Home /News /explained /ભારતનો EOS સેટેલાઇટ ગેમચેન્જર સાબિત થયો હોત.. પણ ક્રાયોજેનિક એન્જીને બાજી બગાડી

ભારતનો EOS સેટેલાઇટ ગેમચેન્જર સાબિત થયો હોત.. પણ ક્રાયોજેનિક એન્જીને બાજી બગાડી

સેટેલાઈટની ફાઈલ તસવીર

Earth Observation Satellite launch: GISAT-1ને ભારતીય ઉપખંડ પર નજર રાખવા અને સુરક્ષા તેમજ કૃષિ ક્ષેત્રમાં ખાસ જાણકારી આપવા માટેનું સાધન ગણવામાં આવતું હતું. દેશના મહાન વિજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની જન્મજયંતિએ તેનું લોન્ચિંગ થયું હતું.

વધુ જુઓ ...
EOS ISRO satellite launch: 12 ઓગસ્ટ ભારતીય વૈજ્ઞાનિકો માટે ખૂબ મોટી સફળતાનો દિવસ બની જાત.. પણ ક્રાયોજેનિક એન્જીનમાં ક્ષતિના કારણે સફળતા હાથવેંત દૂર રહી ગઈ. ઇસરો (ISRO) દ્વારા દેશના પ્રથમ અને મહત્વના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS)નું લોન્ચિંગ સફળતાપૂર્વક કરાયું પણ તેને ઓર્બીટમાં સ્થાપિત કરી શકાયો નથી. GISAT-1ને ભારતીય ઉપખંડ પર નજર રાખવા અને સુરક્ષા તેમજ કૃષિ ક્ષેત્રમાં ખાસ જાણકારી આપવા માટેનું સાધન ગણવામાં આવતું હતું. દેશના મહાન વિજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની જન્મજયંતિએ તેનું લોન્ચિંગ થયું હતું. સેટેલાઇટની ખાસ ક્ષમતાના કારણે તેને ભારતની આંખ ગણવામાં આવતી હતી.

GISAT-1 એટલે શું?
GISAT-1ને ઇસરો દ્વારા તૈયાર કરાયો હતો. જે સ્પેશિયલ ઈમેજિંગ સેટેલાઇટ છે. આ સેટેલાઇટને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ભારતના સ્વદેશી જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ F10 (GSLV-F10) દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ઓર્બીટમાં સ્થાપિત થવામાં સફળ રહી શક્યો નથી.

પ્રથમ વખત થયો નવી ટેકનોલોજીનો ઉપયોગ
2 ટનથી વધુ વજનના આ સેટેલાઇટમાં ઇસરોએ પ્રથમ વખત ઓગીવ આકારના ફેયરિંગ (Ogive-shaped fairing)નો ઉપયોગ કર્યો હતો. જે બંદૂકની ગોળીને જેમ પોઇન્ટેડ પણ વક્ર સપાટી ધરાવે છે. જેના કારણે પેલોડનું પ્રમાણ વધી જાય છે.

કઈ ઊંચાઈ પર સ્થાપિત?
GSLV-F10 દ્વારા આ સેટેલાઇટને જિયોસિંક્રોનસ સ્થાનાંતરણ કક્ષમાં પહોંચાડવાનો હતો. જ્યાં તેને ખાસ ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા લગભગ 36 હજાર કિમીની ઊંચાઈ એ ભુસ્થિર કક્ષમાં પહોંચાડવાનો હતો. આ ઉપગ્રહનું કોડનેમ EOS-03 છે. આ GSLVની 14મી ફ્લાઇટ હતી. ઉપગ્રહમાં 6-બેન્ડ મલ્ટીસ્પેક્ટ્રલ વિઝ્યુઅલ અને નિયર ઇન્ફ્રા-રેડના 42-મીટર રિઝોલ્યુશનના પેલોડ ફોટો-સેન્સિટિવ સેન્સર હતા.

કઈ રીતે કામ કરે છે આ સેટેલાઇટ?
ભૂસ્તર ઉપગ્રહ (Geostationary satellit) પૃથ્વીની ભૂમધ્ય રેખાની ઉપર સ્થિત હોય છે અને આકાશમાં એક જ પોઇન્ટ પર સ્થિર રહેલ દેખાય છે. અલબત્ત, સેટેલાઇટ ક્યારેય સ્થિર હોતા નથી. તે સતત ચાલતા હોય છે. તે પૃથ્વીના રોટેશન સાથે જ ફરતા હોવાથી તે એક જ જગ્યાએ દેખાય છે.

શું થાય છે ફાયદો?
આ રીતે GISATને પૃથ્વીનો એક આંટો મારતા 24 કલાક થાય છે. પૃથ્વીની સાથે જ તે એક ચક્કર લગાવે છે. આવા ઉપગ્રહોને જમીન પર રહેલા કોમ્યુનિકેશન મેળવતા કેન્દ્રને એક જ દિશામાંથી સંકેત મળે છે અને સમય મુજબ વારંવાર વ્યવસ્થિત કરવાની જરૂર રહેતી નથી. જોકે, પૃથ્વીની નીચલી કક્ષા સ્થાપિત સેટેલાઇટમાં આવું કરવું પડે છે.

ક્યાં-ક્યાં થશે ઉપયોગ?
ઈસરોનું કહેવું છે કે, ભારત હવે દુનિયાના સૌથી વધુ દૂર રિમોટ સેન્સિંગ ઉપગ્રહોના સમૂહના દેશોમાં સામેલ થઈ ગયો છે. જેનો ઉપયોગ પૃથ્વીના અવલોકનોનો ડેટા એકત્ર કરવા માટે થાય છે. આ ડેટાનો ઉપયોગ કૃષિ, જળ સંસાધનો, સીટી પ્લાનિંગ, ગ્રામીણ વિકાસ, ખનિજ તપાસ, પર્યાવરણ, વનીકરણ, સમુદ્ર સંસાધનો અને આપત્તિ વ્યવસ્થાપન માટે થવાનો હતો.

ભારત માટે ગેમ ચેન્જર
ભારત માટે આ આધુનિક ઇમેજિંગ સેટેલાઇટ ગેમચેન્જર સાબિત થઈ શકવા સક્ષમ હતો. તેના હાઈ રીઝોલ્યુશન કેમેરા દેશના મહાસાગરો અને જમીનનું સતત અને વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરી શકતા હતા. જો તે, સફળતાપૂર્વક સ્થાપિત થયો હોત તો તેની ઉપયોગિતા સંરક્ષણ ક્ષેત્રમાં ખૂબ અસરકારક હોત.

આ પણ વાંચોઃ-શોધમાં થયો મોટો ખુલાસો: મસ્તિષ્ક બન્યા પહેલા જ વિકસિત થઇ ગયું હતું માણસનું ‘બીજું મગજ’

કુદરતી અફતોની વ્યવસ્થામાં સુધારો
આ સેટેલાઇટનો ઉપયોગ કુદરતી આફત સમયે નજર રાખવા થઈ શક્યો હોત, જેના કારણે દેશને સમયે માહિતી મળી જાત અને તુરંત પગલાં લઈ શકાયા હોત.

આ પણ વાંચોઃ-Vikram Sarabhai Birth Anniversary: ચંદ્રના ક્રેટરને આપવામાં આવ્યું છે વિક્રમ સારાભાઈનું નામ

ઉલ્લેખનીય છે કે, આ સેટેલાઇટના વિવિધ બેન્ડમાં મલ્ટિસ્પેક્ટ્રલ અને હાઇપરસ્પેક્ટ્રલ કેમેરા વધુ સારા અવકાશી રિઝોલ્યુશનને સક્ષમ કરશે. જોકે, તસવીરો માટે ઉપગ્રહને વાદળ ન હોય તેવી સ્થિતિની જરૂર પડશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, આ ઉપગ્રહ દિવસમાં ચાર-પાંચ વખત સમગ્ર દેશની તસવીરો લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ GISATનું લોન્ચિંગ બે વખત મુલતવી રાખવામાં આવ્યું હતું.
Published by:ankit patel
First published:

Tags: ISRO satellite launch, Satellite

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन