Home /News /explained /Emergency 1975: 48 કલાકમાં એવું તો શું થયું કે ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાગુ કરવાનું નક્કી કરી લીધું

Emergency 1975: 48 કલાકમાં એવું તો શું થયું કે ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાગુ કરવાનું નક્કી કરી લીધું

ઈન્દિરા ગાંધી ફાઈલ તસવીર

24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કેટલાક સીનિયર કોંગ્રેસ નેતાઓ વિચારતા હતા કે પાર્ટીના હિતમાં શ્રીમતી ગાંધીએ રાજીનામું આપવું જરૂરી છે. જો તે સંસદમાં મતદાન નહીં કરી શકે તો અસરકારક રીતે સરકારનું નેતૃત્વ કેવી રીતે કરશે.

વધુ જુઓ ...
Emergency 1975: 25 જૂન 1975ની રાતે અંદાજે રાત્રે 11.30 કલાકે તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ (ex Prime Minister Indira Gandhi) દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. 12 જૂનના રોજ અલાહાબાદ હાઈકોર્ટમાં (Allahabad High Court) ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાયબરેલી લોકસભા ચૂંટણીમાં (Rae Bareli Lok Sabha elections) અનિયમિતતાઓ મામલે નિર્ણય થયા બાદ દેશમાં રાજકીય ઘટનાઓએ જોર પકડ્યું હતું. ઈમરજન્સી લાગુ થયા પહેલાના એકદમ બે દિવસ દરમિયાન ઈન્દિરા ગાંધીની આસપાસ શું ચાલી રહ્યું હતું, તે અંગે રામચંદ્ર ગુહાનું પુસ્તક “ઈન્ડિયા આફ્ટર નહેરૂ”માં (India after Nehru) જણાવવામાં આવ્યું છે કે, “23 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં શ્રીમતી ઈન્દિરા ગાંધીની અરજી પર સુનાવણી શરૂ થઈ.

ત્યારબાદના દિવસે જસ્ટિસ વી આર કૃષ્ણા ઐયરે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયો પર કેટલીક શરતો સાથે રોક લગાવી દીધી. અદાલતે કહ્યું કે શ્રીમતી ગાંધી સંસદમાં ઉપસ્થિત થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તેમની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી સંસદમાં થનાર મીટિંગમાં તેઓ ભાગ નહીં લઈ શકે.” ઈન્ડિયન એક્સપ્રેસે 25 જૂનના અંકમાં પ્રકાશિત કર્યું કે પ્રધાનમંત્રીએ વ્યક્તિગત હિત અને દેશના હિત માટે રાજીનામું આપી દેવું જોઈએ.

કોંગ્રેસના સીનિયર લીડર શું વિચારી રહ્યા હતા
રામચંદ્ર ગુહાએ લખેલ પુસ્તક અનુસાર, “24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કેટલાક સીનિયર કોંગ્રેસ નેતાઓ વિચારતા હતા કે પાર્ટીના હિતમાં શ્રીમતી ગાંધીએ રાજીનામું આપવું જરૂરી છે. જો તે સંસદમાં મતદાન નહીં કરી શકે તો અસરકારક રીતે સરકારનું નેતૃત્વ કેવી રીતે કરશે. તેમને સલાહ આપવામાં આવી કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ તેમને આરોપમુક્ત ન કહે, ત્યાં સુધી તત્કાલીન સ્વરૂપે રાજીનામું આપીને કોઈપણ મંત્રીને પ્રધાનમંત્રીની ખુરશી આપી દે. તેમના સહયોગીઓ અને વકીલોને વિશ્વાસ હતો કે શ્રીમતી ગાંધી નિર્દોષ સાબિત થશે.”

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

ઈન્દિરા ગાંધી નક્કી કર્યું હતું કે તે રાજીનામું નહીં આપે
પ્રધાનમંત્રી પદ માટે કદાચ સ્વર્ણ સિંહના નામનું સૂચન કરવામાં આવ્યું હતું, જે એક બિન વિવાદાસ્પદ નેતા હતા. સંજય ગાંધી અને સિદ્ધાર્થ શંકરે તેમને રાજીનામું ના આપવાની સલાહ આપી. સિદ્ધાર્થ શંકર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને એક જાણીતા વકીલ હતા. આ સમય દરમિયાન તેઓ ઈન્દિરા ગાંધીને સલાહ આપવા માટે દિલ્હી આવ્યા હતા. ઈન્દિરાએ 24 જૂનની રાત સુધીમાં નક્કી કરી લીધુ હતું કે તે રાજીનામું નહીં આપે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

ઈન્દિરાએ પહેલાથી જ ઈમરજન્સી લાગુ કરવાનું નક્કી કરી લીધું હતું
જાણીતા પત્રકાર કુલદીપ નાયરના પુસ્તક “બેયોન્ડ ધ લાઈન્સ- એન ઓટોબાયોગ્રાફી” અનુસાર “ઈન્દિરા ગાંધીએ 22 જૂનના રોજ ઈમરજન્સી લાગુ કરવાની યોજના બનાવી દીધી હતી. 25 જૂનની સવારે તેમણે તેમના વિશ્વાસપ્રદ સાથીઓ સાથે આ વિશે વાત કરી હતી.”

આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

25 જૂનની સાંજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
એકવાર નિર્ણય કર્યા બાદ તેને ખૂબ જ ઝડપથી લાગુ કરવામાં આવ્યો હતો. 25 જૂનના રોજ સિદ્ધાર્થ શંકરે દેશમાં આંતરિક ઈમરજન્સી લગાવવા માટે એક અધ્યાદેશનો મુસદ્દો તૈયાર કર્યો. અધ્યાદેશ રાષ્ટ્રપતિ સામે રજૂ કરવામાં આવ્યો. 25 જૂનની મધરાત્રી પહેલા જલ્દી જલ્દીમાં તેના પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા.

આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

25 જૂનના રોજ વિપક્ષી નેતાઓએ મોટી જનસભા કરી હતી
ડેક્કન હેરાલ્ડમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો. આ રિપોર્ટ પ્રકાશિત કરનાર લેખક રવિ વિશ્વેરૈયા શારદા પ્રસાદ હતા, જે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના સલાહકાર એચવાઈ શારદા પ્રસાદના પુત્ર છે. 25 જૂનની સાંજે જય પ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ નારાયણ, નાનાજી દેશમુખ, મદનલાલ ખુરાના અને અનેક નેતાઓએ રામલીલા મેદાનમાં વિશાળ જનમેદની હાજરીમાં જનસભાને સંબોધન કર્યું. જનસભાએ ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગ કરી. જે.પી.નું એ ભાષણ જેના કારણે તેમના સહયોગીઓ પણ વિચલિત થઈ ગયા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

જે.પી.એ ભડકાઉ ભાષણ આપ્યું તેમણે રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિઓ બોલીને તેમણે ઈન્દિરા ગાંધી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, “સિંહાસન ખાલી કરો... જનતા આવે છે”. આ ભાષણમાં તેમણે સેના અને પોલીસને આહ્વાન કર્યું કે તેઓ સરકારના અનુચિત અને સંવૈધાનિક આદેશો માનવાની ના પાડી દે. જે.પી.ની આ બાબતો નિયમો અને કાયદાને હંમેશા પાબંદ રહેતા અને અનુશાસનને પસંદ કરતા મોરારજીને બિલ્કુલ પણ પસંદ ના આવી. મોરારજીની જે.પી. સાથે તકરાર થઈ ગઈ. જેના પર સુબ્રમણ્યમ સ્વામીએ બચાવ કર્યો. બીજૂ પટનાયકે જે.પી.ને ચેતવતા કહ્યું કે ઈન્દિરા ગાંધી હવે કડક કાર્યવાહી કરી શકે છે. તેમણે જે.પી.ને જણાવ્યું કે આપણે અતિવાદી વલણથી બચવું જોઈએ અને અમારી સામે તેમની સાથે સમજૂતી કરવાનો સમય છે.
" isDesktop="true" id="1108080" >અધિકારીઓ સાદા કપડામાં તૈનાત હતા
તે બાદ દીન દયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત રાધાકૃષ્ણના આવાસમાં મોરારાજી, જેપી સહિત અનેક નેતાઓ ડીનર કરવાના હતા. જ્યાં સ્વામીએ નોટિસ કર્યું કે ઘરની બહાર ઈન્ટેલિજેન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાદા કપડામાં તૈનાત હતા. સ્વામીને લાગ્યું કે ઈન્દિરા ગાંધી દેશમાં માર્શલ લૉ લગાવી શકે છે અને ધરપકડ થઈ શકે છે. જે.પી. અને મોરારજીએ કહ્યું કે નહેરુની દીકરી આ પ્રકારે કરવાનું વિચારી પણ શકે નહીં.
First published:

Tags: Emergency, ઇન્દિરા ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन