Explained : દેશના રહેવા લાયક શહેરોની યાદીમાં રાજ્યના ત્રણ શહેર, જાણો કઈ રીતે થઈ પસંદગી

Explained : દેશના રહેવા લાયક શહેરોની યાદીમાં રાજ્યના ત્રણ શહેર, જાણો કઈ રીતે થઈ પસંદગી
અમદાવાદ-સુરત અને વડોદરાની પસંદગી થતા રાજ્યમાં ઉત્સાહનો માહોલ

ખુશખબર! હવે અમદાવાદ દેશના રહેવા લાયક શહેરોમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું, સુરત અને વડોદરાનો ક્રમ જાણીને પણ ગર્વ થશે

 • Share this:
  કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 10 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોનો ઇઝ ઑફ લિવીંગ ઇન્ડેક્સ (
  Ease of Living Index ) બહાર પાડવામાં આવ્યો છે. આ યાદીમાં દેશનું બેંગ્લુરુ શહેર સર્વશ્રેષ્ઠ શહેર સાથે પ્રથમ ક્રમ છે. જોકે, રાજ્ય માટે સારા સમાચાર એવા છે કે ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, (Ahmedabad, Surat, Vadodara) સુરત, વડોદરાનો આ યાદીમાં ટોપ-10માં સમાવેશ થયો છે. દેશના રહેવા લાયક શ્રેષ્ઠ શહેરોમાં અમદાવાદ ત્રીજા ક્રમે, સુરત પાંચમાં ક્રમે અને વડોદરા આઠમાં ક્રમે છે.  દેશના 111 શહેરોનું શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પરિવહન, સુરક્ષા, આર્થિક વિકાસની તકો, લીલોતરી, વીજ વપરાશ જેવા માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે આ યાદીને બે કેટેગરીમાં રજૂ કરી છે. 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોની સૂચિ તૈયાર કરવામાં આવી છે. 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોની બીજી સૂચિ તૈયાર કરવામાં આવી હતી.

  અમદાવાદ ઇઝ ઑફ લિવીંગમાં ત્રીજો ક્રમ કેવી રીતે મળ્યો

  રહેવાની સરળતાની યાદીમાં અમદાવાદે 64.87 સ્કોર સાથે દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. અમદાવલાદમાં ક્વૉલિટી ઑફ લાઇફનો સ્કોર 57.46 છે જ્યારે ઇકોનૉમિક સસ્ટેનેબિલિટીનો સ્કોર 48.19 છે. જ્યારે સસ્ટેનેબિલિટી કેટેગરીમાં શહેરનો સ્કોર 64.22 રહ્યો હતો. જ્યારે સિટિઝન પરસેપ્શનનો સ્કોર 82.30 રહ્યો હતો. અમદાવાદ શહેર દેશના મ્યુનિસિપલ પર્ફોમન્સમાં ઓવરઓલ છઠ્ઠા ક્રમે રહ્યુ છે. આ તમામ કારણોસર અમદાવાદનો ક્રમ ત્રીજો રહ્યો છે.

  આ પણ વાંચો : sovereign gold bond : આજે સસ્તું સોનું ખરીદવાની અંતિમ તક, ફટાફટ જાણો કેવી રીતે મળશે ફાયદો

  શા માટે : અમદાવાદમાં બીઆરટીએસ જેવી સરળ પરિવહન સુવિધાઓથી લઈને સ્વચ્છતા, આર્થિક તકો તેમજ જીવનની ગુણવત્તા ઉંચી આવે તેવી સુવિધાઓનું આ મુલ્યાંકન થયું હતું જેમાં નાગરિકોએ જ જવાબ આપવાના હતા. અમદાવાદ શહેર ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ માપદંડોમાં પાલિકાના આયોજન અને નાગરિકોના મતે કાઠું કાઢી ગયું હોવાથી રેન્કિંગમાં સુધારો થયો છે.

  સુરત દેશના રહેવાલાયક સ્થળોમાં પાંચમા ક્રમે

  સુરત : ઇઝ ઑફ લિવીંગના મામલે સુરતનો દેશમાં ક્રમાંક 5મો છે. સુરતે કુલ 61.73 ઓવરઓલ સ્કોર મેળવ્યો છે. આ સ્કોરમાં ક્વોલિટી ઑફ લાઇફમાં 57.96, ઇકોનોમિક એબિલિટીમાં 30.29 સસ્ટેનેબિલિટીમાં 62.41, અને સિટિઝન પરસેપ્શનમાં 81.40 સ્કોર રહ્યો હતો. સુરત શહેર મ્યુનિસિપલ પર્ફોમન્સમાં ઓવરઓલ 60.82 સ્કોર સાથે દેશમાં બીજા ક્રમે રહ્યુ હતું

  શા માટે પસંદગી થઈ : આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે સુરતની પાલિકા બેસ્ટ પર્ફોમન્સમાં બીજા ક્રમે આવી છે. ગત વખતે રહેવા લાયક શહેરોમાં સુરત 19માં ક્રમે હતું આ વર્ષે 5માં ક્રમે આવ્યું છે. 32 લાખથી ઉપર લોકોએ ફીડબેક આપ્યા હતા. સુરતના નગરજનોને હું અભિનંદન આપ્યું છું.

  વડોદરા દેશના રહેવા લાયક શહેરોમાં 8માં ક્રમે

  ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ એટલે કે રહેવાલાયક શહેરની આ અપ્રતિમ પ્રગતિ માટેનું સૌથી મોટુ કારણ નાગરિકોએ વડોદરા માટે જે હકારાત્મક પ્રતિભાવ આપ્યા તે છે. આ કેટેગરીમાં ક્વોલિટી ઓફ લાઇફ (જીવનની ગુણવત્તા માટે)79.50 પોઇન્ટ વડોદરાને મળ્યા છે. આ ઉપરાંત જીવનની ગુણવત્તામાં દેશમાં વડોદરા 5માં ક્રમે છે.

  આ પણ વાંચો :     સુરત : 'નેહા શર્મા'એ વધુ એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, 'નગ્ન' Video Viral કરવાની ધમકી

  શા માટે : આ વિશે સ્માર્ટ સિટી નોડલ ઓફિસર વિમલ બેટાઇએ જણાવ્યું કે, ‘ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં લગભગ 200 મુદ્દાઓની અને મ્યુનિસિપલ કામગીરીમાં 150 સવાલો પૂછ્યા હતા. આ માહિતી વ્યવસ્થિત, માગેલા પૂરાવાઓ-ફોટોગ્રાફ્સ સાથે સમયસર મોકલવામાં આવી હતી.’ આ વર્ષે જે ક્રાઇટેરિયા પર રેન્કિંગ અપાયા છે તેમાં ફેરફારો કરવામાં આવ્યાં છે. આ મહિનાઓ દરમિયાન શહેરમાં પાલિકા દ્વારા ઓનલાઇન ફેસેલિટી અને સ્માર્ટ લાઇટિંગની વ્યવસ્થા તથા શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે હકારાત્મક સુધારા કરતા રેન્કિંગ સુધર્યું છે.
  Published by:Jay Mishra
  First published:March 05, 2021, 12:31 pm

  ટૉપ ન્યૂઝ