Explained: તમને ખબર છે ભારતીય ચલણી નોટ શેમાંથી બને છે? વાંચો રસપ્રદ માહિતી

મોટાભાગના લોકો વિચારે છે કે નોટ કાગળની બનેલી હોય છે પણ તે સાચું નથી.

કરન્સી નોટ તો આપણે સૌ આપણા ખિસ્સામાં રાખીએ છીએ, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ નોટ કઈ વસ્તુની બનેલી છે? મોટાભાગના લોકો વિચારે છે કે નોટ કાગળની બનેલી હોય છે પણ તે સાચું નથી.

  • Share this:
    મુંબઈ: કરન્સી નોટ તો આપણે સૌ આપણા ખિસ્સામાં રાખીએ છીએ, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ નોટ કઈ વસ્તુની બનેલી છે? મોટાભાગના લોકો વિચારે છે કે નોટ કાગળની બનેલી હોય છે. તે સાચું નથી. કાગળનું આયુષ્ય લાંબુ નથી હોતું. માટે નોટ બનાવવા માટે કપાસનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તે લાંબા સમય સુધી ચાલે તેવું અને ટકાઉ હોય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) મુજબ, નોટમાં 100 ટકા કપાસનો ઉપયોગ થાય છે.

    એની પાછળનું કારણ એ છે કે, કપાસ કાગળ કરતા મજબૂત હોય છે અને જલ્દી ફાટી નથી જતું. આ કપાસને માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ કરન્સી નોટ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.

    કોટન ફાઇબરમાં લિનન નામનું ફાઇબર હોય છે. નોટ બનાવતી વખતે કપાસને જિલેટિન વાળા ગુંદ સાથે ભેળવવામાં આવે છે જે તેને લાબાં સમય સુધી ટકાવી રાખે છે. ભારતની ચલણી નોટમાં સૌથી વધુ સિક્યોરિટી ફિચર્સ હોય છે, જેના દ્વારા નકલી નોટને સરળતાથી ઓળખી શકાય છે. ભારતીય કરન્સી નોટની ડિઝાઇન સમયાંતરે બદલતી રહે છે.

    આ પણ વાંચો: Multibagger Stocks: બે વર્ષે પહેલા લિસ્ટ થયેલો આ શેર 1600% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    નવી નોટ માર્કેટમાં કઈ રીતે આવે છે?

    અધિનિયમની કલમ 22 અનુસાર, ભારતમાં બેંક નોટ જારી કરવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંકને છે. રિઝર્વ બેંક, કેન્દ્ર સરકાર અને અન્ય હિસ્સેદારો પરામર્શ કરીને એક વર્ષ માટે જરૂરી નોટોની સંખ્યાનો અંદાજ કાઢવામાં આવે છે વિવિધ પ્રિન્ટિગ પ્રેસ પાસે નોટ સપ્લાયની માંગણી કરવામાં આવે છે.

    આ પણ વાંચો: શું તમે પણ Child Insurance Plan લેવા જઈ રહ્યા છે? જાણો કઈ કઈ વાતોનું રાખશો ધ્યાન

    તૂટેલી નોટોનું શું થાય છે?

    રિઝર્વ બેંક પોતાની ક્લિન નોટ પોલિસી અંતર્ગત પ્રજાને સારી ગુણવત્તાવાળી નોટ આપે છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને માર્કેટમાં ફરતી નોટોમાંથી પાછી ખેંચવામાં આવેલી નોટોની તપાસ કરવામાં આવે છે અને તે સર્ક્યુલેશન માટે યોગ્ય છે કે નહીં તે ચકાસીને ફરી તેને માર્કેટમાં મૂકવામાં આવે છે. આ પદ્ધતિમાં જે ફાટેલી કે અયોગ્ય નોટ છે તેનો નિકાલ કરવામાં આવે છે. જેથી ચલણમાં ગુણવત્તાવાળી નોટ જળવાઈ રહે.
    Published by:Nirali Dave
    First published: