EPFO: ખાનગી કંપનીઓમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ EPF સાથે મળતા પેન્શન (Pension) અંગે માહિતગાર નથી. તેઓ PF ખાતા મુદ્દે પરેશાન રહે છે. પગારદારોના પગારમાંથી કપાતી રકમ EPF અને EPS એમ બે ખાતામાં જાય છે. કર્મચારીના પગારમાંથી (Employee’s Salary) કાપવામાં આવેલા 12 ટકા નાણાં EPFમાં જમા થાય છે. આ ઉપરાંત 3.67 ટકા કંપની દ્વારા EPFમાં જમા કરવામાં આવે છે અને બાકીના 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કીમ (EPS)માં જમા થાય છે.
પેન્શનના પૈસા ક્યારે ઉપાડી શકાય?
PF એકાઉન્ટમાં રહેલી રકમને કર્મચારીઓ નિશ્ચિત સમય બાદ ઉપાડી શકે છે. પરંતુ પેન્શનની રકમ (Pension Amount) ઉપાડવા બાબતે ખૂબ જ કડક નિયમો છે. જો નોકરી 6 મહિનાથી વધુ હોય અને 9.6 વર્ષથી ઓછી હોય તો ફોર્મ 19 અને 10C જમા કરીને PFની રકમની સાથે પેન્શનની રકમ ઉપાડી શકાય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, 9.6 વર્ષથી વધુ નોકરી થઈ હોય તો પેન્શનના પૈસા ઉપાડી શકાય કે નહીં? આ બાબતે નિષ્ણાંતોનું કહેવું છે કે, 9.6 વર્ષની નોકરીને 10 વર્ષની નોકરી સમાન જ ગણવામાં આવે છે. જેથી 9.6 વર્ષથી વધુ નોકરી હોય તો તમે PF કે પેન્શનની રકમ ઉપાડી શકો નહીં.
- નિયમ મુજબ જો તમારી નોકરી 10 વર્ષની થઈ જાય તો તમે પેન્શનના હકદાર બની જાવ છો. ત્યારબાદ તમને 58 વર્ષની ઉંમરમાં માસિક પેન્શનનો લાભ મળે છે. એટલે કે, તમને આજીવન પેન્શન તો મળશે જ પણ પેન્શનનો ભાગ નિવૃત્તિ પહેલા નહીં મળે.
- જો તમે 9.6 વર્ષની નોકરી પહેલા પેન્શનનો હિસ્સો ઉપાડી લેવામાં આવે તો તમે પેન્શનના હકદાર નહીં રહો.
- PF સાથે પેન્શન ઉપાડી લો એટલે Full & Final PF settlement ગણાય છે. આવા કેસમાં તમારો તે PF નંબર સંપૂર્ણ રીતે બંધ કરી દેવાય છે. જેના કારણે તમે નિવૃત્તિ માટે પેન્શન સુવિધાનો લાભ લઈ શકતા નથી.
- પ્રોવિડન્ટ ફંડ (PF)ને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાથી તમે ક્યારેય કોઈ પણ સંજોગોમાં પેન્શનની રકમ ઉપાડી શકશો નહીં. બીજી તરફ અલગ અલગ સ્થળે નોકરી કરીને પણ તમારા સર્વિસ હિસ્ટ્રી 10 વર્ષની થઈ જાય તો તમે પેન્શનના હકદાર બની જશો. 58 વર્ષની ઉંમરે તમને માસિક પેન્શન તરીકે વળતર મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર