કેન્દ્રએ 6 પરંપરાગત સબમરીન (Submarine)ના ઉત્પાદન માટે બોલ રોલિંગ સેટ કર્યુ છે, ભલે તેનો એક કાફલો ચીન (China) દ્વારા સંચાલિત થાય છે. દરિયાઈ હિતો અને વધુ શક્તિની મહત્વકાંક્ષા ધરાતા દેશો માટે સબમરીન એક આવશ્યક સંપત્તિ છે. પરંતુ ભારત (India) આ ક્ષેત્રમાં થોડું પાછળ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેશ સબમરીનના ઉત્પાદનને પ્રાથમિકતાના આધારે આગળ ધપાવી રહ્યું છે, અહીં તમારે આ જહાજો અને તેના દ્વારા થતા લાભો વિશે જાણવાની જરૂર છે.
ભારત પાસે કેટલી સબમરીન છે?
કહેવામાં આવે છે કે ભારત પાસે કુલ 18 ઓપરેશનલ સબમરીન છે, જે પૈકી 16 ડીઝલ-ઇલેક્ટ્રિક પ્રકારની છે. બાકીની બેમાંથી એક સ્વદેશી નિર્મિત બેલેસ્ટિક મિસાઇલ પરમાણુ સબમરિન(SSBN) છે, જ્યારે બીજી પરમાણુ સબમરિન(SSN) છે. જે રશિયાથી ભાડે લેવામાં આવી છે.
જો તમે વિચારી રહ્યા હોય કે સંક્ષેપનો અર્થ શું છે, તો તે ક્રમશઃ સબમરીન જહાજ બેલેસ્ટિક પરમાણુ અને સબમરીન જહાજ પરમાણુ છે. ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનને એસએસકે(SSK) પણ કહેવામાં આવે છે. જેમાં K એટલે ‘કિલર’ એમ થાય છે.
તેની સરખામણીમાં ચીનની પાસે મોટા કદની 70-80 સબમરીન છે, જેમાં ઓછામાં ઓછી 6 SSN છે, પીપલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN)ની પાસે પણ ચાર SSBN અને ઓછામાં ઓછી 50 SSK છે.
ગત મહીને જણાવવામાં આવ્યું હતું કે, રશિયા (Russia) પાસેથી લીઝ પર લેવામાં આવેલ અકુલા કલ્સા SSN, જેને ભારતીય સેનામાં INS ચક્ર નામ આપવામાં આવ્યું હતું, તે મૂળ દેશને પરત કરી દેવામાં આવી છે. આ બીજું SSN હતું, જેને ભારતે રશિયા પાસેથી લીઝ પર લીધું હતું. આ પહેલા જે હતું તેને પણ INS ચક્ર કહેવામાં આવતું હતું. કથિત રીતે તેને વર્ષ 1988માં તત્કાલીન USSR પાસેથી 3 વર્ષ માટે લીઝ પર લેવામાં આવ્યું હતું.
ભારતે વર્ષ 2019માં રશિયા સાથે એક SSNને ત્રીજી વખત 10 વર્ષના સમયગાળ માટે લીઝ પર લેવા માટે વધુ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. 3 બિલિયન ડોલરના સોદા અંતર્ગત રશિયા 2025 સુધી અકુલા શ્રેણીની સબમરીન ભારતને આપે તેવી આશા છે, જેને ચક્ર-3 તરીકે ઓળખવામાં આવશે.
વિવિધ પ્રકારની સબમરીન વચ્ચે શું છે તફાવત?
કાર્નેગી સાયન્સ સેન્ટર(CSC) અનુસાર, સબમરીનનો પહેલો યુદ્ધમાં રેકોર્ડ થયેલો ઉપયોગ 1776માં થયો હતો. જ્યારે નાના માનવ સંચાલિત 'કાચબા'નો ઉપયોગ અમેરિકા દ્વારા એક બ્રિટિશ જહાજને ડૂબાડવાના અસફળ પ્રયાસ તરીકે થયો હતો. જોકે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા ડિઝલ-ઇલેક્ટ્રિક વેસલને 19મી સદી પછી લોન્ચ કરવામાં આવી હતી.
ડીઝલ-ઇલેક્ટ્રિક ડ્રાઇવ દ્વારા સબમરીનને લાંબા અંતરની મુસાફરી માટેની પરવાનગી આપી છે. જે બાદ પાણીની નીચેના જહાજોની ક્ષમતા વધીને 6000 માઇલથી વધુ થઇ ગઇ છે. જેમ જેમ તેની શ્રેણીઓમાં વધારો થયો તેમ તેમ તેનો આકાર પણ વધતો ગયો. સીએસસી(CSC)ના જણાવ્યા અનુસાર, સબમરીન ટેક્નોલોજીમાં સૌથી મોટી પ્રગતિ 21 જાન્યુઆરી, 1954ના રોજ USS નોટિલસના પ્રક્ષેપણ સાથે થઇ, જે પહેલું પરમાણુ સંચાલિત જહાજ હતું.
પરમાણુ સંચાલિત સબમરીન અનિશ્ચિત સમય સુધી પાણીની અંદર રહી શકે છે અને તે માત્ર ખોરાક અને ક્રૂ મેમ્બર્સની જરૂરિયાતો માટે જ સપાટી પર આવે છે. યુએસ નેવલ ઇન્સ્ટીટ્યૂટ(USIN) અનુસાર, પારંપરિક ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનની સરખામણીએ પરમાણુ સબમરીનના ફાયદા વધુ છે.
જાણકારો અનુસાર, SSNની સરખામણી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન હકીકતમાં સબમર્સિબલ જેવી હોય છે. જ્યારે અન્યને સ્નોર્કલ કરવી પડે છે, એટલે કે ડીઝલ જનરેટરમાંથી એકઝોસ્ટને સાફ કરવા અને તેની બેટરી ચાર્જ કરવા માટે સબમરીનને વારંવાર પાણી પર લાવવી પડે છે. ઉપરાંત તે સ્નોર્કલિંગ દરમિયાન ધીમી પડી જાય છે. પરંતુ SSNમાં સ્નોર્કલિંગની જરૂરિયાત રહેતી નથી. તે સંપૂર્ણ ડૂબીને રહી શકે છે.
આ સાથે જ ઝડપમાં પણ મોટો તફાવત છે. USINના જણાવ્યા અનુસાર, SSN પાણીમાં ડૂબેલી હોય ત્યારે સતત 30 નોટિકલ માઇલ (55kmph)થી વધુની ઝડપ આપે છે, જે અન્ય સમકક્ષ ડીઝલ સબમરીનની સરખામણીએ વધારે છે.
SSN અને SSBN વચ્ચેનો તફાવત
બંને પ્રકારની સબમરીન પરમાણુ સંચાલિત છે, પરંતુ સબમરીનના આ બંને વર્ગો વચ્ચે તફાવત વ્યૂહાત્મક છે. SSBNએ એક નિવારક ભૂમિકા નીભાવે છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ આ સબમરીન તે દેશોમાં માટે પરમાણુ ટ્રાયડ તરીકે ઓળખાય છે. અન્ય બે પરીબળો વિમાન અને જમીન આધારિત મિસાઇલ છે. તેને ટ્રાયડનો ગુપ્ત ભાગ માનવામાં આવે છે, જેને અન્ય બે પરીબળો નષ્ટ થયા બાદ પણ પ્રહાર કરવા માટે ડિઝાઇન કરાયો છે. તેથી સામાન્ય યુદ્ધમાં તેનો વપરાશ કરવામાં આવતો નથી.
બીજી તરફ SSN હુમલો કરનાર સબમરીન છે અને પારંપરિક હથિયારો અને મિસાઇલોથી સજ્જ છે. તેને દુશ્મનોના ટાર્ગેટ સામે તૈનાત કરવામાં આવે છે. વિશાખાપટ્ટનમમાં ભારતે શિપ બિલ્ડિંગ સેન્ટરમાં સ્વદેશી આધારિત બે SSBN તૈયાર કરી છે. વર્ષ 2016માં પ્રથમ SSBN એવા INS અરિહંતને શરૂ કરાયું હતું અને બીજો INS અરિહંત વર્ષ 2017માં લોન્ચ કરાયું હતું અને ચાલુ થવાની પ્રક્રિયામાં છે.
ભારત પણ કથિત રીતે પોતાના SSN નિર્માણ માટે પ્રયાશીલ છે. નેવીએ સરકારને જણાવ્યું છે કે, ત્રીજા વિમાનવાહક બનાવવા માટે આ પ્રકારના 6 જહાજનો સમાવેશ કરવાની યોજનાના પ્રોજેક્ટ પર અગ્રિમતા આપશે.
સબમરીન શું છે, જેના માટે પ્રસ્તાવ માંગવામાં આવ્યો હતો?
રક્ષા મંત્રાયલય દ્વારા જાહેર કરાયેલ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RPF) 6 પારંપરિક ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન માટે છે, જેને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવશે. કેન્દ્રએ પાંચ વિદેશ આધારિત નિર્માતાઓની ઓળખ કરી છે- નેવલ ગ્રુપ ઓફ ફ્રાન્સ, જર્મનીનું TKMS, રશિયાનું SC ROE, દક્ષિણ કોરિયાનું દેવુ શિપબિલ્ડિંગ એન્ડ મરીન એન્જીનિયરિંગ કો. લિમિટેડ અને સ્પેનનું નવંતિયા – પ્રોજેક્ટ અને ભારતીય ભાગીદારો(માજગન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો)ને બોલીઓ જમા કરાવવા માટે આમાંથી દરેક કંપની સાથે ભાગીદારી કરવી પડશે.
" isDesktop="true" id="1117185" >
ભારતની ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન કાફલામાં કલવરી ક્લાસ જહાજ પણ સામેલ છે, જે ફ્રાંસની સ્કોર્પિયન શ્રેણીની સબમરીન પર આધારિત છે. જ્યારે સિંધુઘોષ શ્રેણીની સબમરીન રશિયાની સાથે એક કોન્ટ્રાક્ટ અંતર્ગત બનાવાઇ હતી. જર્મની દ્વારા વિકસિત કરાયેલ જહાજોની શિશુમાર શ્રેણી પણ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર