Home /News /explained /Vikram Sarabhai Death Anniversary: ભારતના આ રાષ્ટ્રપતિ સાથેની વાતચીતના એક કલાક બાદ જ અવસાન પામ્યા હતા ડૉ. સારાભાઈ

Vikram Sarabhai Death Anniversary: ભારતના આ રાષ્ટ્રપતિ સાથેની વાતચીતના એક કલાક બાદ જ અવસાન પામ્યા હતા ડૉ. સારાભાઈ

ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમના જનક કહેવામાં આવે છે. (Image- wikimedia commons)

Vikram Sarabhai Death Anniversary: ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક કહેવાતા એ ડૉ. વિક્રમ સારાભાઈની આજે પુણ્યતિથિ છે. તેમણે ભારત (India)ની વૈજ્ઞાનિક પ્રગતિમાં અમૂલ્ય ફાળો આપનાર ISROની સ્થાપના કરી હતી.

  Vikram Sarabhai Death Anniversary: આજે ભારત (India)ની વૈજ્ઞાનિક પ્રગતિની વાત કરીએ ત્યારે ઈસરો (ISRO)નો ઉલ્લેખ અનિવાર્ય બને છે. છેલ્લા ઘણા દાયકાઓથી ઈસરોએ એવી સિદ્ધિઓ મેળવી છે જે દુનિયાના કોઈ દેશે નથી મેળવી. પરંતુ ISRO જેવી સંસ્થાની કલ્પના તેના સ્થાપક અને ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ (Vikram Sarabhai)એ એની સ્થાપનાના ઘણાં વર્ષો પહેલા કરી લીધી હતી. આજે દેશ તેમની પુણ્યતિથિ (Vikram Sarabhai Death Anniversary) પર તેમને યાદ કરી રહ્યો છે. તે સમયે દેશમાં માહોલ એવો હતો કે ડૉ. સારાભાઈના અવસાનથી અનેક સવાલો ઉભા થયા હતા.

  તેમના મૃત્યુ સમયે પરિસ્થિતિ કેવી હતી?

  30 ડિસેમ્બર 1971ના દેશ પાકિસ્તાનને યુદ્ધમાં હરાવી ચૂક્યું હતું અને એ સમયે બાંગ્લાદેશ એક નવું રાષ્ટ્ર બની ચૂક્યું હતું. ભારત પરમાણુ અપ્રસાર સંધિ પર વિચાર કરી રહ્યું હતું. પરંતુ કોઈને એવી અપેક્ષા ન હતી કે બીજા દિવસે અખબારો આખા દેશને દુખદ સમાચાર આપશે કે ડૉ. વિક્રમ સારાભાઈનું અવસાન થઈ ગયું છે.

  તિરુવનંતપુરમમાં નિધન થયું હતું

  ડૉ. સારાભાઈનું નિધન તિરુવનંતપુરમના કોવલમ બીચના તેમના પ્રિય રિસોર્ટમાં થયું હતું. એ સમયે તેમણે રશિયન રોકેટનું પ્રક્ષેપણ જોયું હતું અને થુમ્બા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા, જે પછી તેઓ તિરુવનંતપુરમથી બોમ્બે (આજનું મુંબઈ) જવાના હતા.

  vikram sarabhai death anniversary
  ડૉ. સારાભાઈનું નિધન તિરુવનંતપુરમના કોવલમ બીચના તેમના પ્રિય રિસોર્ટમાં થયું હતું. (Image credit- Wikimedia commons)


  ડૉ એપીજે અબ્દુલ કલામ સાથે વાતચીત કરી હતી

  30 ડિસેમ્બરના દિવસે જ સારાભાઈ સ્પેસ લોંચ વ્હીકલની ડિઝાઈનની સમીક્ષા કરવાના હતા. મુંબઈ જવાના એક કલાક પહેલા તેમણે ડૉ એપીજે અબ્દુલ કલામ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ વાતચીતના એક કલાકમાં જ 52 વર્ષીય સારાભાઈનું મૃત્યુ પામ્યા હતા. કહેવાય છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.

  શા માટે કોઈ તપાસ  ન થઈ?

  પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમના જેવા મહત્વપૂર્ણ વ્યક્તિના મૃત્યુની કોઈ તપાસ કરવામાં આવી ન હતી. તેમના નજીકના સહયોગી પદ્મનાભન જોશીનું કહેવું છે કે ફ્લાઈટમાં તેમની બાજુની સીટ પણ ખાલી રાખવામાં આવતી હતી. અને જો કોઈ કારણોસર તેમને ટ્રેનમાં મુસાફરી કરવી પડે તો એક આખી ટીમ તેમની સાથે રાખવામાં આવતી હતી.

  આ પણ વાંચો: Arun Jaitley Birth Anniversary: વિદ્યાર્થી નેતાથી આર્થિક પરિવર્તનના સૂત્રધાર બનવા સુધીની સફર

  પહેલેથી બીમાર ન હતા ડૉ. સારાભાઈ

  પોતાના મૃત્યુના એક દિવસ પહેલા ડૉ. સારાભાઈએ જાણીતાં આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાને દરિયામાં તેમની સાથે તરવાનું વચન આપ્યું હતું, જે એ સમયે કોવલમ પેલેસ પર કામ કરી રહ્યા હતા. આ પછી તેઓ વૈજ્ઞાનિકોને મળવાના હતા અને પોતાના પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે મુંબઈથી અમદાવાદ જવાના હતા.

  પોસ્ટમોર્ટમ શા માટે ન થયું

  ડૉ. સારાભાઈના પુત્રી મલ્લિકા સારાભાઈએ તેમના પિતા પરના એક પુસ્તકમાં લખ્યું છે કે ‘અમને તેમનું પોસ્ટમોર્ટમ કરાવવાનું કોઈ કારણ દેખાતું ન હતું.’ તો તેમના પુત્ર કાર્તિકેય સારાભાઈએ કહ્યું કે પોસ્ટમોર્ટમ ન કરાવવાનો નિર્ણય તેમની દાદી (ડૉ. સારાભાઈની માતા)નો હતો. પરંતુ વિક્રમ સારાભાઈની IIM અમદાવાદની સહયોગી કમલા ચૌધરીનું કહેવું છે કે ડૉ. સારાભાઈએ તેમને કહ્યું હતું કે અમેરિકનો અને રશિયનો બંને નજર રાખી બેઠાં છે.

  આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર લખેલા નંબરનો અર્થ શું હોય છે? તમારી સુરક્ષા માટે ખૂબ જરૂરી હોય છે આ code

  ભારતનો પોતાનો અવકાશ કાર્યક્રમ

  12 ઓગસ્ટ 1919ના અમદાવાદમાં જન્મેલા સારાભાઈના પ્રયાસોથી જ 1969માં ભારતના ઈસરોની સ્થાપના થઈ હતી. તેઓ ઈસરોના પ્રથમ ચેરમેન હતા. વિક્રમ સારાભાઈએ જ ભારત સરકારને સમજાવ્યું કે ભારતે પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ શરૂ કરવો જોઈએ. તેમના યોગદાનને કારણે જ તેમને ભારતીય અવકાશ કાર્યક્રમના જનક અથવા પિતા કહેવામાં આવે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Death anniversary, Scientist, ઇસરો, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन