Home /News /explained /

Explained: કઇ રીતે સરકારની નજર સંપત્તિ દ્વારા 6 લાખ કરોડ રૂપિયા મેળવવા પર છે? જાણો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન વિશે

Explained: કઇ રીતે સરકારની નજર સંપત્તિ દ્વારા 6 લાખ કરોડ રૂપિયા મેળવવા પર છે? જાણો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન વિશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ

National Monetisation Pipeline- પાઇપલાઇનના અમલીકરણ અને દેખરેખને આગળ વધારવા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એસેટ મોનેટાઇઝેશન (CGAM)ના સચિવોના સશક્ત કોર ગૃપની રચના કરવામાં આવી છે

સંસદમાં વર્ષ 2021નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે (union finance minister Nirmala Sitharaman)જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર સંભવિત બ્રાઉનફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (National Monetisation Pipeline) ઊભી કરશે અને મહત્વકાંક્ષી નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) માટે ભંડોળ ઊભું કરવા અંગે નજર રાખશે, જે વર્ષ 2019માં સામે આવ્યું હતું. હવે NMPને નાણાંકીય વર્ષ 2022 અને નાણાકિય વર્ષ 2025ની વચ્ચે ચાર વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયાની મુદ્રીકરણની સંભાવના પર નજર રાખીને લોન્ચ કરવામાં આવ્યું છે. આ વિશે જાણો વિગતવાર.

NMP કઇ રીતે મદદરૂપ બનશે?

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવીનત્તમ અને વૈકલ્પિક ધિરાણ એકત્ર કરવા માટેના સાધન તરીકે એસેટ મુદ્રીકરણ કેન્દ્રનું મુખ્ય લક્ષ્ય છે. NMPના લોન્ચિંગ પહેલા એક નિવેદનમાં NITI આયોગે કહ્યું હતું કે, “NMPમાં કેન્દ્ર સરકારની બ્રાઉનફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સની ચાર વર્ષની પાઇપલાઇન છે.” જે તેની એસેટ મુદ્રીકરણની યોજનાઓ માટે વચગાળાનો રોડમેપ તૈયાર કરે છે. બ્રાઉનફિલ્ડ કોઇ પણ હાલની સંપત્તિ કે પ્રોજેક્ટ સૂચવે છે કે જે નવી એન્ટીટી એન્ટરપ્રાઇઝની સ્થાપના માટે ભાડે આપવામાં આવે છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયના એક ભાગ એવા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(DIPAM)એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે, “સંપત્તિ મુદ્રીકરણમાં અત્યાર સુધી બિન ઉપયોગી અથવા બિન ઉપયોગી જાહેર થયેલ સંપત્તિના મૂલ્યને અનલોક કરીને આવકના નવા સ્ત્રોતોનો સમાવેશ કરવામાં આવે છે.” વધુમાં જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રી સ્તરે તે માન્ય છે કે જાહેર સંપત્તિ તમામ અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.”

DIPAMએ વધુમાં કહ્યું કે, “સાર્વજનિક ક્ષેત્રની ઘણી સંપત્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે અને સરકાર અને કંપનીઓ તેમાં રોકાણ કરેલા ઇક્વિટી માટે વધુ નાણાંકીય લાભ અને મૂલ્ય બનાવવા માટે યોગ્ય રીતે મુદ્રીકરણ કરી શકે છે.” આ વિચાર તેવી જાહેર સંપત્તિમાં કરવામાં આવેલા રોકાણના મૂલ્યને અનલોક કરવાનો છે જેણે અત્યાર સુધીમાં યોગ્ય અથવા સંભવિત વળતર આપ્યું નથી.

આ પણ વાંચો - નાણાં મંત્રીએ 6 લાખ કરોડ રૂપિયાનો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો, જાણો શું છે આ

નિતી આયોગે સંપત્તિ મુદ્રીકરણ વિશે જણાવ્યું કે, તે રોકાણકારોને સાચી દિશા પ્રદાન કરશે. ભલે તે કંપની તેના શેરધારકો માટે આવકના અન્ય સ્ત્રોતો ઉભા કરે છે અને જાહેર સંપત્તિના વધુ સચોટ અંદાજમાં ફાળો આપે છે. જે સમય જતા સરકાર/જાહેર સંસાધનોના વધુ સારા નાણાંકીય વ્યવસ્થાપનમાં ઉપયોગ બનશે.

ક્યા પ્રકારની સંપત્તિઓનું મુદ્રીકરણ કરવામાં આવશે?

નિતી આયોગે MNP પર તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાઇપલાઇન હેઠળ સમાવિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇન મંત્રાલયોમાં રસ્તા, પરિવહન અને ધોરીમાર્ગો, રેલવે, પાવર, પાઇપલાઇન અને કુદરતી ગેસ, નાગરિક ઉડ્ડયન શિપિંગ બંદરો અને જળમાર્ગો, ટેલિકોમ્યુનિકેશન્સ, ખાદ્ય અને જાહેર વિતરણ, ખાણકામ, કોલસો, આવાસ અને શહેરી બાબતોને આવરી લે છે.

આમ NMPના ભાગરૂપે મુખ્ય ક્ષેત્રો રસ્તા, બંદર, એરપોર્ટ, રેલવે, વેરહાઉસિંગ, ગેસ અને પ્રોડક્ટ પાઇપલાઇન, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન, ખાણકામ, ટેલિકોમ, સ્ટેડિયમ, હોસ્પિટાલિટી અને આવાસ છે.

શું છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય?

નિતી આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમારે જણાવ્યું કે, “કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાકિય અને લાંબા ગાળાની પેશન્ટ મૂડી પર ટેપ કરીને બ્રાઉનફિલ્ડ જાહેર ક્ષેત્રની સંપત્તિમાં રોકાણના મૂલ્યને અનલોક કરવાનો છે. જે પછી વધુ જાહેર રોકાણ માટે લાભ લઇ શકાય છે.” તેમણે વધુમાં ઉમેર્યુ કે, “એમએનપી દ્વારા નાણા એકત્રિત કરવાની પ્રક્રિયામાં ખાનગીકરણ અથવા સંપત્તિની મંદીના વેચાણની સામે માળખાકિય કરારની ભાગીદારી સામેલ હશે. આ માખળા હેઠળની સંપત્તિની પ્રાથમિક માલિકી સરકાર પાસે રહેશે. જેમાં લેણદેણના અંતમાં જાહેર સત્તાને પરત સોંપવાનો ઉલ્લેખ કરાયો છે.”

પાઇપલાઇનના અમલીકરણ અને દેખરેખને આગળ વધારવા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એસેટ મોનેટાઇઝેશન (CGAM)ના સચિવોના સશક્ત કોર ગૃપની રચના કરવામાં આવી છે.
First published:

Tags: Business, National monetisation pipeline, Nirmala Sitharaman

આગામી સમાચાર