Home /News /explained /

Explained: અમેરિકન સરકારે ગણાવ્યા Johnson & Johnson કોવિડ-19 વેક્સીનના ફાયદા

Explained: અમેરિકન સરકારે ગણાવ્યા Johnson & Johnson કોવિડ-19 વેક્સીનના ફાયદા

પ્રતિકાત્મક તસવીર

આ વેક્સીનનો બેની જગ્યાએ માત્ર એક જ ડોઝ પર્યાપ્ત છે. આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે લાખો લોકો કોરોના વેક્સિનેશનની રાહ જોઈ રહ્યા હતા.

  નવી દિલ્હીઃ Moderna અને Pfizer બાદ અમેરિકામાં (America) ત્રીજી કોરોના વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શનિવારે Johnson & Johnson વેક્સિનને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. ત્યારે અમેરિકનોને આ વેક્સીન આગામી અઠવાડિયા સુધીમાં મળી જાય તેવી સંભાવના છે.

  આ વેક્સીનનો બેની જગ્યાએ માત્ર એક જ ડોઝ પર્યાપ્ત છે. આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે લાખો લોકો કોરોના વેક્સિનેશનની રાહ જોઈ રહ્યા હતા. સન્ડે નાઈટ (ઇન્ડિયા ટાઈમ) અનુસાર જોન્સ હોપકિન્સ યુનિવર્સીટીના ડેટાબેઝ મુજબ, અમેરિકામાં કોરોના 28.55 લાખ કેસ છે તેમજ 5 લાખ 12 હજાર લોકો કોરોનાઅને કારણે મૃત્યુ પામ્યા છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! ભાભીએ નણંદને કહ્યું "ક્યાં ગઈ પેલી લુખ્ખી?", ભાઈએ પત્નીનો લીધો પક્ષ

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

  ઉલ્લેખનીય છે કે, Johnson & Johnsonએ જૂન મહિનાના અંત સુધીમાં 100 મિલિયન ડોઝ આપવાનું કહ્યું છે . તો બીજી તરફ જુલાઈના અંત સુધીમાં Pfizer-BioNTech અને Modernaના 600 મિલિયન ડોઝ આપવામાં આવશે. જોકે, આ બંને રસીના બે ડોઝ લેવા પડશે. જેના કારણે દરેક અમેરિકનને સમયસર કોરોના વેક્સીન મળી રહેશે.

  અમેરિકન સરકારના ચેપી રોગના નિષ્ણાત ડો. એન્થોની એસ. ફૌસીએ શનિવારે અમેરિકનોને સલાહ આપી હતી કે યુ એસ ક્લિનિકલ ટ્રાયલમાં J&J રસીની 72% અસરકારકતા દર અંગે તેઓ ચિંતા ન કરે, કારણકે Moderna અને Pfizer-BioNTechના પરીક્ષણના અભ્યાસના આશરે 95% કરતા ઓછા છે.

  આ પણ વાંચોઃ-રાજકોટ : 'તું હવે મને નથી જોઈતી', પત્ની બે વખત બાઇક પરથી પડી ગઈ, રસ્તા વચ્ચે પત્નીને છોડી પતિ જતો રહ્યો

  આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

  ફૌસીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "નંબર ગેમ પર ચિંતા ન કરશો, કારણ કે આપણને જોઈએ છે તેટલી જ સારી રસી છે." તેમણે એમ પણ કહ્યું કે, 94 અને 72 ટકા વચ્ચેના તફાવતનું વિશ્લેષણ કરવાને બદલે એ સ્વીકારો કે હવે તમારી પાસે ખૂબ અસરકારક ત્રણ રસી છે.

  કોણે બનાવી છે આ રસી?
  આ કોરોના વેક્સીન બેલ્જીયમ બેઝડ કંપની Janssen ફાર્માસ્યુટિકલ્સે બોસ્ટન ખાતેની હાર્વર્ડ મેડિકલ સ્કુલના ઇઝરાયલ ડેકોન્સ મેડિકલ સેન્ટર સાથે મળીને બનાવી છે. ઉલ્લેખનીય છે કે, આ J&J વેક્સીન JNJ-78436735 અથવા Ad26.COV2.S. તરીકે ઓળખાય છે.

  કેવી રીતે કામ કરે છે આ વેક્સીન?
  આ વેક્સીન SARS-CoV-2 વાયરસના જિનેટિક ઇન્સ્ટ્રક્શન પર આધારિત છે. જે સ્પાઇક પ્રોટીનનું નિર્માણ કરે છે. જોકે, આ વેક્સીનમાં Pfizer-BioNTech અને Moderna વેક્સિનથી વિપરીત સિંગલ RNA છે, જ્યારે J&J વેક્સીનમાં ડબલ સ્ટ્રેંડ DNA રહેલા છે. આ રસીને ત્રણ મહિના સુધી 2-8° સે તાપમાને સ્ટોર કરી શકાય છે. કારણ કે J&J વેક્સીન એડેનોવાઇરસ આધારિત છે, જેથી mRNA ટાઇપની Pfizer અને Moderna વેક્સીન કરતા વધારે સ્ટ્રોંગ છે. તેમજ DNA, RNA જેટલું નાજુક નથી. જ્યારે એડેનોવાઇરસનું સખત પ્રોટીન કોટ તેની અંદરના જિનેટિક માટેરિયલને સુરક્ષા પ્રદાન કરે છે.  જણાવી દઈએ કે J&Jને માર્ચ મહિના માં અમેરિકન સરકાર તરફથી 456 મિલિયન ડોલરની સહાય મળી હતી. જોકે, J&Jએ જાન્યુઆરી 2020માં જ કોરોના વેક્સીન પર કામ શરુ કરી દીધું હતું. જે હેઠળ જુલાઈમાં 1/2 ફેઝના ટ્રાયલ અને સપ્ટેમ્બરમાં ત્રીજા ફેઝના ટ્રાયલ કરાયા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Covid 19 vaccine, Johnson & Johnson, Moderna, Pfizer

  આગામી સમાચાર