Home /News /explained /શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

પાંચ સ્ટેપ અનુસરો.

Corporate health insurance: તમારી કંપનીના HRએ પણ આ પગલાં અંગે તમને જાણ કરી ન હોય તેવું પણ બની શકે. જેથી તમારી હેલ્થ પોલિસી (Health Policy)માં અપાયેલા બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ.

    મુંબઈ: કોર્પોરેટ આરોગ્ય વીમા કવર (Health insurance) મળ્યા બાદ પણ કેટલીક પ્રક્રિયા કરવાની રહે છે. સામાન્ય સંજોગોમાં તો તમને કોર્પોરેટ આરોગ્ય વીમાનું પ્રથમ દિવસથી જ પ્રોટેક્શન મળવું જોઈએ. પણ તેની અમલવારી માટે તમારે કેટલીક પ્રક્રિયા કરવી પડે છે. સાથે જ કેટલીક વિગતો ભરવાની હોય છે. જે નિર્ધારિત સમયમાં ન થાય તો અધૂરી વિગતોના કારણે તમારા ક્લેમ (Insurance claim)નું વળતર અપાતું નથી. નોકરી(Job) શરુ કર્યા બાદ તરત આ અહીં આપેલા પાંચ પગલાને અનુસરવા જોઈએ. ધ્યાન રાખજો, તમારી કંપનીના HRએ પણ આ પગલાં અંગે તમને જાણ કરી ન હોય તેવું પણ બની શકે. જેથી તમારી હેલ્થ પોલિસી (Health Policy)માં અપાયેલા બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ.

    તમારા પરિવારની પ્રોફાઈલ અપડેટ કરો

    એમ્પ્લોયમેન્ટ આઈડી મળતા જ કંપનીમાં ઇન્શ્યોરન્સ પોર્ટલમાં તમારા પરિવારની વિગતો અપડેટ કરવાની તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. વીમા પોર્ટલ પર વિગતો ન ભરાય ત્યાં સુધી તમને અથવા તમારા પરિવારના સભ્યો ક્લેમ કરી શકતા નથી. આ કામ એચઆરનું હોવાનું માનવામાં આવે છે. પરંતુ એવું નથી. તેથી શક્ય તેટલી વહેલી તકે માહિતી અપડેટ કરો.

    આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

    ઈ-કાર્ડ મેળવી લો

    આરોગ્ય વીમા પોલિસી ઈશ્યૂ થયા પછી તમારા અને તમારા પરિવારના સભ્યો માટે તમને ટીપીએ (થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર) કાર્ડ મળે છે. હોસ્પિટલમાં કેશલેસ સુવિધાઓ મેળવવા માંગતા હોવ ત્યારે આ કાર્ડ મદદરૂપ થાય છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ થતી વખતે તમારા કાર્ડની ફિઝિકલ કોપી મળતી ન હોય તો, તમે આઈડી પ્રુફ સાથે ઇ-કાર્ડ સબમિટ કરી કેશલેસ સુવિધાઓ મેળવી શકો છો. આ બંને કિસ્સાઓમાં તમારી પાસે TPA કાર્ડ જનરેટ થયેલું હોવું જોઈએ.

    આ પણ વાંચો: ચોમાસામાં આ ત્રણ વીમા પોલિસી લેવી સલાહભર્યું, ખરીદી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

    તમને મળતા લાભને જાણો

    ક્લેમ સમયે કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે પોલિસી ડોક્યુમેન્ટને કાળજીથી વાંચો, શું કવર કરાયું છે અને શું નથી કરાયું તેની માહિતી મેળવો. સામાન્ય રીતે કોર્પોરેટ સ્વાસ્થ્ય વીમા પોલિસી રૂમ ભાડા, ખાસ પ્રક્રિયાઓ માટે કો-પેનીના નિયમ જેવી કેટલીક મર્યાદાઓ સાથે આવે છે. બધી જ સુવિધાઓ અને ફાયદાઓને જાણી લો. જે ભવિષ્યમાં આ પ્રક્રિયામાંથી પસાર થવામાં મદદરૂપ થશે અને જરૂર પડ્યે ક્યારે, ક્યાં શું કરવું તેનો ખ્યાલ આવી જશે. ડોક્યુમેન્ટ અને નેટવર્ક હોસ્પિટલોની યાદી પણ તૈયાર કરી હાથવગી રાખો.

    આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

    ગ્રાહકને કેશલેસ સારવાર મળી રહે તે માટે મોટાભાગની વીમા કંપનીઓને કેટલીક હોસ્પિટલ સાથે કરાર હોય છે. જેને નેટવર્ક હોસ્પિટલ અથવા એમ્પેનલ્ડ હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે. ઇમરજન્સીના સમયે હોસ્પિટલમાં દાખલ થવું હોય ત્યારે પોલિસી ડોક્યુમેન્ટ જોવાની જગ્યાએ તૈયાર યાદી રાખવાથી કઈ હોસ્પિટલમાં જવું તે નક્કી કરવામાં મદદ મળશે.

    તમારા પરિવારને પોલિસી અંગે જાણ કરો

    તમે હોસ્પિટલમાં દાખલ થયા હો તેવા કેસમાં તમારા પરિવારના સભ્યોને ક્લેમ માટેની પ્રોસેસ કરવી પડે છે. તેથી તમારા પરિવારના સભ્યો તમને તમારી ઓફિસમાંથી મળેલી આરોગ્ય વીમા પોલિસીથી વાકેફ હોય તે મહત્ત્વનું છે. તેમને પોલિસીની જાણકારી આપો અને પોલીસી એવા સ્થળે રાખો કે જ્યાંથી કોઈપણ સભ્ય મેળવી શકે. આ ઉપરાંત તેમને ક્લેમની પ્રક્રિયાની જાણકારી પણ આપો. વધુ કાળજી રાખવા માટે તમે પોલિસી ડોક્યુમેન્ટની ડિજિટલ નકલ બનાવી શકો છો. જે કલાઉડ ડ્રાઇવમાં અપલોડ કરો કે પરિવારના સભ્યને મોકલી દો.

    આ પણ વાંચો: જો તમારી પાસે SBIનું આ એકાઉન્ટ છે તો ફ્રીમાં મળશે બે લાખનો વીમો, જાણો કેવી રીતે લાભ ઉઠાવશો?

    શું કોર્પોરેટ આરોગ્ય પોલિસી પર નિર્ભર રહી શકાય?

    ના. કોર્પોરેટ સ્વાસ્થ્ય વીમા પોલિસી પર સંપૂર્ણ આધાર ન રાખવો જોઈએ. જો તમારા સ્વાસ્થ્ય વીમામાં અમુક રોગો માટે વેઇટિંગ પિરિયડ હોય અથવા તમે તમારા માતાપિતાની વર્તમાન બીમારીઓને પણ આવરી લે તો તે કામ આવી શકે છે. જોકે, કંપની વિનામૂલ્યે આરોગ્ય વીમો અપાતી હોય તો લઈ લેવો જોઈએ.

    અહીં આપેલા પોઇન્ટ પ્રથમ દ્રષ્ટિએ ઓછા મહત્ત્વના લાગી શકે છે. પણ ક્લેમ માટે આ મહત્ત્વના છે. જેથી થોડો સમય કાઢી બધું યોગ્ય કર્મમાં ગોઠવો. (MAHAVIR CHOPRA, Moneycontrol)
    First published:

    Tags: Health insurance, Insurance, Insurance Claim, આરોગ્ય, જ્ઞાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો