Explained: જાણો, ઘરેલુ હિંસા વિશે બધું વિગતવાર

પ્રતિકાત્મક તસવીર

ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે વર્ષ 2005માં 'ઘરેલુ હિંસા અધિનિયમ' લાગુ કર્યો છે

  • Share this:
ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે વર્ષ 2005માં 'ઘરેલુ હિંસા અધિનિયમ' લાગુ કર્યો છે. ઘરેલુ હિંસા એટલે ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ ઘરની મહિલા પર શારીરિક હિંસા તથા માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્થિક હિંસા કરે તે. આ વિશે વધારે જાણીએ.

ભારતમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવાની પ્રક્રિયા

ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાએ નજીકની મહિલા અદાલત કે ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેની ફરિયાદ દાખલ કરાવવાની હોય છે.

ઘટનાનો રિપોર્ટ

ઘરેલુ હિંસાની ફરિયાદ મળ્યા બાદ સંરક્ષણ અધિકારી દ્વારા ઘટનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટ ફરિયાદ કરનાર સાથે થયેલી હિંસા અંગે પૂછતાછ કર્યા બાદ બનાવવામાં આવે છે.

શું કોઈ મહિલા અન્ય મહિલા વિરુદ્ધ ઘરેલુ હિંસા કરી શકે છે?

તમારા મનમાં વિચાર હશે કે શું કોઈ મહિલા બીજી મહિલા પર ઘરેલુ હિંસા જેવી અત્યાચાર કરી શકે? તો જવાબ છે હા. સુપ્રીમ કોર્ટે ઘણા કિસ્સાઓના નિર્ણયમાં આ મુદ્દાને ટાંક્યો પણ છે.

આ પણ વાંચો - Explained: કાર ચોરી થઈ જાય તો શું કરશો? ક્લેઇમ કેવી રીતે મેળવશો?

ઘરેલુ હિંસામાં મહિલાઓની સુરક્ષા માટે કાયદા

ઘરેલુ હિંસા સામે મહિલાઓના રક્ષણ માટે ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 અને કલમ 498A સાથે IPCની 406, 323 અને 354 કલમો પણ છે.

શું લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાઓનો સમાવેશ આ કાયદા અંતર્ગત થાય છે?

હા. લિવ ઈન રિલેશનમાં રહેતી મહિલાઓને ઘરેલુ હિંસાના કાયદા હેઠળ, ભરણ-પોષણ મેળવવા અને મિલકતમાં હિસ્સો પ્રાપ્ત કરવા માટે હકદાર માનવામાં આવી છે.

ઘરેલુ હિંસાના કેસ માટે કયા કાયદાકીય પૂરાવા જરૂરી છે?

ઘરેલુ હિંસાનો કેસ નોંધાવા માટે પ્રત્યદર્શીની જુબાની, દસ્તાવેજી પુરાવા, ઓડિયો કે વીડિયો કલીપ જેવા અન્ય પુરાવાની જરૂર પડે છે.

498A અને ઘરેલું હિંસાના કેસ વચ્ચેનો તફાવત

ઘરેલું હિંસા કોઈપણ પ્રકારની હિંસાના રૂપે ગણાય છે, જેમાં માંગ વગર કોઈ પણ પ્રકારની પજવણી સાથે સંબંધિત ફરિયાદ જેવી કે માનસિક કે શારીરિક હિંસાનો સમાવેશ થાય છે. જ્યારે પીડિતાને દહેજની માંગ પૂર્ણ ન કરવા માટે પરેશાન કરવામાં આવે ત્યારે આઈપીસીની કલમ 498A લાગે છે.

શું પતિ તેની પત્નીને ઘરેલુ હિંસા માટે વૈવાહિક ઘર છોડી દેવા કહેશે?

હા

ઘરેલું હિંસાનો ભોગ બનેલ વ્યક્તિએ શું કરવું જોઈએ?

જો કોઈ વ્યક્તિ ઘરેલુ હિંસાનો ભોગ બની હોય તો સૌ પ્રથમ તેણે પોલીસને જાણ કરવી જોઈએ. તેમજ એમએલસી જેવા દસ્તાવેજી પુરાવા સાથે FIR નોંધાવવી જોઈએ.

Explained: જાણો, ઘરેલુ હિંસા વિશે બધું વિગતવાર

હા.
Published by:Ashish Goyal
First published: