Home /News /explained /

Delta Plus variant કેટલો જોખમી: ત્રીજી લહેર પાછળ કારણભૂત બનશે? અહીં જાણો બધું જ

Delta Plus variant કેટલો જોખમી: ત્રીજી લહેર પાછળ કારણભૂત બનશે? અહીં જાણો બધું જ

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર ઝીણીથી નજર રાખવામાં આવી રહી છે. આ મામલે કેન્દ્રએ રાજ્યોને પગલાં લેવા પત્ર લખીને ચેતવણી આપી છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારી (corona pandemic) જોખમી રૂપ ધારણ કરી રહી છે. બીજી લહેરની અસર (second wave) હજુ પૂર્ણ થઈ નથી, ત્યાં ખૂબ જ તીવ્ર સંક્રમણ ગણાતા ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો (Delta Plus variant) ડર ઉભો થયો છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) ડેલ્ટા વેરિયન્ટના 21 કેસ મળી આવ્યા છે.

નિષ્ણાંતો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે, આ વેરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્ર સિવાય કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારનાં કિસ્સા જોવા મળ્યાં છે. વિશ્વમાં હજી સુધી આ વેરિએન્ટના 200 કેસ મળી આવ્યા છે, જોકે તેમાંથી 30 કેસ ભારતના છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર ઝીણીથી નજર રાખવામાં આવી રહી છે. આ મામલે કેન્દ્રએ રાજ્યોને પગલાં લેવા પત્ર લખીને ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2)નું મ્યુટેશન
નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળ જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટ (B.1.617.2)નું મ્યુટેશન છે. ભારત સિવાય ડેલ્ટા પ્લસ વિશ્વના અમેરિકા, યુકે, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન, રશિયામાં મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ-દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
વર્તમાન સમયે દેશમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં રત્નાગિરિમાં સૌથી વધુ 9 કેસ છે. ત્યાર બાદ જલગાંવમાં 7, મુંબઇમાં 2 અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં એક એક કેસ જોવા મળ્યા છે. કેરળમાં પલક્કડ અને પઠાણમિથિતમાં કુલ ત્રણ કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

આલ્ફા કરતા 60 ટકા જેટલું સંક્રમિત
એઈમ્સના ડૉક્ટર શુભદીપ કર્માકરે જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસમાં વધારાનો K417N મ્યુટન્ટ છે, જે ડેલ્ટા (B.1.617.2)ને ડેલ્ટા પ્લસમાં ફેરવે છે. આ મ્યુટેન્ટ વધુ ચેપી છે. તે આલ્ફા સંસ્કરણ કરતા 35-60% વધુ ચેપી છે, તેવી અટકળો ચાલતી હોવાનું તેમનું કહેવું છે. જોકે, ભારતમાં તેની સંખ્યા ઓછી છે. હજુ ચિંતાજનક નથી. સંક્રમણના કેસ ઓછા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..

રસી કેટલીક અસરકારક
હાલ રસી આ વેરિયન્ટ પર કેટલી અસરકારક છે તેવું વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. જોકે, યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટરે cnbc.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રસી પણ વેરિયન્ટ અસરકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ

તેમણે વધુમાં કહ્યું કે, MRNA રસીઓ આના પર વધુ અસરકારક (88 ટકા) હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ વાયરલ વેક્ટર રસી પ્રમાણમાં ઓછી અસરકારક(70 ટકા) લાગે છે. જહોનસન એન્ડ જહોનસન અને એસ્ટ્રાઝેનેકા રસી વાયરલ વેક્ટર રસી છે. જ્યારે ફાઈઝર અને મોડર્નાની રસી MRNA રસી છે.

આ પણ વાંચોઃ-મોરબીઃ વિચિત્ર અકસ્માતનો live video,ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘૂસી ગયું, લોકોનો આબાદ બચાવ

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર?
ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે મહારાષ્ટ્રમાં ચિંતાજનક માહોલ છે. ગયા અઠવાડિયામાં રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક મળી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ વેરિયન્ટથી રાજ્યમાં ત્રીજી લહેર આવી શકે છે. આ બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 8 લાખ સુધી પહોંચી શકે એવું પણ કહેવામાં આવ્યું હતું. જેમાં 10 ટકા બાળકો હોઈ શકે છે.શા માટે ભારતનો ચિંતાનો વિષય?
આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ હોઈ શકે છે. આ વેરિયન્ટને રોગપ્રતિકારક શક્તિ રોકી શકે નહીં. ભારતમાં હાલ આ વેરિયન્ટની હાજરી ઓછી છે. દેશમાં હાલમાં ફક્ત ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળે છે. જો કે, ખતરો વધી શકે તેવી દહેશત છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Delta plus variant, મુંબઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन