Home /News /explained /

Explained: કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

Explained: કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

ડેલ્ટા વેરિએન્ટમાં વેક્સિન કેટલી અસરકાર?

કોરોના વાયરસ (Coronavirus) નો ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) ખૂબ જ સંક્રામક છે. કોરોનાના અન્ય વેરિએન્ટની સરખામણીએ ડેલ્ટા વેરિએન્ટના કારણે રોગ પ્રતિકારક શક્તિ (Immune Response)માં વધુ ઘટાડો થઈ રહ્યો છે.

Explained: કોરોના વાયરસ (Coronavirus) નો ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) ખૂબ જ સંક્રામક છે. કોરોનાના અન્ય વેરિએન્ટની સરખામણીએ ડેલ્ટા વેરિએન્ટના કારણે રોગ પ્રતિકારક શક્તિ (Immune Response)માં વધુ ઘટાડો થઈ રહ્યો છે. SARS-CoV2 વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તે અંગે નેચર જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે, કે આ વેરિએન્ટમાં સંક્રમિત કરવાની ક્ષમતા અધિક રહેલી છે.

સૌથી પહેલા ડેલ્ટા વેરિએન્ટનો કેસ B.1.617.2 મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ ડેલ્ટા વેરિએન્ટનો કહેર જોવા મળી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 170થી અધિક દેશોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ જોવા મળી રહ્યા છે. ભારતમાં મે મહિનાના અંત સુધીમાં મળેલ આંકડાઓ પરથી આ સ્ટડી કરવામાં આવી છે.

સ્ટડીના પરિણામ

મૂળ વાયરસની સરખામણીએ વેક્સીન લીધેલ વ્યક્તિઓને ડેલ્ટા વેરિએન્ટ થવાની સંભાવના 8 ગણી અધિક હતી. કોરોનાથી સાજા થયેલ વ્યક્તિઓને કોરોના આ સંક્રમણ થવાની સંભાવના 6 ગણી અધિક હતી. આ વેરિએન્ટ માટે એસ્ટ્રેજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ફાઈઝર અને બાયોએનટેક દ્વારા વેક્સીન વિકસિત કરવામાં આવી હતી.

ડેલ્ટા વેરિએન્ટમાં B.1.617.1ની સરખામણીએ શરીરમાં સંક્રમણ થવાની ક્ષમતા અધિક છે.

દિલ્હીમાં ત્રણ હોસ્પિટલમાં વેક્સીન લીધેલ સ્વાસ્થ્ય કર્મીઓમાં આ સંક્રમણના 130 કેસ જોવા મળ્યા છે. આ વેરિએન્ટ સામે વેક્સીનની અધિક કાર્યક્ષમતા જોવા મળતી નથી.

CSIR ઈન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટીવ બાયોલોજીના નિદેશક અને સ્ટડીના લેખક અનુરાગ અગ્રવાલે કહ્યું કે, ‘સ્ટડી પરથી જાણવા મળે છે, કે ડેલ્ટા વેરિએન્ટ તેજીથી ફેલાઈ રહ્યો છે, જે વેક્સીનની અસર ઓછી કરે છે. વેક્સીનના કારણે આ વેરિએન્ટની અધિક અસર થતી નથી.’

ડેલ્ટા વેરિએન્ટ સામે વેક્સીનની અસર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અમેરિકાની બે સ્ટડી, યૂકેની સ્ટડી અને કતરની સ્ટડીનો હવાલો આપ્યો છે. આ સ્ટડીમાં ડેલ્ટા વેરિએન્ટ સામે વેક્સીનની ઓછી અસરના પુરાવા રજૂ કર્યા છે.

યૂકેની સ્ટડીમાં તે સમયે એસ્ટ્રાજેનેકા વેક્સીનની ઓછી અસર દર્શાવવામાં આવી છે. તે સમયે ડેલ્ટા વેરિએન્ટના કેસ સૌથી અધિક હતા.

વેક્સીન કેટલી જરૂરી છે?

પુણેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ની ઈમ્યૂનોલોજિસ્ટ વિનીતા બલેએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ સ્ટડી પર લોકોએ વિશ્વાસ ના કરવો જોઈએ કે વેક્સીન ઉપયોગી નથી. તેમણે જણાવ્યું કે લેબોરેટરીમાં વિટ્રો નમૂનાઓ પર સ્ટડી કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, આ સ્ટડીમાં ટી-કોશિકાઓ પર ડેટા પર જોવા મળતો નથી. જેના કારણે રોગ પ્રતિકારક શક્તિનો મહત્વનો ઘટક આવરી લેવામાં આવતો નથી.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ સ્ટડીના પરિણામ આશ્ચર્યજનક નહોતા. મોટાભાગનું સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટના કારણે થઈ રહ્યું છે. આ કોઈ આશ્ચર્યની બાબત નથી.

કોઈપણ વેક્સીન 100% સુરક્ષા પ્રદાન કરતી નથી. વેક્સીન લીધેલ વ્યક્તિઓમાં વેક્સીન ન લીધેલ વ્યક્તિઓની સરખામણીએ સંક્રમણ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે.

પુણેમાં નેશનલ કેમિકલ લેબોરેટરીના વૈજ્ઞાનિક અનુ રઘુનાથને કહ્યું, કે સ્ટડી પરથી જાણવા માટે છે, કે ડેલ્ટા વેરિએન્ટ સામે રક્ષણ મેળવવા માટે એન્ટીબોડીની ખૂબ જ આવશ્યકતા છે. વેક્સીન અસરકારક છે. ડેલ્ટા વેરિએન્ટ સામે અધિક રોગ પ્રતિકારક શક્તિ વિકસિત કરવા માટે પાંચથી આઠ ગણી એન્ટીબોડીની આવશ્યકતા રહેશે.

આ પણ વાંચો: Explained: વાહનમાં બમ્પર ટુ બમ્પર વીમાના નિયમથી લોકોના ખિસ્સાને શું અસર થશે?

ડેલ્ટા વેરિએન્ટ સામે રક્ષા કેવી રીતે મેળવવી?

કોરોના વાયરસ ખૂબ જ જોખમકારક અલ્ફા, બીટા, કપ્પા અને ડેલ્ટા વેરિએન્ટમાં પરિવર્તિત થયો. વાયરસ અન્ય સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે. તમામ પરિવર્તિત વાયરસ અધિક જોખમકારક હોય તે જરૂરી નથી.

નિષ્ણાંતો અનુસાર આ નવા વેરિએન્ટને ફેલાતો રોકવા માટે વેક્સીનેશન ખૂબ જ જરૂરી છે.

આ સ્ટડીની જેમ નવા વેરિએન્ટ સામે એન્ટીબોડીની અસર પર સતત ધ્યાન રાખવાની જરૂર છે. ઉપરાંત વેક્સીનના બૂસ્ટર ડોઝની પણ જરૂરિયાત રહેશે. વેક્સીનની સાથે નવા વેરિએન્ટની જિનોમિક નજર રાખવી પણ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ સ્ટડીથી વેક્સીનને અસરકારક બનાવી શકાશે. વેક્સીનના બૂસ્ટર શોટ્સની પણ આવશ્યકતા રહેશે. ઉપરાંત બજારમાં જ્યારે પણ નવી વેક્સીન આવે, તો બજારમાં અધિક માત્રામાં ઉપલબ્ધ કરાવવાના રહેશે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Ccoronavirus, Coroan vaccines, Corona News, Delta covid 19 variant

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन