એકબીજાની સહમતીથી કેવી રીતે છૂટાછેડા મેળવવા? જાણો કાયદાકીય પ્રક્રિયા

પ્રતિકાત્મક તસવીર

પરસ્પર સહમતીથી થતા છૂટાછેડામાં મુખ્યત્વે બે પ્રકારની અરજીઓની જરૂર પડે છે.

  • Share this:
 લગ્નસંબંધનો કાયદેસર અંત લાવવા માટે છૂટાછેડા લેવા ખુબ જરૂરી છે. કારણ કે છૂટાછેડા વિના પતિ-પત્નીમાંથી કોઈપણ બીજું લગ્ન નથી કરી શકતું. જો કોઈ છૂટાછેડા લીધા વિના બીજું લગ્ન કરે તો હિન્દૂ લગ્ન ધારા 1955ની કલમ 11 મુજબ લગ્ન ન થયા હોવાનું માનવામાં આવે છે. સાથે દોષિતને ભારતીય ફોજદારી કલમ 494 મુજબ 7થી 10 વર્ષની સખત કેદ પણ થઇ શકે છે. ત્યારે પતિ-પત્ની માટે એકબીજાની સહમતીથી છૂટાછેડા લેવા જરૂરી બને છે.

1. પરસ્પર સહમતીથી છૂટાછેડા શું છે?

જ્યારે પતિ-પત્ની બંનેએ એકબીજાની સહમતીથી એકબીજાથી અલગ થવાના નિર્ણય અંગે સમાધાન કર્યું છે, તો તેઓ પારિવારિક અદાલતમાં પરસ્પર સહમતિથી હિન્દૂ લગ્ન ધારા 1955ના 13B અને સ્પેશ્યલ મેરેજ એક્ટ 1954ના 28 સેક્શન અનુસાર છૂટાછેડાની અરજી કરી શકે છે.

2. છૂટાછેડાની અરજી ક્યાં દાખલ કરી શકાય?

છૂટાછેડાની અરજી તમે જ્યાં લગ્ન કર્યા હોય તે વિસ્તારની કે પછી જ્યાં પતિ-પત્ની છેલ્લે રહેતા હતા અથવા પત્ની રહેતી હોય તે વિસ્તારમાં આવેલી પારિવારિક અદાલતમાં દાખલ કરી શકાય છે.

3. શું હું જાતે પરસ્પર સહમતીથી છૂટાછેડાની અરજી કરી શકું?

કાયદો તેને પ્રતિબંધિત નથી કરતો, પરંતુ આ અંગે એક વિશેષ મુસદ્દો તૈયાર કરવો પડે છે. સાથે જ સલાહ આપવામાં આવે છે કે તમે તમારા અધિકારો સુરક્ષિત છે કે કેમ તે અંગે ખાતરી કરવા માટે તમે કોઈ વકીલનો સંપર્ક કરો.

4. પરસ્પર સહમતીથી છૂટાછેડા લેવાની પ્રક્રિયા શું છે?

પરસ્પર સહમતીથી થતા છૂટાછેડામાં મુખ્યત્વે બે પ્રકારની અરજીઓની જરૂર પડે છે.

હિન્દૂ વિવાહ અધિનિયમ, 1955ના પ્રથમ પ્રસ્તાવ u/s 13B(1) ની અરજીમાં નિવેદનો નોંધાયા બાદ બંને પક્ષોને અંતિમ નિર્ણય કરવા માટે ઓછામાં ઓછા 6 મહિના અને વધુમાં વધુ 18 મહિનાનો કુલિંગ પિરિયડ આપ્યો છે. જે બાદ બંને પક્ષો છૂટાછેડા પર સહમત થાય છે તો બંને પક્ષોએ હિન્દૂ મેરેજ એક્ટ,1955ના u/s 13B(2) મુજબ અરજી કરવાની રહેશે.

5. શું આ 6થી 18 મહિનાનો કુલિંગ પિરિયડ જતો કરી શકાય?

ભારતની સર્વોચ્છ અદાલતે 2017માં કહ્યું હતું કે, તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખતા નીચલી અદાલતો 4 શરતો હેઠળ આ સમયગાળામાંથી મુક્તિ આપી શકે છે. જેના માટે સેકન્ડ મોશન u/s 13B(2) અરજી કરવી પડશે, જેમાં કુલિંગ પીરીયડનો સમાવેશ ન થવા અંગે માહિતી હશે.

6. કોર્ટમાં પરસ્પર સહમતીથી થતા છૂટાછેડામાં બંને પાર્ટીઓની જગ્યાએ વકીલ રજુઆત કરી શકે?
હા.

7. પરસ્પર સહમતીથી થતા છૂટાછેડામાં કેટલો સમય લાગે છે?

વિવાદિત છૂટાછેડાનો નિર્ણય આવતા લમ્બો સમય લાગે છે, પરંતુ પરસ્પર સહમતીથી થતા છૂટાછેડામાં 1થી 2 મહિનામાં નિર્ણય આવી જાય છે.
Published by:Jay Mishra
First published: