Home /News /explained /

Explained: પીએમ મોદીના આ નિવેદન બાદ શા માટે ONGCને વધ્યો ગ્રીન એનર્જીમાં રસ, તમે પણ જાણો

Explained: પીએમ મોદીના આ નિવેદન બાદ શા માટે ONGCને વધ્યો ગ્રીન એનર્જીમાં રસ, તમે પણ જાણો

ફાઈલ તસવીર

ભારત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા અને વધતી જતી ઉર્જા  (energy)જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઈંધણના વૈકલ્પિક સ્ત્રોત તરીકે ગ્રીન એનર્જી તરફ વધુને વધુ ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)એ પણ 15 ઓગસ્ટના રોજ દેશના સ્વતંત્રતા દિવસ પર ભારતના નેશનલ હાઇડ્રોજન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્લી:  ભારત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા અને વધતી જતી ઉર્જા  (energy)જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઈંધણના વૈકલ્પિક સ્ત્રોત તરીકે ગ્રીન એનર્જી તરફ વધુને વધુ ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)એ પણ 15 ઓગસ્ટના રોજ દેશના સ્વતંત્રતા દિવસ પર ભારતના નેશનલ હાઇડ્રોજન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જે પણ ગ્રીન એનર્જી (Green energy) સાથે સંકલિત છે. ત્યારે સરકારી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (Oil And Natural Gas Corporation)2040 સુધીમાં 10 જીડબલ્યુ રિન્યુએબલ ઉર્જા ક્ષમતાના લક્ષ્ય સુધી પહોંચવા મથામણ કરી રહી છે. આવી જ રીતે અન્ય કંપનીઓ પણ આ સ્પર્ધામાં શામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા IPCC રિપોર્ટમાં માનવતાને બચાવવા ચેતવણી આપવામાં આવી છે. જેમાં પૃથ્વી ઝડપથી બગડી રહી છે અને કલાઈમેટ ચેન્જમાં રોકવાની કોઈ અસર થઈ ન હોવાના સંકેત આપવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ગરમીના મોજા, ભારે વરસાદ, પૂર, દુષ્કાળ અને ચક્રવાત જેવી ઘટનાઓ વિશે ચેતવણી અપાઈ છે. આવી સ્થિતિમાં કલાઈમેટ ચેન્જને ધીમું કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વૈશ્વિક પ્રક્રિયાના કારણે વિશ્વભરની તેલ અને ગેસ કંપનીઓ તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા રિન્યુએબલ ઉર્જામાં રોકાણ કરે છે.

બીજી તરફ પેરિસ કમિટમેન્ટ મુજબ કામ કરવા માટે ભારતે 2030 સુધીમાં નોન-ફોસ્સીઅલ ઉર્જા સ્ત્રોતોથી તેની વીજ ઉત્પાદન ક્ષમતાને વધારીને 40 ટકા કરવી પડશે અને 450 GW રિન્યુએબલ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખવો પડશે. હાલ આ ક્ષમતા 100GWની છે.

કઈ કઈ ભારતીય કંપનીઓ દ્વારા રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં રોકાણ થયું?

કોલ, ગેસ અને ઓઇલ કંપનીઓએ રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે હાઇડ્રોજન અને અન્ય ક્લિન ટેકનોલોજીમાં રોકાણ કરવાનું વિચારવાનું શરૂ કર્યું હોવા છે, પણ તે ધીમું છે.

-ONGC દ્વારા 2040 સુધીમાં 10 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા તરફ આગળ વધે છે. જે વર્ષ 2020ની 178MWના ટાર્ગેટ કરતા વધુ છે.

- ગેલ દ્વારા પણ તેના 130 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વધારવા માટે હસ્તાંતરણ મુદ્દે વિચાર થઈ રહ્યો છે. કંપની 3-4 વર્ષમાં રિન્યુએબલ ક્ષમતા 1 GW સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.

- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે નાણાકીય વર્ષ 21ના ​​અંત સુધીમાં આશરે 233 મેગાવોટની રિન્યુએબલ ઉર્જા ક્ષમતા મેળવી હતી. આ કંપની દ્વારા ઈ વાહનોને ચાર્જ ફેસેલટી આપવા ધ્યાન કેન્દ્રિત કરાયુ છે. જેથી કંપનીએ 29 રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પર 257 ઇલેક્ટ્રિક ચાર્જિંગ અને બેટરી સ્વેપિંગ સ્ટેશન સ્થાપ્યા છે. હવે આ વ્યવસ્થાને વ્યાપક બનાવવા માટે કંપનીએ સન મોબાઈલ મોબિલિટી સાથે ભાગીદરી કરવાનું પણ વિચાર્યું હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: Explained: IPOમાં રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખો, આટલી ભૂલો ટાળો

- ઇલેક્ટ્રિક વાહનો અને સ્ટેશનરી સ્ટોરેજ માટે એલ્યુમિનિયમ-એર ટેકનોલોજી આધારિત બેટરી સિસ્ટમ્સ વિકસાવવા માટે ઇન્ડિયન ઓઇલે ઇઝરાયેલની બેટરી ટેકનોલોજી સ્ટાર્ટઅપ ફિનર્જી સાથે હાથ મિલાવ્યા હતા.

- દેશભરના વિવિધ રિટેલ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્થાપવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ટાટા પાવર સાથે જોડાણ કર્યું છે. આ ઉપરાંત તે પોતાની રિન્યુએબલ ક્ષમતા 133 MW સુધી લાવવા પણ પ્રયાસ કરે છે .
Published by:kuldipsinh barot
First published:

Tags: Explained, Naredndra modi, ઉર્જા, ઓએનજીસી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन