YouTube આપી રહ્યું છે દર મહિને રૂ. 7 લાખથી વધુની કમાણી કરવાનો અવસર, જાણો વિગતવાર

યુટ્યુબે જણાવ્યું કે, દર મહીના અમે આ 10 કરોડ ડોલરના ફંડની ચૂકવણીનો દાવો કરવા માટે હજારો ક્રિએટર્સ સુધી પહોંચશું.

યુટ્યુબે જણાવ્યું કે, દર મહીના અમે આ 10 કરોડ ડોલરના ફંડની ચૂકવણીનો દાવો કરવા માટે હજારો ક્રિએટર્સ સુધી પહોંચશું.

  • Share this:
યુટ્યુબ (YouTube) ચાઇનીઝ વિડીયો એપ ટિકટોક (TikTok)ની જેમ પોતાની અલગ શોર્ટ્સ એપ (Shorts App) લોન્ચ કરવા જઇ રહ્યું છે. યુટ્યુબ ભારત સહિત અનેક દેશોમાં શોર્ટસ એપ માટે 10 કરોડ ડોલરનું મોટું ફંડ જાહેર કરી રહ્યું છે. તેનાથી નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન યુટ્યુબ ક્રિએટર્સ શોર્ટ્સ દ્વારા દર મહિને 7400 રૂપિયા (100 ડોલર)થી લઇને 7,40,000 રૂપિયા (10,000 ડોલર) સુધીની કમાણી(Earn Money) કરી શકો છો. આ ચૂકવણી શોર્ટ્સના વ્યૂઝ અને એન્ગેજમેન્ટના આધારે કરવામાં આવશે. જુલાઇ 2021 દરમિયાન આ ફંડ અમુક દેશોમાં ઉપલબ્ધ થઇ જશે. તેમાં ભારત, બ્રાઝીલ, જાપાન, રશિયા, બ્રિટેન, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા, ઇન્ડોનેશિયા અને મેક્સિકો સામેલ છે.

કોઇ પણ ક્રિએટર્સ લઇ શકે છે લાભ

યુટ્યુબે જણાવ્યું કે, દર મહીના અમે આ 10 કરોડ ડોલરના ફંડની ચૂકવણીનો દાવો કરવા માટે હજારો ક્રિએટર્સ સુધી પહોંચશું. આ ફંડ યુટ્યુબ પર શોર્ટસ માટે મોનિટાઇઝેશન મોડલ બનાવવામાં મદદ કરશે. તે માત્ર યુટ્યુબ પાર્ટનર પ્રોગામમાં ક્રિએટર્સ સુધી મર્યાદિત નથી. કોઇપણ ક્રિએટર તેમાં ભાગ લઇ શકે છે. શોર્ટ્સ ફંડના લોન્ચની સાથે ક્રિએટર્સ અને કલાકારોને હવે યુટ્યુબ પર દર મહિને મોટી રકમ કમાવવાનો અવસર મળશે.

Bumper Return Stock: આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ: વર્ષમાં પાંચ લાખ બન્યા 32.19 લાખ, તજજ્ઞોની ખરીદવાની છે સલાહ

યુટ્યુબના ચીફ બિઝનેસ ઓફિસર રોબર્ટ કિનક્લએ કહ્યું કે, ક્રિએટર્સની કમાણીનો મુખ્ય સ્ત્રોત જાહેરાત હોય છે. ક્રિએટર્સને યુટ્યુબ પર જાહેરાતો દ્વારા થતી કમાણીનો સૌથી વધુ ભાગ મળે છે.

અનેક પ્રકારે થશે ક્રિએટર્સને કમાણી

યુટ્યુબ પ્રીમિયમ પેઇડ સબસ્ક્રિપ્શન છે, જે સભ્યોને યુટ્યુબ મ્યૂઝિક એપ માટે એડ ફ્રી કંટેન્ટ, બેકગ્રાઉન્ડ પ્લેબેક, ડાઉનલોડ અને પ્રીમીયમ કન્ટેન્ટમાં એક્સેસ આપે છે. કંપનીએ જણાવ્યું કે, સબસ્ક્રિપ્શન રેવેન્યૂનો એક મોટો ભાગ યુટ્યુબ પાર્ટનર્સને મળે છે. ચેનલ મેમ્બરશિપની સાથે ક્રિએટર તે દર્શકોને વિશેષ સુવિધાઓ અને કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવી શકે છે, જે ક્રિએટર દ્વારા નક્કી કરાયેલ કિંમત પર માસિક ચૂકવણી કરનાર સભ્યો તરીકે પોતાની ચેનલમાં સામેલ થાય છે.

Chai Sutta Bar: UPSCની તૈયારી છોડીને બન્યો ચાવાળો, આજે કંપનીનું 100 કરોડનું છે ટર્ન ઓવર

તે સિવાય સુપર ચેટ નામક મોનિટાઇઝેશન ફીચર ચેટ સ્ટ્રીમમાં હાઇલાઇટ કરાયેલ મેસેજ છે, જે પોતાના મનપસંદ ક્રિએટરનું ધ્યાન આકર્ષિત કરશે.
First published: