Explained : સોશિયલ મીડિયામાં સમાચારો પોસ્ટ કરતાં પહેલાં ચેતજો! જાણો શું છે ફેક ન્યૂઝ, શું છે તેને લગતા કાયદા

પ્રતિકાત્મક તસવીર

આજે સોશિયલ મીડિયામાં જ્યારે સંખ્યાબંધ ઘટનાઓ અને સમાચારો આપણે પોસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના સમાચાર અંગેના કાયદા અને તેના પ્રકારો જાણવા ખૂબ જ અગત્યાના છે.

  • Share this:
ફેક ન્યૂઝ  (Fake News)એટલે એવા સમાચાર (News) જે ખોટા, પાયાવિહોણા, તથ્ય વગરના, બનાવટી રીતે ઉભા કરાયેલ અને ખોટા સ્ત્રોતને આધારે બનાવેલ બનાવટી માહિતીવાળા સમાચાર એટલે ફેક ન્યૂઝ(Fake News). આજે સોશિયલ મીડિયામાં જ્યારે સંખ્યાબંધ ઘટનાઓ અને સમાચારો આપણે પોસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના સમાચાર અંગેના કાયદા અને તેના પ્રકારો જાણવા ખૂબ જ અગત્યાના છે.

ફેક ન્યૂઝના પ્રકારો?

ભ્રામક કન્ટેન્ટ

ઇમ્પોસ્ટર કન્ટેન્ટ

મનઘડંત(માલાફાઈડ) કન્ટેન્ટ

ખોટા કનેક્શનવાળા કન્ટેન્ટ

ખોટી અથવા હેરાફેરી કરેલ કન્ટેન્ટ

બનાવટી સમાચારો(Fake News)ને નિયંત્રિત કરતા કાયદા :

ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2008ની કલમ 66D

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 54

ઈન્ડિયન પીનલ કોડ, 1860ની કલમ 153, 499 અને 500, 505(1)

A : જો ગુનો ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સાથે સંબંધિત હોય તો,

આ સ્થિતિમાં કોઈપણ સંદેશાવ્યવહાર ઉપકરણ અથવા કોમ્પ્યુટર સંસાધનો દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી કે અન્ય મામલે આઇટી એક્ટની કલમ 66D હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.

B : હોનારત સંબંધિત Fake News હોય તો,

જે કોઈ પણ આપદા, તેની તીવ્રતા અંગે ચેતવણીજનક ખોટી માહિતી આપે જે અફવા સમાન હોય કે પછી દુર્ઘટના સર્જી શકે તેમ હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સેક્શન 54 હેઠળ સજા કરવામાં આવશે.

C : ફેક ન્યૂઝ જાહેર જીવનમાં ભય પેદા કરે તો,

જાહેર જનતા માટે કે પછી જાહેર જીવનના ભયનું કારણ બને તેવું કોઈ પણ નિવેદન, અફવા અથવા અહેવાલ રજૂ કરવામાં કે પ્રકાશિત કરવામાં આવે તો સજાપાત્ર વ્યક્તિને આઇપીસીની કલમ 505 (1) હેઠળ શિક્ષા કરવામાં આવશે

D : ફેક ન્યૂઝ તોફાનો ફેલાવે તો,

ગેરકાયદેસર રીતે અથવા ગેરકાયદેસર કામ કરવા પ્રેરણા આપતા, કોઈપણ વ્યક્તિને ઉશ્કેરણી કરતા અહેવાલો પ્રસિદ્ધ કરવા કે તોફાનો સહિતના ગુનાનું કારણ બનતા અહેવાલો માટે આઈપીસીની કલમ 153 હેઠળ ગુનો સાબિત થતા સજા ભોગવવી પડશે.

E : અહેવાલ માનહાનિનું કારણ બને તો,

ખરાબ ઈરાદા સાથે બોલાયેલા અથવા વાંચવામાં આવેલ શબ્દો કે પ્રકાશિત કરેલ અહેવાલો દ્વારા અથવા સંકેતો દ્વારા અથવા દૃશ્યમાન રજૂઆતો દ્વારા કોઈપણ વ્યકતિને નુકસાન પહોંચાડવાનો બદઇરાદા સાથે વ્યક્તિના માન, પ્રતિષ્ઠા કે મોભાની હાનિ માટે જવાબદાર સામે આઇપીસીની કલમ 499 અને 500 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થાય છે.
Published by:Jay Mishra
First published: