Home /News /explained /રેમડેસિવિર ક્યારે જરૂરી? ઓક્સિજન લેવલ કેટલું ઓછુ હોય તો હોસ્પિટલ જવું? જુઓ દેશના ટોપ 4 ડોક્ટર્સનો અભિપ્રાય

રેમડેસિવિર ક્યારે જરૂરી? ઓક્સિજન લેવલ કેટલું ઓછુ હોય તો હોસ્પિટલ જવું? જુઓ દેશના ટોપ 4 ડોક્ટર્સનો અભિપ્રાય

કોરોના મામલે ડોક્ટર્સનો અભિપ્રાય

રસીને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. જોકે, રસીને લઈ કોઈ ગંભીર આડઅસરો નથી, જે છે તેને અવગણી શકાય તેવી છે.

નવી દિલ્હી : દેશના જાણીતા આરોગ્ય નિષ્ણાત, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, મેદાંતાના ચેરમેન ડો.નરેશ ત્રૈહન, પ્રોફેસર અને એઈમ્સનાના મેડિસિન ડિપાર્ટમેન્ટના એચઓડી ડો.અમીત વિગ અને જનરલ હેલ્થ સર્વિસીસના ડિરેક્ટર ડો.સુનિલ કુમારે એએનઆઈ પ્લેટફોર્મ પરથી કોરોના વાયરસ સાથે જોડાયેલી સમસ્યાઓ પર વાત કરી હતી અને કહ્યું હતું કે, આ હોબાળા વચ્ચે શું કરવું અને કેવી રીતે પરિસ્થિતિઓને નિયંત્રિત કરવાની છે. મેદાંતાના ડક્ટર ત્રેહને કહ્યું કે, જ્યારે તમારો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે, મારી સલાહ છે કે, પહેલા તમારા સ્થાનિક ડોક્ટરનો સંપર્ક કરો. બધા ડોકટરો પ્રોટોકોલને જાણે છે અને તે પ્રમાણે સારવાર શરૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે, જો સમયસર યોગ્ય દવા આપવામાં આવે તો, 90 ટકા દર્દીઓ ઘરે રહીને સ્વસ્થ થઈ જાય છે.

અગાઉ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, રેમેડિસવીર જાદુઈ દવા નથી, તે ફક્ત એવા દર્દીઓને આપવામાં આવે છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આમાં મધ્યમથી ગંભીર કિસ્સાઓ શામેલ છે, જેનું ઓક્સિજન લેવલ 93 કરતા ઓછુ હોય છે, તેમને જરૂર મુજબ આપવામાં આવે છે. તેથી ઓક્સિજન અને રેમેડિસવીરને બગાડશો નહીં. મોટાભાગના દર્દીઓ ઘરે રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે.

આ પણ વાંચોએક જબરદસ્ત દુર્લભ આનુવંશિક બીમારી, જે પીડિતને બહાદુર બનાવી દે છે

આરોગ્ય સેવા નિયામક સુનિલ કુમારે કહ્યું કે, રસીને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. જોકે, રસીને લઈ કોઈ ગંભીર આડઅસરો નથી, જે છે તેને અવગણી શકાય તેવી છે. રસી અને કોવિડ સંબંધિત સંબંધી વ્યવહાર, બંને વસ્તુ એવી છે કે, જેમની સંક્રમણની ચેન તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. બીજા ડોક્ટર સુનીલ કુમારે કહ્યું કે, સમાચારો પર વધારે ધ્યાન ન આપશો. ફક્ત પસંદગીના સમાચાર જુઓ. દેશમાં એક વોટ્સએપ યુનિવર્સિટી પણ છે, તેને અવગણો અને જવાબદારીપૂર્વક વર્તન કરો. આ પ્રકારનું વર્તન ડોકટરો અને સમાજ તથા મીડિયા દ્વારા પણ થવું જોઈએ.

આ પણ વાંચો - Corona રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગી જાય તો બીજો ડોઝ ક્યારે લેવાનો? આ રહ્યો જવાબ

એમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા ડો.નવીત વિગે જણાવ્યું હતું કે, સંક્રમણની ચેન તોડવા માટે આપણે સંક્રમિત થતા દર્દીઓના કેસોની સંખ્યામાં ઘટાડો કરવો પડશે. આપણુ લક્ષ્ય ફક્ત એક જ હોવું જોઈએ અને તે છે, ચેન તોડવાનું. તેમણે કહ્યું કે, આપણે આ રોગને હરાવવાનો છે. આપણે આરોગ્ય કર્મચારીઓનો જીવ બચાવવો પડશે. આ બધા પોઝિટિવ આવી રહ્યા છે. જો આપણે આરોગ્ય કર્મચારીઓને બચાવીશું, તો જ આપણે દર્દીઓના જીવ બચાવવામાં સફળ થઈ શકીશું. જો આપણે બંનેને બચાવી શકીશું, તો આપણે અર્થતંત્રને બચાવી શકીશુ. આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલ છે.

ડો.વિગે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ અધિકારીઓએ સંક્રમણના દર પર નજર રાખવી જોઇએ અને તેને 1 થી 5 ટકાની વચ્ચે રાખવા પ્રયાસ કરવો જોઇએ. મુંબઈમાં પોઝિટિવિટી દર 26 ટકા હતો, પરંતુ તે પ્રતિબંધો પછી તે ધીમે-ધીમે નીચો આવી ગયો છે અને તે 14 ટકા પર આવી ગયો છે. દિલ્હી હાલમાં 30 ટકા પોઝિટિવ રેટ પર સંઘર્ષ કરી રહ્યું છે. સંક્રમણ અટકાવવા માટે આપણે કડક નિયંત્રણો લગાવવા જ પડશે.
First published:

Tags: Coronavirus in India, COVID-19