Home /News /explained /તમારા પોર્ટફોલિયોમાં કેટલા ઈક્વિટી ફંડ હોવા જોઇએ? જાણો વિગતવાર

તમારા પોર્ટફોલિયોમાં કેટલા ઈક્વિટી ફંડ હોવા જોઇએ? જાણો વિગતવાર

2021ના પ્રથમ છ મહિનામાં જ ઇક્વિટી ફંડ્સના 34 NFOs જાહેર થયા

Equity funds in your portfolio: તમારા પોર્ટફોલિયોમાં એક આંતરરાષ્ટ્રીય ફંડ તમારા સંપૂર્ણ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવે છે અને લાંબા સમયે તમારા રીટર્નમાં મદદરૂપ બને છે.

મુંબઈ: રોકાણકારો ન્યૂ ફંડ ઓફર્સ (NFO) પ્રત્યે ફરી વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. વર્ષ 2021ના પ્રથમ 6 મહીનામાં ઇક્વિટી ફંડના 34 એનએફઓ શરૂ થયા છે. નિફ્ટી ઇન્ડેક્સ, ETF, વિશિષ્ટ માર્કેટ કેપિટલાઇઝેશન મેન્ડેટ વાળી યોજનાઓ વગેરે પર આધારિત વિવિધ પ્રકારો છે. એક ફંડ હતું, જે ક્લાઇમેટ ચેન્જના પ્રભાવો સામે લડતી કંપનીઓમાં રોકાણ કરતું હતું.

શું દરેક નવા પ્રસ્તાવોમાં રોકાણ કરવું જોઇએ?

વૈવિધ્યકરણ જોખમ ઘટાડવામાં મદદરૂપ બને છે, પરંતુ જો કાળજીપૂર્વક રોકાણ કરવામાં ન આવે તો તેનો કોઇ ફાયદો થતો મળી શકતો નથી. તો હકીકતમાં તમારે પોર્ટફોલિયોમાં કેટલી મ્યુચૂઅલ ફંડ (MF) સ્કીમ્સ રાખવી જોઇએ?

શું કોઇ યોજના તમારા પોર્ટફોલિયોમાં વેલ્યૂ ઉમેરી શકશે?

આ પહેલા પ્રશ્ન છે જે તમારે પૂછવો જોઇએ. જો તમે એક જ કેટેગરીમાં વિવિધ યોજનાઓના પોર્ટફોલિયો પર નજર કરશો તો શક્યતાઓ છે કે તમને ખાસ કરીને લાર્જ કેપ કેટેગરીમાં ઘણી સામાન્ય કંપનીઓ મળશે. જોકે, તેનાથી કોઈ ફેર નહીં પડે.

આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

ફિનફિક્સના સંસ્થાપક પ્રબલીન બાજપાઇના જણાવ્યા અનુસાર, હોલ્ડિંગ અને જાણકારી મેળવવા માટે તમારે ઓછામાં ઓછા ટોપ 15થી 20 હોલ્ડિંગ્સ તપાસી લેવા જરૂરી છે. રોકાણકારો પાસે વિવિધ માર્કેટ કેપમાં 3થી 4 ઇક્વિટી સ્કીમ હોઇ શકે છે - લાર્જ, મિડ અને સ્મોલ કેપ અને એક આંતરરાષ્ટ્રીય ફંડ.

એએસકે વેલ્થ એડવાઇઝરના મેનેજિંગ પાર્ટનર અને હેડ ફેમીલી ઓફિસ નિશાંત અગ્રવાલનું કહેવું છે કે, જ્યારે તમે વધુ માત્રામાં વૈવિધ્ય અપનાવો છો, ત્યારે બજારમાં તમારું પ્રભુત્વ પણ ઘટતું જાય છે. જે તમારા પોર્ટફોલિયોમાં મેજર બેન્ચમાર્ક સૂચકાંકોને આગળ ધપાવવામાં સમસ્યાઓ ઉભી કરે છે. નાણાકીય સલાહકારો અનુસાર, રોકાણકારોએ દરેક કેટેગરીમાં બેથી વધુ ફંડ ન રાખવા જોઇએ. જો તેમનો ઉદ્દેશ્ય ઊંચો છે તો તેમની પાસે વધુ સંખ્યામાં ફંડ હોઇ શકે છે.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

MoneyWorks ફાઇનાન્શિયલ સર્વિસીઝના સંસ્થાપક નિસરીન મામાજીના જણાવ્યા અનુસાર, તમારા ટૂંકા, મધ્યમ અને લાંબા સમયના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ઇક્વિટી, ડેટ કે ઇક્વિટી અને ડેટ ફંડના કોમ્બિનેશમાં રોકાણ કરી શકો છો. પોતાના ઉદ્દેશ્ય સુધી પહોંચવા મોટાભાગે 8-10 ફંડ રોકાણકારો માટે પર્યાપ્ત છે.

ઓછા કો-રિલેશન વાળા ફંડ શોધો

તમારા MF હોલ્ડિંગ્સમાં જો તમે વૈવિધ્ય લાવવા માંગો છો તો એક સરળ ઉપાય છે. તમે વિવિધ મેનેજમેન્ટ સ્ટાઇલ્સના ભંડોળમાં રોકાણ કરી શકો છો. એક્સિઓમ ફાઇનાન્શિયલ સર્વિસીઝના ચીફ એક્ઝીક્યૂટીવ ઓફીસર અને ડિરેક્ટર દીપક છાબરીયાના જણાવ્યા અનુસાર, દા.ત. એક્સિસ ફ્લેક્સિકેપ ફંડ રોકાણ માટે વિકાસની રીત અનુસરે છે, જ્યારે ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સિકેપ ફંડ રોકાણ માટેની મૂલ્યની રીત અનુસરે છે. તેથી આ ફંડોના સ્ટોક હોલ્ડિંગ્સમાં વધુ અંતર હોવાથી શક્યતાઓ છે.

આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

તમારા પોર્ટફોલિયોમાં એક આંતરરાષ્ટ્રીય ફંડ તમારા સંપૂર્ણ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવે છે અને લાંબા સમયે તમારા રીટર્નમાં મદદરૂપ બને છે. એસ એન્ડ પી ડો જોન્સ ઇન્ડેક્સ દ્વારા 40 વર્ષના આંકડાઓ અંગે કરાયેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, યુએસ ઇન્ડેક્સ S&P અને S&P BSE સેન્સેક્સના સંયુક્ત પોર્ટફોલિયોએ તેમાંથી દરેક ઇન્ડેક્સ દ્વારા અપાયેલ વ્યક્તિગત રિટર્નની સરખામણીએ વધુ રિટર્ન આપ્યું છે. તેની ખાતરી કરવા માટે, નિયમિત અંતર પર બે સૂચકાંકની વચ્ચે રિબેલેન્સિંગ, એટલે કે ઘટતા સૂચકાંકમાં રોકાણમાં વૃદ્ધિએ સારા પ્રદર્શનમાં ફાળો આપ્યો છે.

આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

તમારા વૈવિધ્યકરણને માત્ર ઇક્વિટી સુધી સિમિત ન રાખો. ફિક્સ્ડ ઇન્કમ ઇન્ટ્રૂમેન્ટ્સ, સોનું, ઇક્વિટી, સ્મોલ સેવિંગ ડિપોઝિટ્સ, રોકડ વગેરે વિવિધ એસેટ ક્લાસમાં પણ રોકાણ કરો. જે વિવિધ રિસ્ક રિટર્ન આપે છે.

દા.ત. જ્યારે કોઇ વૈશ્વિક સંકટ આવે છે અને રોકાણકારો જોખમ ટાળવા માંગે છે તો તેઓ ઇક્વિટીથી બચે છે અને સોના તરફ આકર્ષાય છે. તેનાથી એવી સ્થિતિ પેદા થાય છે જેમાં ઇક્વિટીની કિંમતોમાં ભારે ઘટાડો થાય છે અને સોનાની કિંમતમાં ઝડપથી વધારો થાય છે.

કોર પોર્ટફોલિયોમાં સેક્ટર, થીમેટિક ફંડથી રહો દૂર

તમે તમારા વાર્ષિક બોનસ અથવા સરપ્લસ ફંડનો ઉપયોગ કરીને ફંડ હાઉસ દ્વારા શરૂ કરવામાં આવતી સેક્ટર અને થીમેટિક સ્કીમમાં વિવિધતા લાવી શકો છો.

મામાજીના જણાવ્યા અનુસાર, સેક્ટર કે થીમેટિક ફંડ્સ હાઇ રિસ્ક રિટર્ન સ્ટ્રેટેજી છે. મોટા ભાગે તે અસ્થિર હોઇ શકે છે અને તમારા ઉદ્દેશ્યની યોજના બનાવવામાં તેના પર ભરોસો કરી શકાય નહીં.

આ પણ વાંચો: ચોમાસામાં આ ત્રણ વીમા પોલિસી લેવી સલાહભર્યું, ખરીદી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

રોકાણકારો આટલી રકમ જમા કરવા માટે એક અલગ પોર્ટફોલિયો બનાવી શકે છે. તમારા મુખ્ય પોર્ટફોલિયોમાં વધુ પડતા ડાયવર્સિફાઇડ ઇક્વિટી, હાઇબ્રિડ અને ડેટ ફંડ સામેલ હોવા જોઇએ, જે તમારી જોખમ લેવાની ક્ષમતા અને તમારા ઉદ્દેશ્ય પર આધાર રાખે છે. (JASH KRIPLANI- Moneycontrol)
First published:

Tags: Equity funds, Mutual fund, NFO, Portfolio, Share market, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन