Home /News /explained /

Explained: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો નવો કોવિડ-19 વેરિએન્ટ C.1.2 કેટલો ઘાતક?

Explained: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો નવો કોવિડ-19 વેરિએન્ટ C.1.2 કેટલો ઘાતક?

કોરોનાનો નવો વેરિએન્ટ છે વધુ ઘાતક

Corona Virsu News: આ નવો વેરિએન્ટ દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોમાં મળી આવ્યો છે. 24 ઓગસ્ટના રોજ પ્રિપ્રીન્ટ રીપોઝીટરી MedRxiv પર પોસ્ટ કરવામાં આવેલા યેટ-ટુ-બી પીઅર-રીવ્યૂ અભ્યાસ મુજબ, તે વધુ સંક્રમિત થઇ શકે છે અને રસી કોરોના વેક્સિનને પણ બિન અસરકારક બનાવી શકે છે.

વધુ જુઓ ...
    Corona Virus News: છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયગાળાથી કોરોના મહામારીએ વિશ્વને પોતાના સંકજામાં જકડી રાખ્યું છે. આ દરમિયાન વાયરસના અનેક નવા વેરિએન્ટ પણ સામે આવ્યા છે. કોવિડ-19ના (Covid 19 Delta Veriant ) ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા જોખમ વચ્ચે આ જીવલેણ વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ SARS-CoV-2ના નવા વેરિએન્ટને શોધી કાઢ્યો છે. જે COVID-19નું કારણ બને છે, તે નવા વેરિએન્ટને C.1.2 નામ આપવામાં આવ્યું છે.

    આ નવો વેરિએન્ટ દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોમાં મળી આવ્યો છે. 24 ઓગસ્ટના રોજ પ્રિપ્રીન્ટ રીપોઝીટરી MedRxiv પર પોસ્ટ કરવામાં આવેલા યેટ-ટુ-બી પીઅર-રીવ્યૂ અભ્યાસ મુજબ, તે વધુ સંક્રમિત થઇ શકે છે અને રસી કોરોના વેક્સિનને પણ બિન અસરકારક બનાવી શકે છે.

    દક્ષિણ આફ્રીકાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ કોન્યુનિકેબલ ડિસીઝ(NCID)ના અભ્યાસમાં સામે આવ્યું છે કે આ વેરિએન્ટ પહેલા તમામ વેરિએન્ટથી વધુ સંક્રામક હોઇ શકે છે. આ વેરિએન્ટ સૌથી પહેલા આફ્રિકામાં ગત મે મહીનામાં મળ્યો હતો. ત્યાર બાદથી અત્યાર સુધીમાં આ વેરિએન્ટના દર્દીઓ ચીન, કોંગો, મોરિશસ, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગીઝ અને સ્વીત્ઝર્લેન્ડમાં પણ મળી ચૂક્યા છે.

    આ પણ વાંચો-સપ્ટેમ્બરમાં પર્સનલ ફાઈનાન્સને લાગતા આ પાંચ કામ પતાવી દો, નહીંતર...

    અન્ય વેરિએન્ટ કરતા ધરાવે છે બમણું મ્યુટેશન

    વિશ્વભરમાં આ વેરિએન્ટની સૌથી ચિંતા જનક બાબત તે છે કે તે પહેલા મળેલા તમામ વેરિએન્ટની સરખામણીએ વધુ મ્યૂટેશન ધરાવે છે. એક અભ્યાસ અનુસાર C.1.2 વેરિએન્ટ દર વર્ષે આશરે 41.8 ટકા પરિવર્તન દર ધરાવે છે, જે અન્ય વેરિએન્ટની સરખામણીએ બમણો ઝડપી છે.

    C.1.2 વેરિએન્ટ વિશે ચર્ચા કરતા પહેલા ચાલો જાણીએ વેરિએન્ટ્સ વિશે

    વેરિએન્ટ્સ

    વિશ્વમાં કોવિડ-19 મહામારી દરમિયાન SARS-CoV-2ના જેનેટિક વેરિએન્ટ્સ જ ફેલાયા છે. જ્યારથી મહામારી વિશ્વભરમાં ફેલાઇ છે, તે દરમિયાન તેના અનેક વેરિએન્ટ્સ સામે આવ્યા છે. વાયરસના તમામ વેરિએન્ટ્સ કોરોનાનું કારણ બને છે, તેમાંય ડેલ્ટા વેરિએન્ટને સૌથી ખતરનાક માનવામાં આવે છે, કારણ કે તે વધુ સંક્રામક હોવાથી સાથે ઝડપથી ફેલાય છે.

    આ પણ વાંચો-આજથી Xiaomi Mi Notebook Pro અને Ultra નું વેચાણ થયું શરૂ, ક્યાં છે શું કિંમત અને ઓફર

    વેરિએન્ટ્સના પ્રકારો

    -કોરોના વાયરસના વેરિએન્ટ્સને 3 પ્રકારોમાં વિભાજીત કરાયા છે.
    -વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ(VOI)

    યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર, તે વિશિષ્ટ માર્કરવાળો એક પ્રકાર છે, જે રિસેપ્ટર બાઇંડિંગમાં પરીવર્તન સાથે જોડાયેલ છે. છેલ્લા સંક્રમણ કે રસીકરણ દ્વારા ઉત્પન્ન એન્ટીબોડીઝ ઘટાડે છે, સારવારની અસરકારકતા ઘટાડે છે, ટ્રાન્સમિસિબિલિટી અથવા રોગના લક્ષણોને વધુ તીવ્ર બનાવે છે.

    -વેરિએન્ટ ઓફ કન્સર્ન (VOC)

    એક એવો વેરિએન્ટ જેમાં ટ્રાન્સમિસિબિલિટીમાં વધારો, વધુ ગંભીર રોગના લક્ષણો (જેમ કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો, મૃત્યુદરમાં વધારો વગેરે), અગાઉ થયેલ સંક્રમણ અથવા રસીકરણ દ્વારા ઉત્પન્ન થયેલ એન્ટીબોડીમાં ઘટાડો, સારવાર અને રસીની અસરકારકતામાં ઘટાડો, તપાસમાં પણ વાયરસ સામે ન આવવો વગેરે લક્ષણો ધરાવે છે.

    -વેરિએન્ટ ઓફ હાઇ કન્સિક્વેન્સ(VOHC)

    આ વેરિએન્ટના સ્પષ્ટ લક્ષણો છે કે તબીબી સારવાર(MCMs)ની અસરકારકતામાં અગાઉ દર્શાવેલા વેરિએન્ટની સાપેક્ષમાં વધુ ઘટાડો કર્યો છે.

    આ પણ વાંચો-No Safety: ભારતીય બનાવટની Suzuki Swift લેટિન ક્રેશ ટેસ્ટમાં ફેઇલ, મળ્યા ZERO સ્ટાર્સ

    વેરિએન્ટ્સના પ્રકાર

    - Alpha – B.1.1.7:

    સૌથી પહેલા યુકેમાં આ વેરીએન્ટ સામે આવ્યો હતો. આ વેરિએન્ટના કારણે સંક્રમણમાં અને મૃત્યુદરમાં ઝડપથી વધારો નોંધાયો છે.

    - Beta – B.1.531:

    આ વેરિએન્ટ સૌથી પહેલા સાઉથ આફ્રિકામાં સામે આવ્યો હતો. આપેલા ડેટા અનુસાર આ વેરિએન્ટ અન્ય વેરિએન્ટ્સ કરતા વધુ ગંભીર કે મૃત્યુનું કારણ બને તેવો નથી. જોકે, એવું માનવામાં આવતું હતું કે, કોરોનાવાયરસના મૂળ વેરિએન્ટ કરતા તે વધુ સરળતાથી ફેલાય છે, જેના કારણે ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર હાલ પ્રતિબંધ લાદ્યો છે.

    આ પણ વાંચો-Samsung Galaxy Z Fold 3: જાણો ફોનનાં ફિચર્સ, ટેક્નોલોજી અને ફોન વિશે બધુ જ

    Gamma -P.1: આ વેરિએન્ટ સૌથી પહેલા જાપાન અને બ્રાઝિલમાં મળ્યો હતો. પ્રાપ્ત ડેટા અનુસાર, આ વેરિએન્ટ પણ વધુ ગંભીર લક્ષણો કે મૃત્યુદર ધરાવતો નથી.

    Delta -B.1.617.2: આ વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળી આવ્યો હતો. આ વેરિએન્ટ અન્યની સાપેક્ષમાં વધુ ઝડપથી ફેલાય છે. એક નવા બ્રિટિશ અભ્યાસ અનુસાર, જે લોકોને ડેલ્ટા વેરિએન્ટના કારણે કોરોના વાયરસ થાય છે, તેમને કોરોનાવાયરસના પહેલાના વેરિએન્ટની સરખામણીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત બમણી થઇ જાય છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (PHE) અને કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા અને 28 ઓગસ્ટે, ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ પરથી પુષ્ટિ થાય છે કે ભારતમાં ઓળખાયેલ ડેલ્ટા ઇંગ્લેન્ડના કેન્ટમાં ઓળખાયેલા આલ્ફા કરતા વધુ સંક્રામક છે.

    હવે SARS-CoV-2નો નવો વેરિએન્ટ C.1.2 સામે આવ્યો છે. આવો તેના વિશે વિગતવાર જાણીએ.

    - આ અભ્યાસમાં દક્ષિણ આફ્રીકામાં દર મહિને C.1.2 જીનોમની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. જે મે મહિનામાં જીનોમમાં 0.2 ટકાથી વધીને જૂનમાં 1.6 ટકા અને ત્યાર બાદ જુલાઇમાં 2 ટકા થયો છે. અભ્યાસના લેખકોના જણાવ્યા અનુસાર, આ વધારો શરૂઆતી સંશોધન દરમિયાન દેશમાં બીટા અને ડેલ્ટા વેરિએન્ટમાં જોવા મળતા વધારા સમાન છે.

    - C.1.2 વેરિએન્ટમાં વાર્ષિક 41.8 ટકા મ્યૂટેશન દર છે. જે વિશ્વમાં અન્ય વેરિએન્ટની સરખામણી લગભગ બમણો છે.

    - C.1.2 વેરિએન્ટના અડધા ભાગમાં 14 મ્યૂટેશન છે. પરંતુ કેટલાક સિક્વન્સમાં વધારાની વિવિધતા જોવા મળી છે. તેથી આ મ્યૂટેશન C.1.2ના મોટા ભાગના વાયરસમાં થાય છે. આ વેરિએન્ટના સ્પાઇકમાં વધુ વિવિધતા છે.

    - C.1.2 વેરિએન્ટ સ્પાઇકના લગભગ 52 ટકા મ્યૂટેશન અગાઉ VOCs અને VOIsમાં જોવા મળ્યા છે. SARS-CoV-2 વાયરસ દ્વારા સંક્રમણ ફેલાવવા ઉપયોગમાં લેવાતું સ્પાઇક પ્રોટીન માનવ શરીરના કોષોમાં પ્રવેશે છે અને મોટાભાગની વેક્સિન તેને જ ટાર્ગેટ કરે છે.

    - ચોક્કસ એન્ટીબોડીઝમાંથી રોગપ્રતિકારક બચાવ સાથે સંકળાયેલ N440K અને Y449H મ્યૂટેશન પણ C.1.2 સિક્વન્સમાં નોંધાયા છે. જોકે આ મ્યૂટેશન વર્તમાન VOCs/VOIsની લાક્ષણિકતા નથી. તે ચોક્કસ વર્ગ 3થી બચવા માટે એન્ટીબોડીઝને નિષ્ક્રિય કરવા જવાબદાર છે.

    - આ મ્યૂટેશન વાયરસને એન્ટીબોડીઝ અને રોગપ્રતિકારક શક્તિની અસરને ટાળવામાં મદદ કરે તેવી શક્યતા છે, જેમાં એવા દર્દીઓ પણ સામેલ છે જેમણે આલ્ફા અથવા બીટા વેરિએન્ટ્સ માટે એન્ટીબોડીઝ વિકસાવી છે.

    - કોલકાતાના CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચેન્નાઇ બાયોલોજીના વાયરોલોજીસ્ટ ઉપાસના રેએ PTIને જણાવ્યા અનુસાર, C.1.2 વેરિએન્ટ સ્પાઇક પ્રોટીનમાં થયેલ અનેક મ્યૂટેશનનું પરીણામ છે, જે તેને વર્ષ 2019માં ચીનના વુહાનમાં મળેલા મૂળ વાયરસથી ખૂબ અલગ બનાવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona New Variant, Corona vaccine, કોરોના વાયરસ

    આગામી સમાચાર