Home /News /explained /Explained: દેશમાં અચાનક કેમ વધવા લાગ્યા છે COVID-19ના કેસ?
Explained: દેશમાં અચાનક કેમ વધવા લાગ્યા છે COVID-19ના કેસ?
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસ પુરુષ અને સ્ત્રીઓમાં અલગ અલગ રીતે અસર કરે છે. સામાન્ય રીતે પ્રોજેસ્ટેરોન સ્ત્રી અને પુરુષના શરીરમાં હોય છે. જોકે, જેમ-જેમ ઉંમર વધે તેમ તેમ સ્ત્રીમાં તેનું પ્રમાણ વધે છે. હજુ મોનોપોઝમાં આવી ના હોય તેવી મહિલાઓ માટે કોરોના વાયરસ ઓછો જોખમી છે. આવી મહિલાઓમાં કોરોનાના લક્ષણો પણ ઓછા જોવા મળે છે.
આ પાંચ કારણોથી ભારતમાં કોરોનાની બીજી લહેરનો વ્યાપ વધ્યો છે...ગુજરાતમાં આ કારણે છે કોવિડનો હાહાકાર
Corona Second Wave: કોવિડ-19નો પ્રકોપ ફરી એક વાર ભારતના રાજ્યોમાં વધતો જોવા મળી રહ્યો છે. દિલ્હી (Delhi Covid-19) અને મહારાષ્ટ્ર (Covid-19 Cases in Maharashtra) સહિત 8 રાજ્યોમાં સતત ગ્રાફ વધી રહ્યો છે. તો કેરળમાં સતત કેસ ઓછા થતા હોય એવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓના આધારે સમજીએ તો કોરોનાની આ નવી લહેર (Corona New Wave)માં 81 ટકાથી વધારે મોત માત્ર પાંચ રાજ્યોમાં થઈ છે. આ આંકડાઓ વચ્ચે જાણવું જરૂરી છે કે ભારતમાં કોરોનાની આ બીજી લહેર પાછળ વિશેષણો શું કારણ માની રહ્યા છે...
16 રાજ્યોના 70 જિલ્લામાં સૌથી ખરાબ સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, આ 70 જિલ્લામાં 1થી 15 માર્ચની વચ્ચે કોરોના કેસોમાં 150 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ 17 રાજ્યના 55 જિલ્લામાં સંક્રમણની ઝડપ 100થી 150 ટકા સુધી જોવા મળી. આ જિલ્લા મોટાભાગના પશ્ચિમ અને ઉત્તર ભારતનો છે.
આંકડાઓની ગંભીરતા એ છે કે આ લહેરમાં કોરોના સંક્રમણ દર સપ્તાહે 43 ટકા વધી રહ્યું છે, જ્યારે દેશભરમાં રોજ નોંધાતા મોતની સંખ્યા 37 ટકાની ઝડપથી વધતી જોવા મળી રહી છે. દેશભરના નવા કેસોના 76.22 ટકા હિસ્સો માત્ર ત્રણ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં 62 ટકા, કેરળમાં લગભગ 9 ટકા અને પંજાબમાં 5 ટકા છે.
નવી લહેરના શું છે કારણો?
ફેબ્રુઆરી મહિનામાં જ્યાં દેશભરમાં એક દિવસમાં 10 હજારથી પણ ઓછા કેસ નોંધાતા હતા, તો તેની સામે 20 માર્ચ સુધી સાપ્તાહિક સરેરાશ 31,651 નવા કેસોની રહી. હવે વિશેષજ્ઞો મુજબ જે અહેવાલો સામે આવી રહ્યા છે તે માનીએ તો એક નહીં, અનેક કારણોથી કેસો વધવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
પહેલું કારણ- પાંચ રાજ્યોમાં થોડાક દિવસોમાં જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તો લાંબા સમયથી ચૂંટણી રેલીઓ અને જાહેર કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. એક્સપર્ટ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ કેસો વધવાનું મોટું કારણ છે.
બીજું કારણ- છેલ્લા દોઢ મહિનાથી દેશભરમાં મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગોની સાથોસાથ અન્ય માંગલિક કાર્યક્રમોમાં પણ તેજી આવી છે. સામાજિક કાર્યક્રમો પણ વધી ગયા છે.
ત્રીજું કારણ- હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થયું, જેમાં દેશભરમાંથી લાખો નહીં, કરોડો લોકો સામેલ થયા. આ મેળામાં આયોજિત માંગલિક સામાજિક કાર્યક્રમ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સંબંધી નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું.
ચોથું કારણ- ડૉક્ટરો અને હેલ્થવર્કરોએ ગયા વર્ષે દિવસ-રાત કામ કર્યું તેથી આ વર્ષે કેસ લોડ ઓછો થતાં તેઓએ પણ આરામનો સમય કાઢ્યો. સમગ્ર સિસ્ટમ એક રીતે ઢીલી પડી.
પાંચમું કારણ- મીડિયાએ કોરોના સંક્રમણને લઈ કવરેજ ઓછું કર્યું, જેનાથી લોકોએ સંક્રમણને ઘણી હળવાશથી લેવાનું શરુ કરી દીધું. બીજી તરફ, લૉકડાઉન પૂર્ણ પણે ખુલી ગયું અને લોકો સામાન્ય જીવનમાં પરત ફર્યા તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી તકેદારીઓ રાખવાનું પણ છોડી દીધું.
ઈન્ટરનેશન ક્રિકેટ મેચો દરમિયાન પ્રેક્ષકોએ ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું અને ન તો માસ્ક પહેર્યા.
ગુજરાતમાં કેમ વધી રહ્યા છે કેસ?
એક્સપર્ટ્સનું માનીએ તો અન્ય રાજ્યોમાંથી લગ્ન અને વેપાર માટે પ્રવાસ વધવા લાગ્યો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ મોટા સ્તર પર આયોજિત કરવાના કારણે ગુજરાતમાં કેસ વધ્યા. સુરત જિલ્લામાં પ્રવાસી શ્રમિકોની સંખ્યા ઘણી વધારે છે, જેના કારણે રાજ્યમાં હાલ સૌથી વધુ કેસ ડાયમંડ સિટીમાં જ નોંધાઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર