Explained: શું છે નવી BH સિરીઝ નંબર પ્લેટ? કોણ-કોણ કરી શકે છે એપ્લાય, જાણો તમામ વિગતો

નવી BH સિરીઝ નંબર પ્લેટ (ફાઇલ તસવીર)

  • Share this:
મુંબઈ: સરકારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્હીકલ્સના ટ્રાન્સફર (Inter state vehicle transfer)ને વધુ સરળ બનાવી દીધું છે. ભારત સરકારે આ માટે ‘ભારત સિરીઝ’ (BH Series) વાહનો માટે એક નવો રજીસ્ટ્રેશન માર્ક લાગૂ કર્યો છે. નવા રજીસ્ટ્રેશન માર્કવાળા વાહનના માલિકને પોતાના વાહનને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાના વાહનને શિફ્ટ કરતી સમયે નવા રજીસ્ટ્રેશન માર્ક (New registration mark)ની જરૂરિયાત રહેશે નહીં. હાલ જે સિસ્ટમ લાગૂ છે, તેમાં બીજા રાજ્યોમાં વાહન લઇ જવા પર 12 મહીના બાદ વાહનનું ફરી રજીસ્ટ્રેશન (Vehicle registration) કરાવવું જરૂરી છે.

આપને જણાવી દઇએ કે અત્યારસુધી અલગ-અલગ રાજ્યોમાં વાહનોનો રોડ ટેક્સ (Road tax) અલગ હોય છે. ખાનગી વાહન માલિકને 15 વર્ષનો રોડ ટેક્સ ભરવો પડે છે. પરંતુ તેમ છતાં અન્ય રાજ્યમાં વાહન ચલાવવા પર ત્યાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવતી સમયે પણ રોડ ટેક્સ ભરવો પડે છે.

એવા લોકો કે જેઓ સ્થાનાંતરિત નોકરીઓ કરી છે, જેમ કે સંરક્ષણ, રેલવે, અન્ય સરકારી કર્મચારીઓ અથવા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ કે જેમની કંપની અન્ય રાજ્યોમાં આવેલી છે. તેઓને ઘણી વખત તેમના વાહનો અંગે લાંબા પેપર વર્ક કરવા પડે છે. તેથી આ જૂની સિસ્ટમને નવા નિયમો સાથે પરીવર્તિત કરાશે.

આ પણ વાંચો: Traffic rules: ટ્રાફિકના આ નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે થશે સસ્પેન્ડ, સરકારે આપી માહિતી

શું દરેક વ્યક્તિ માટે છે આ સુવિધા?

નવા રજીસ્ટ્રેશન માર્ક સાથે લોકોમાં એક સવાલ ઊભો થઇ રહ્યો છે કે, શું આ નવી સુવિધાનો ફાયદો દરેક વ્યક્તિ લઇ શકશે? તો જવાબ છે ના. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન અનુસાર, ‘BH સિરીઝ’ અંતર્ગત વ્હીકલ રજીસ્ટ્રેશનની આ સુવિધા સ્વૈચ્છિક રીતે સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્રીય સરકાર/રાજ્ય સરકાર/કેન્દ્રીય/રાજ્ય જાહેરક્ષેત્રના તેવા ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ/ સંસ્થાઓના કર્મચારીઓ માટે છે, જે ચારથી વધુ રાજ્યોમાં/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓફિસો ધરાવે છે.

કેવી હશે નવી બીએચ સિરીઝ નંબર પ્લેટ?

નંબર પ્લેટની શરૂઆત BHથી થશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન વર્ષના છેલ્લા બે આંકડાઓ હશે અને આગળ નંબર હશે. નંબર પ્લેટ કાળા અને સફેદ રંગની હશે. સફેદ બેકગ્રાઉન્ડ પર કાળા રંગથી નંબર લખવામાં આવ્યા હશે.

દા.ત. YY BH #### XX ફોર્મેટમાં હશે. જે 15 સપ્ટેમ્બરથી અમલીકરણમાં આવશે. અને સંપૂર્ણ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હશે.

કેટલી હશે ફી?

સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર 10 લાખ રૂપિયા સુધીની કિંમત પર 8 ટકા મોટર વ્હીલ ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 10-20 લાખ રૂપિયા સુધીના વાહનો પર 10 ટકા ટેક્સ અને 20 લાખથી વધુની કિંમતના વાહનો પર 12 ટકા ટેક્સ ચૂકવવો પડશે. બીજી તરફ ડીઝલ વાહનો પર 2 ટકા વધુ અને ઈલેક્ટ્રિક વાહનો પર 2 ટકા ઓછો ટેક્સ વસૂલવામાં આવશે. BH સીરીઝ હેઠળ 2,4,6,8 વર્ષ માટે મોટર વ્હિકલ પર ટેક્સ લાગશે. માર્ગ પરીવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ નિયમ લાવતા પહેલા ઘણા સૂચનો મેળવ્યા અને રાજ્યો સાથ વિચારણા પણ કરી હતી.
First published: