ફેન્સિંગ, ફૂટબૉલ (ફાઇનલ્સ) ફૂટબૉલ (પ્રિલિમ્સ), ગોલ્ફ, જીમનાસ્ટિક્સ, હેન્ડબૉલ, હોકી, જુડો, મોડર્ન પેન્ટાથ્લોન, રોવિંગ, રગ્બી, સેઇલિંગ, શૂટિંગ, ટેબલ ટેનિસ, ટાઇકવાન્ડો, ટેનિકસ, ટ્રાયથ્લોન, વૉલીબૉલ, વૉલીબૉલ (બીચ), વેઇટલીફ્ટિંગ, રેસલિંગનો સમર ઓલિમ્પિક્સમાં સમાવેશ થાય છે. અમદાવાદની દાવેદારી પણ સમર ઓલિમ્પિક્સ માટે જ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઓલિમ્પિક યોજવા માટે શહેરની પસંદગી કેવી રીતે થાય છે
આંતરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી દ્વારા ઓલિમ્પિક્સની યજમાની માટે શહેર પસંદ કરવામાં આવે છે. દર બે વર્ષ વિશ્વના મોટા શહેરો તેના માટે દાવેદારી કરતા હોય છે. મોટા ભાગે ઓલિમ્પિકની યજમાની માટે 7 વર્ષ અગાઉ જ શહેર પસંદ થઈ જતું હોય છે. આ શહેરોની પસંદગી માટે ઘણા પાસા ચકાસવામાં આવે છે. જેવા કે રમતો માટે સંકુલની સુવિધા, ઉપરાંત પ્રવાસીઓ, પત્રકારો, રમતવીરોને રહેવા માટે ઉત્તમ સુવિધા. એફિશિયન્ટ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, ગુણવત્તાયુક્ત સુરક્ષા આંતરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતા સ્ટેડિયમ ઉપરાંત પ્રેક્ટિસ માટેના સ્થળ
બીજો તબક્કો
બીજા તબક્કામાં વર્લ્ડ એટલાસ મુજબ ઓલિમ્પિકની દાવેદારી કરવા માંગતા શહેરે 1,50,000 ડૉલરની ફી તુકવવાની રહે છે. ઓલિમ્પિક્સ માટે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જોકે, નવા નિયમો મુજબ હવે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી એ પણ જુવે છે કે શહેરમાં પહેલાંથી જ ઉપલબ્ધ સુવિધાઓ કેટલી છે.
દાવેદારી માટે પ્રેઝેન્ટેશનમાં કાચો ચીઠ્ઠો આપવો પડે છે
ઓલિમ્પિક્સ યોજવા માટે જે-તે શહેરે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીને કુલ 6 મુદ્દાનો કાચો ચિઠ્ઠો તૈયાર કરી અને આપવાનો રહે છે. જેમાં સ્પર્ધા યોજવા માટેની વિઝિન અને લેગસી, વેન્યુ માસ્ટર પ્લાન, અલાઇનમેન્ટ- રિજનલ ડેવલપમેન્ટ પ્લાન, વેન્યુ ફન્ડીંગ, રમત માટેની તારીખો, એથ્લેટ્સ માટેનો અનુભવ, ઓલિમ્પિક્સ વિલેજીસ, ઓડિયન્સની સુવિધા, પેરાલિમ્પિક્સ રમતો માટેનું આયોજન, ગવર્નન્સ, સિક્યોરિટી, ટ્રાન્સપોર્ટ વગેરેની સુવિધાની તસવીરો સાથે રજે રજની માહિતી આપવી પડે છે. આ તમામ બાબતોમાં પાર પડનાર શહેરોની વચ્ચે સ્પર્ધા થાય છે ત્યારબાદ શહેરની પસંદગી થાય છે.
ઓલિમ્પિક્સ યોજવા માટે કેટલો ખર્ચ થાય છે
ભારતના કોઈ પણ શહેરે ઓલિમ્પિક્સ યોજવા માટે આશરે 2 લાખ કરોડ કરતાં વધારેનો ખર્ચો કરવા માટે તૈયાર રહેવું પડે ત્યારે ઓલિમ્પિક્સનો આયોજન થઈ શકે છે. ટોક્યો 2020 ઑલિમ્પિક્સનું બજેટ 7.3 બિલિયન ડૉલર હતું જેનો ખર્ચ 25 બિલિયન યુએસ ડોલર થવાની શક્યા છે. વર્ષ 2016માં યોજાયેલા રિયો ઓલિમ્પિક્સનું બજેટ 17 બિલિયન ડૉલર હતું જ્યારે જેનો હકિતમાં ખર્ચ 20 બિલિયન ડૉલર થયો હતો.
છેલ્લા ઓલિમ્પિક્સમાં 207 ટીમ જોડાઈ હતી
વર્ષ 2016માં યોજાયેલા રિયો ઓલિમ્પિક્સમાં કુલ 11,238 રમતવીરોએ ભાગે લીધો હતો જ્યારે કુલ 207 ટીમની વચ્ચે ઓલિમ્પિક્સની 307 ઇવેન્ટ યોજાઈ હતી.
2028 સુધી બુક છે વેન્યુ
ઓલિમ્પિક્સ યોજવા માટે આગામી વર્ષ 2028 સુધીના વેન્યુ બુક છે. 2020નું ઓલિમ્પિક્સ જાપાનના ટોકયો શહેરમાં વર્ષ 2021માં યોજાશે. જ્યારે ત્યારબાદ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસ, 2032 સંભવત: ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં યોજાઈ શકે છે. જોકે તેની બીડ હજુ ખુલી નથી.
અમદાવાદમાં કવાયત શરૂ
અમદાવાદમાં ઓલિમ્પિક્સ યોજવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા ગેપ ઓનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સરદાર સપટેલ સ્પોર્ચ કોમ્પલેક્સ વિસ્તારમાં જો ગેમ યોજાય તો બીજી કેટલી સુવિધાઓ ઊભી કરવી પડે તેનું એનાલિસિસ કરવામાં આવશે. આ ઉપરાંત નવી હોટલની જરૂરીયાત, રસ્તાઓ, સ્ટેડિયમ વગેરેનો રિપોર્ટ આગામી ત્રણ મહિનામાં તૈયાર કરવામાં આવશે.
અમિત શાહે અમદાવાદ અંગે આપ્યું હતું નિવેદન
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિત શાહે આ અંગે નિવેદન આપ્યં હતું. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં ભવિષ્યમાં ઑલિમ્પિક્સ હોસ્ટ કરી શકે તેવી તૈયારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર