માર્ગ અકસ્માત (Accident)ની સંખ્યા સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત (Road Accident) પાછળ જવાબદાર છે. માર્ગ અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે છે, પરંતુ અકસ્માત થયા પછી શું તેનું જ્ઞાન ઘણી વખત લોકોને હોતું નથી. જેથી અહીં માર્ગ અકસ્માત બાદ ક્યાં, ક્યારે, કેવી રીતે અને શું કરવું પડે? તે અંગે વિગતો આપી છે.
અકસ્માત બાદ ઇજાગ્રસ્તને દવાખાને લઈ જવાની જવાબદારી કોની?
ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે તે માટેના તમામ પગલાં લેવાની જવાબદારી માર્ગ અકસ્માતમાં જવાબદાર વાહન ચાલક-માલિકની હોય છે.
ગોલ્ડન અવર એટલે શું?
"ગોલ્ડન અવર"નો અર્થ અકસ્માતમાં ગંભીર ઇજા થયા બાદના પ્રથમ કલાક સુધીનો સમયગાળો. આ સમય દરમિયાન દર્દીને તાત્કાલિક તબીબી સંભાળ આપીને દર્દીને મોતના મુખમાં ધકેલાતો બચાવી શકાય છે.
એવા વ્યક્તિને વાહન આપ્યું જેની પાસે લાયસન્સ ના હોય તો શું થાય?
આવી સ્થિતિમાં ચાલકને સાથે વાહનનો મલિક પણ એટલો જ જવાબદાર છે તેણે પણ નિયમ મુજબ ખાનાખરાબી અને વળતર આપવું પડે.
સગીર દ્વારા અકસ્માત સર્જાય તો?
સગીર દ્વારા આચરાયેલા આ પ્રકારના ગુનામાં વાહનનો માલિક અથવા સગીરના વાલીને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ ગુનો તેમની જાણ બહાર થયો છે, અથવા તેમને બનાવ બને નહીં તે માટે પ્રયાસ કર્યો હતો તેવું માલિક અથવા વાલી સાબિત કરી દે તો તેઓ જવાબદાર ગણાતા નથી. ઉપરાંત જો સગીરને કલમ 8 હેઠળ લર્નીગ લાયસન્સ મળ્યું હોય તો પણ તેમના ઉપર જવાબદારી રહેતી નથી. અંતે સગીરને જવાબદાર ઠેરવવામાં આવે તો જુવેનાઇલ એક્ટ 2000 હેઠળ કાર્યવાહી થાય છે.
જો હું પર્સનલ ઈંજરીનો દાવો કરું તો મારે કોર્ટમાં જવું પડશે?
ચાલકની વીમા કંપની તમારી ઈચ્છા મુજબનું વળતર આપવા તૈયાર થઈ જાય અને તમે સમાધાન કરવા માંગતા હોવ તો કેસ કોર્ટમાં નહીં જાય. અલબત્ત, સમાધાન ના થાય તો કોર્ટમાં જવા સિવાય છૂટકો નથી.
અકસ્માતમાં મોતના કિસ્સામાં મૃતકના પરિવારજનો મોટર વ્હીકલ એકટની કલમ 140 અથવા કલમ 162એ હેઠળ વળતર માંગી શકે છે. કલમ 140 હેઠળ નિશ્ચિત વળતર મળે છે. કાયદા હેઠળ નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ વળતર નક્કી થાય છે. અલબત્ત, રૂ.5 લાખથી વધુને વળતરનો કેસ કલમ 163એ હેઠળ ચાલે છે.
અકસ્માત સમયે સિટબેલ્ટ ના પહેર્યો હોય તો? મને વળતર મળી શકે?
આ બાબત અકસ્માત કયા રાજયમાં થયો છે તે ઉપર આધાર રાખે છે. કેટલાક રાજ્યમાં બેદરકારીભર્યા ડ્રાઇવિંગમાં વળતર ઓછું કરાતું નથી. કેટલાક રાજ્યોમાં સીટબેલ્ટ પહેર્યો ના હોય તો વળતર ઓછું થતું નથી.
જો માર્ગ અકસ્માતમાં પીડિતનું મોત થાય તો?
આઈપીસીની કલમ 304એ હેઠળ કારના ચાલકને સજા પડે. બેદરકારીભર્યા ડ્રાઇવિંગની કાર્યવાહી થાય છે.
(માહિતી - પ્રાચી મિશ્રા, સુપ્રીમ કોર્ટ લોયર)
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર