Home /News /explained /

Explained: જો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના થઈ જાય તો બીજો ડોઝ ક્યારે લેવો?

Explained: જો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના થઈ જાય તો બીજો ડોઝ ક્યારે લેવો?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

એક વાત નોંધી લો કે કોવેક્સીન અને કોવીશિલ્ડ તમને કોવિડ-19 થવાથી રોકતી નથી, પરંતુ ભવિષ્યમાં જો તમને COVID-19નું ઈંફેક્શન થાય છે તો તેની સામે તમારુ રક્ષણ કરે છે.

નવી દિલ્હી: આજથી એટલે કે પ્રતમ મેથી દેશમાં તમામ વયસ્ક માટે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તે માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કોવેક્સીનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર હોવું જરૂરી છે અને કોવીશિલ્ડના બે ડોઝ વચ્ચે 6થી 8 અઠવાડિયાનું અંતર હોવું જરૂરી છે. વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જો કોઈ વ્યક્તિને કોરોના થાય છે, તો તેણે 2થી 4 અઠવાડિયા બાદ કોરોનાનો બીજો ડોઝ લેવો જોઈએ. કોરોનાના તમામ લક્ષણ દૂર થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

જો કોઈ વ્યક્તિને તાજેતરમાં જ કોરોના થયો છે અને તે વેક્સીન લેવાનું વિચારે છે, તો તેણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કોરોનાના તમામ લક્ષણ દૂર થયા બાદ તે 1થી 3 મહિનામાં વેક્સીન લઈ શકે છે.

આ પણ વાંચો: US મુખ્ય ચિકિત્સા સલાહકાર ડૉક્ટર ફાઉચીએ કહ્યું, 'ભારતમાં કોરોનાને રોકવા લૉકડાઉન જરૂરી'

એક વાત નોંધી લો કે કોવેક્સીન અને કોવીશિલ્ડ તમને કોવિડ-19 થવાથી રોકતી નથી, પરંતુ ભવિષ્યમાં જો તમને COVID-19નું ઈંફેક્શન થાય છે તો તેની સામે તમારુ રક્ષણ કરે છે. વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ જો તમને કોરોના થાય છે, તો તમારે ફરીથી વેક્સીન લેવાની જરૂરિયાત નથી. તમે જે વેક્સીન લીધી છે તેની અસર જોવા મળશે અને કોવિડ-19 સામે લડવામાં મદદ કરશે.

આ પણ વાંચો: કોરોનાએ માનવતાને મારી નાખી! માતાના મૃતદેહ પાસે બે દિવસ બેસી રહ્યો માસૂમ, કોઈએ મદદ ન કરી

ઘણીવાર કોરોનાથી સંક્રમિત થયેલી વ્યક્તિમાં લક્ષણો જોવા મળતા નથી અને તે વેક્સીન લે છે તો તે અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેની કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી.

આ પણ વાંચો: COVID-19 in India: દેશમાં કોરોના બેકાબૂ બન્યો, એક જ દિવસમાં ચાર લાખ નવા કેસ, 3,523 દર્દીનાં મોત

વેક્સીનના ડોઝ તમારા શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ વધારવાનું કાર્ય કરે છે. નેચરલ ઈન્ફેક્શન મામલે શરીરમાં જે એન્ટીબોડી બને છે તે યોગ્ય સુરક્ષા પ્રદાન કરે છે કે નહીં તે કહી ન શકાય. નેચરલ ઈન્ફેક્શન મામલે એન્ટીબોડીનું સ્તર 6થી 9 મહિનામાં ઘટી શકે છે. વેક્સીન તમને લાંબાગાળા સુધી સુરક્ષા પ્રદાન કરે છે.

વેક્સીન લીધા બાદ ઈમ્યુનિટી કેટલા સમય સુધી કાર્યરત રહે છે તે વિશેના ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. બીમારીની સામે વેક્સીનની શોધ કરવામાં આવી છે, પરંતુ તેની સામે આપણી સમજ ખૂબ જ સીમિત છે. તે જૂના સ્ટ્રેઈન અથવા નવા મ્યુટેન્ટને કારણે થઈ શકે છે. વેક્સીન આ ગંભીર બીમારી સામે લડવામાં મદદ કરશે.

(ડૉ.પાંડા ICMR નવી દિલ્હીમાં એપિડેમિયોલોજી અને કમ્યુનિકેબલ ડિસીઝ ડિવીઝનના હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે.)
First published:

Tags: Coroanvirus, Corona vaccine, COVAXIN, COVID-19, Vaccine, ભારત

આગામી સમાચાર