તમારા બાળકને સ્માર્ટ બનાવવા ઈચ્છ છો? તો તેમને કોડિંગ નહીં મ્યુઝિક શીખવાડો

તમારા બાળકને સ્માર્ટ બનાવવા ઈચ્છ છો? તો તેમને કોડિંગ નહીં મ્યુઝિક શીખવાડો
તસવીર: Shutterstock

આજના સમયમાં દરેક જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકને કમ્પ્યુટર શીખવાડવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી: શિક્ષણમાં સુધાર લાવવા માટે ટેક્નોલોજિકલ ઇન્ડસ્ટ્રીને મહત્ત્વ આપતા દરેક બાળક કોડિંગ ભાષા શીખે તેના પર વધુ ભાર મૂકવામાં આવે છે. આજના સમયમાં દરેક જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકને કમ્પ્યુટર શીખવાડવામાં આવે છે. જેથી બાળક આ ટેક્નિકલ દુનિયામાં યોગ્ય રીતે ભળી શકે. કોડિંગ અને આજની ટેક્નિકલ દુનિયા વચ્ચે કોઈ સંબંધ નથી. જો ઉદાહરણ તરીકે જોવા જઈએ તો, કોઈપણ બિઝનેસમાં એક સ્પ્રેડશીટ બનાવવા માટે વધારે પડતી સ્કિલની જરૂરિયાત નથી, તેનું માત્ર બેઝિક નૉલેજ હોવું જરૂરી છે.

પ્રોફેશનલ પ્રોગ્રામર્સ કોડ કેવી રીતે બનાવે છે તેની પણ બેઝિક કોડિંગ સ્કીલ K-12માં શીખવવામાં આવે છે. “ટીચ કિડ્સ ટૂ કોડ” અભિયાન દર્શાવે છે કે, તેની મદદથી ગણિત અને ભાષામાં સુધાર આવે છે.



આ પણ વાંચો: પંચમહાલ: બે દિવસમાં બે બહેન અને એક યુવક જંગલમાં લટકતી હાલતમાં મળ્યાં, શું પ્રેમ પ્રકરણ જવાબદાર?

MITમાં ડિસેમ્બર 2020માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સ્ટડી અનુસાર જાણવા મળ્યું કે, કમ્પ્યુટર કોડિંગ સમજવું તે એક અલગ વાત છે. કમ્પ્યુટર કોડિંગ ભાષા, ગણિત અને લોજિકથી એકદમ અલગ છે.

યુનિવર્સિટી ઓફ ઝુરિચ દ્વારા જાન્યુઆરી 2021માં સ્ટડી કરવામાં આવી હતી. જેને જર્નલ ઓફ ન્યૂરો સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ સ્ટડીમાં એક અલગ પરિણામ જોવા મળ્યું છે કે, બાળકોને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવાની તાલીમ આપવાથી તેની સ્કીલ અને બ્રેઈન પાવર પણ વધે છે.

આ પણ વાંચો: સુરત: યુવકે કૉલેજીયન યુવતીને હેરાન પરેશાન કરી નાખી, યુવતી અને તેની માતા સામે ફોનમાં નગ્ન થઈ ગયો!

આ રિસર્ચની સમરી પ્રકાશિત કરવામાં આવી છે. આ રિસર્ચમાં મ્યુઝિશિયનનું બ્રેઈન અને નોન મ્યુઝિશિયનના બ્રેઈનને સ્કેન કરવામાં આવ્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે મ્યુઝિશિયનનું બ્રેઈન, નોન મ્યુઝિશિયન કરતા વધુ કાર્યક્ષમ છે. મ્યુઝિશિયનનું બ્રેઈન અન્ય લોકો કરતા ઓડિટરી કોર્ટિઝનું મસ્તિષ્કના દરેક ભાગ સાથે કાર્યક્ષમ સંબંધ ધરાવે છે. જેના કારણે તેમની સ્મૃતિની કાર્યક્ષમતા વધુ જોવા મળે છે.

આ પણ વાંચો: રાજકોટનો અજીબો કિસ્સો: 'આ તો જીવે છે કહીને સ્વજનો મૃતદેહ સ્મશાનેથી હૉસ્પિટલ પરત લાવ્યા'

મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટને વગાડવાનું વચ્ચે છોડી દેવાથી પણ તેમના મસ્તિષ્કની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. પ્રોફેસર સિમોને જણાવ્યું કે “સંગીતના અભ્યાસને કારણે તેમની કાર્યક્ષમતા જળવાઈ રહી છે.”

જો તમે તમારા બાળકને સ્માર્ટ બનાવવાનું સપનું રાખો છો તો, તેમને કોડિંગની તાલીમ સિવાય મ્યુઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટની તાલીમ આપો. જેથી તેમના બ્રેઈનની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
Published by:News18 Gujarati
First published:May 05, 2021, 13:02 IST

ટૉપ ન્યૂઝ