પૃથ્વી પર અનેક રહસ્યો છે તથા અનેક માની ન શકાય તેવા તથ્યો પણ રહેલા છે. આ પ્રકારના તથ્યો વિશે જાણીને રિસર્ચર્સ અને વૈજ્ઞાનિકો અચંબામાં મુકાઈ જાય છે. વૈજ્ઞાનિકોને પૃથ્વીની નીચેના એક રહસ્યની જાણકારી મળી છે, જે ધીરે ધીરે પૃથ્વીની કોર (Earth's Iron Core) તરફ આગળ વધી રહ્યું છે. પૃથ્વીના પેટાળમાં થઈ રહેલ આ અસામાન્ય ગતિવિધિ પાછળનું કારણ જાણી શકાયું નથી. ધ ઈન્ડિપેન્ડેન્ટના એક રિપોર્ટ અનુસાર બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (University of California)ના ભૂકંપ વૈજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે ઈન્ડોનેશિયા (Indonesia)ના બાંદા સાગર નીચે મધ્યમાં એક આયર્ન કોર (Iron Core) ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.
પીગળેલી ધાતુની વૃદ્ધિ આયર્ન ક્રિસ્ટલના કારણે ઉત્પાદિત થાય છે, જ્યારે પીગળેલુ લોખંડ ઠંડુ થાય છે ત્યારે તેના પર ક્રિસ્ટલ બને છે. કોઈ અજાણ્યા કારણોસર ઈન્ડોનેશિયા હેઠળ પૃથ્વીનું બહારનું આવરણ બ્રાઝીલ હેઠળ વિરુદ્ધ દિશામાં તેજ ગતિથી ગરમીને દૂર કરી રહ્યું છે. લોખંડ ઠંડુ થવા પર ક્રિસ્ટલ ઝડપથી બની રહ્યા છે. જેના પરિણામસ્વરૂપે પૃથ્વીના આવરણનો અસમાન વિકાસ થયો છે.
સંશોધકો માને છે કે પૃથ્વીના આવરણના અસમાન વિકાસને કારણે પૃથ્વીના મેગ્નેટીક ક્ષેત્ર પર અસર કરી શકે છે, જે પૃથ્વીના આંતરિક ભાગથી અંતરિક્ષમાં ફેલાયેલ છે અને સૌર હવાઓ સાથે જોડાયેલ છે. આયર્ન સોલિડ પૃથ્વીનું આવરણ બહારના દ્રવ્ય આવરણ અને મૃદાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વીના આવરણ પર ક્રિસ્ટલયુક્ત લોહ અને મૃદાવરણના કારણે ઉત્પન્ન થતી ગરમી બહારના વાતાવરણ તરફ વધે છે. જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલ ઠંડા મટારિયલ સાથે અથડાય છે. આ કારણોસર મેગ્નેટીક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે.
આંતરિક આવરણમાં પશ્ચિમ કરતા પૂર્વમાં અધિક ગરમી દૂર થાય છે, તો બહારનું આવરણ પણ પૂર્વ તરફ આગળ વધશે જેના કારણે ફેરફાર થાય છે. આ પરિવર્તનને કારણે મેગ્નેટીક ક્ષેત્રમાં પરિવર્તન થશે કે નહીં તેનું સંશોધનકર્તા દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું નથી.
" isDesktop="true" id="1107993" >
પૃથ્વી 4 અરબ વર્ષ કરતા અધિક જૂની હોઈ શકે છે. આંતરિક આવરણ માત્ર અડધા અરબથી 1.5 અરબ વર્ષ જૂનું છે. આંતરિક આવરણમાં 30 વર્ષનું રહસ્ય રહેલું છે સંશોધનકર્તા ઘણા સમયથી આ રહસ્યને જાણવાની કોશિશ કરી રહ્યા છે. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે શા માટે ક્રિસ્ટલયુક્ત લોહ આવરણ પૃથ્વીના રોટેશનલ અક્ષ સાથે પૂર્વની સરખામણીએ પશ્ચિમમાં અધિક સંરેખિત થાય છે. લોહ ક્રિસ્ટલની વિષમતાને કારણે ભૂકંપીય તરંગો ભૂમધ્ય રેખાની સરખામણીએ ઉત્તર-દક્ષિણ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. આ તફાવત આવરણના વિકાસનું સ્પષ્ટીકરણ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર