કેલિફોર્નિયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), વોટ્સએપ (WhatsApp) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) લગભગ 6 કલાક સુધી ઠપ રહ્યા બાદ હવે આંશિક રીતે ફરી રિસ્ટોર થઈ ગયા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે કરોડો યૂઝર્સને પ્રભાવિત કરનારી આ પરેશાનીનું કારણ શું હતું. મળતી માહિતી મુજબ, ત્રણ પ્લેટફોર્મ કંપનીના ડોમેન નેમ સિસ્ટમમાં (Domain Name System- DNS) આવેલી ગડબડના કારણે ઠપ થઈ ગયા હતા. જોકે, આ તકલીફના કારણે ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને (Mark Zuckerberg) પણ ઘણું આર્થિક નુકસાન થયું છે.
ક્લાઉડફેરના સીટીઓ જોન ગ્રાહમ કમિંગ જણાવે છે કે, બીજીપી (BGP) અપડેટ્સના ક્રમમાં ફેસબુક અને તેનાથી સંબંધિત પ્રોપર્ટીઝ ઇન્ટરનેટથી ગાયબ થઈ ગઈ હતી. ટેકનીકલ અને ઇન્ટરનેટ (Internet) સાથે જોડાયેલા શબ્દોને સરળતાથી આને સમજી શકાય છે...
શું છે DNS અને કેમ તેમાં તકલીફ ઊભી થઈ?
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ડીએનએસ ઈન્ટરનેટની ફોનબુકની જેમ હોય છે. તે એક એવું ટૂલ છે જે Facebook.com જેવા વેબ ડોમેનને (Web Domain) એક વાસ્તવિક ઇન્ટરનેટ પ્રોટોકોલ કે IP Addressમાં ફેરવી દે છે. સોમવારે ફેસબુકના ડીએનએસ રેકોર્ડ્સના કારણે ટેકનીકલ તકલીફ ઊભી થઈ. જ્યારે ડીએનએસની ખામી થાય છે તો Facebook.comના યૂઝરનું પ્રોફાઇલ પેજ બનવું અશક્ય થઈ જાય છે.
જોકે, એવું નથી કે ફેસબુકના મોટા પ્લેટફોર્સ્ક જ ઠપ થયા. આ દરમિયાન કંપનીના પોતાના ઇ-મેલ સિસ્ટમ જેવી ઇન્ટરનલ એપ્લીકેશન પણ ઘણી પ્રભાવિત થઈ. ટ્વીટર અને રેડિટે પણ આ વાતના સંકેત આપ્યા કે કંપનીના કેલિફોર્નિયા સ્થિત મેનલો પાર્કના કર્મચારી સિક્યુરિટી વેબની મદદ ખુલનારી ઓફિસ અને કોન્ફરન્સ રુમનો ઉપયોગ નહોતા કરી શકતા.
શું છે BGP?
બ્લૂમબર્ગના રિપોર્ટથી જાણવા મળે છે કે ફેસબુકમાં થયેલી તકલીફનું કારણ બોર્ડર ગેટવે પ્રોટોકોલ (Border Gateway Protocol) એટલે કે BGP જ છે. જો ડીએનએસ ઇન્ટરનેટની ફોન બુક છે તો બીજીપી તેની પોસ્ટલ સેવા છે. જ્યારે કોઈ યૂઝર ઇન્ટરનેટ પર ડેટામાં પ્રવેશ કરે છે તો બીજીપી તે રૂટને નક્કી કરે છે જ્યાં ડેટા ટ્રાવેલ કરી શકે છે. જોન ગ્રાહમના ટ્વીટ મુજબ, પબ્લિક રેકોર્ડ્સ દર્શાવે છે કે ફેસબુક પ્લેટફોર્મ્સની લોડિંગ રોકવાની થોડીક મિનિટ પહેલા જ ફેસબુકના BGP રૂટમાં મોટા સ્તર પર ફેરફાર કરવામાં આવ્યા હતા.
હવે BGPની ગડબડ જણાવી શકે છે કે કેમ ફેસબુકનું ડીએનએસ ફેલ થયું. બીજી તરફ, કંપનીએ અત્યાર સુધી તેની પર પ્રતિક્રિયા નથી આપી કે અંતે 4 ઓક્ટોબરે કેમ BGP રૂટ્સ પરત લેવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર