Explained: કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી, ભૂલથી પણ ન કરશો આ ભૂલોનું પુનરાવર્તન

Avoid These Mistakes In Corona Period: વિશેષજ્ઞો ત્રીજી લહેર અંગે ચેતવણી આપી રહ્યા છે ત્યારે આ બેદરકારી પડી શકે છે મોંઘી

Avoid These Mistakes In Corona Period: વિશેષજ્ઞો ત્રીજી લહેર અંગે ચેતવણી આપી રહ્યા છે ત્યારે આ બેદરકારી પડી શકે છે મોંઘી

  • Share this:
Avoid These Mistakes In Corona Period: કોરોના (Corona)ના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોના હજી સંપૂર્ણપણે ખતમ નથી થયો. કોરોણાની પ્રથમ અને બીજી લહેરે (Covid Second Wave) આખા દેશમાં કહેર વર્તાવ્યો હતો. ત્યારે વિશેષજ્ઞો અત્યારથી જ ત્રીજી લહેર (Corona Third Wave) અંગે ચેતવણી આપી રહ્યા છે. છતાં ઘણા લોકો કોરોનાને લઈને બેદરકારી (Negligence) દાખવી રહ્યા છે. તેઓ કોરોનાના નિયમો (Rules) નું પાલન નથી કરી રહ્યા અને સતત પોતાની ભૂલોનું પૂનરાવર્તન કરી રહ્યા છે. આજે અહીં જાણીશું કે કોરોનાકાળમાં આપણે કેવી ભૂલો કરવાથી બચવું જોઈએ.

માસ્ક ન પહેરવું

કોરોના વાયરસના નવા વેરિએન્ટ (Corona New Variant) આવ્યા બાદ વિશેષજ્ઞો લોકોને ડબલ માસ્ક પહેરવાની (Wear Double Mask) સલાહ આપી રહ્યા છે. છતાં લોકો માસ્ક પહેરવામાં પણ બેદરકારી દાખવી રહ્યા છે. જો લોકો માસ્ક પણ પહેરે છે, તો ઔપચારિકતા માટે જ પહેરે છે. જે તેમને વાયરસથી બચાવવામાં મદદ નથી કરી શકતું. કેટલાક લોકો તો તેમના ગળામાં માસ્ક લટકાવીને ફરતા હોય છે, જે સારું નથી. જો તમે સુરક્ષિત રહેવા માંગતા હોવ તો તમારે આ ભૂલ ન કરવી જોઈએ અને તમારે સર્જિકલ અથવા સારા કાપડવાળા માસ્ક અથવા N 95 માસ્ક પહેરવા જોઈએ.

આ પણ વાંચો, Guinness World Record: આ છે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ, 16000 રૂપિયામાં મળે છે માત્ર એક

સોશ્યલ ડિસ્ટન્સીન્ગનું પાલન ન કરવું

કોરોનાને નજરઅંદાજ કરીને લોકો આજકાલ સોશ્યલ ડિસ્ટન્સીન્ગ (Social Distancing)નું પાલન પણ નથી કરી રહ્યા. લોકો માર્કેટ, મોલ, ઓફિસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેદરકારી દાખવી રહ્યા છે. જેનું પરિણામ ખરાબ આવી શકે છે. જો તમે પોતાને અને પોતાના પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખવા માંગો છો, તો સોશ્યલ ડિસ્ટન્સીન્ગનું પાલન અવશ્ય કરવું જોઈએ.

આ પણ વાંચો, ચોમાસામાં ન ખાઓ લીલા પાંદળાવાળા શાકભાજી, થઈ શકો છો બીમારીઓના શિકાર

હાથ સાફ કરવા

આપણે કોઈપણ વાયરસથી બચવા માટે હાથની સફાઈ (Hand Washing Practice) રાખવી ખુબ જ જરૂરી છે. પરંતુ હવે તો લોકો તેનું પણ પાલન કરતા નથી. લોકો સમયસર હાથ ધોવાનું તો દૂર, પરંતુ જમતી વખતે પણ હાથ ધોવાની તસ્દી નથી લેતા. તેમજ બહાર જતી વખતે કે બહારથી આવતી વખતે સૅનેટાઇઝરનો ઉપયોગ પણ નથી કરતા. આ ભૂલ આપણને ખુબ ભારે પડી શકે છે. કોરોનથી બચવા માટે આપણે સમયસર હાથ ધોવા અને સૅનેટાઇઝ કરવા જોઈએ. આ આદત ભૂલવી ન જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: