Home /News /explained /

ડેન્ગ્યુમાં પપૈયાના પાંદડાનો રસ કેટલો અસરકારક ? જાણો શું કહે છે મેડિકલ સાયન્સ

ડેન્ગ્યુમાં પપૈયાના પાંદડાનો રસ કેટલો અસરકારક ? જાણો શું કહે છે મેડિકલ સાયન્સ

ડેન્ગ્યુમાં પપૈયાના પાંદડાનો રસ ફાયદાકારક માનવામાં આવે છે

Papaya Leaves in Dengue Fever: દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ડેન્ગ્યુ(Dengue)નો વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે. પપૈયાના પાનનો રસ તેની સારવારમાં વપરાય છે. તેની પાછળનું વિજ્ઞાન(science) શું કહે છે આવો જાણીએ

દેશના ઘણા ભાગોમાં ડેન્ગ્યુ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે. આ કારણે મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. મેડિકલ સાયન્સમાં ડેન્ગ્યુના તાવનો કોઈ અચૂક ઇલાજ નથી. આ કિસ્સામાં, ઘરેલું ઉપચારો અને દેશી સારવાર પદ્ધતિઓ ખૂબ જ અપનાવવામાં આવે છે. ડેન્ગ્યુની સૌથી મોટી સમસ્યા દર્દીના લોહીમાં પ્લેટલેટ્સનો અભાવ છે. પ્લેટલેટ્સ ઘટવાથી ક્યારેક દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય છે અને તેનો જીવ પણ જઈ શકે છે.

ડેન્ગ્યુના દર્દીમાં પ્લેટલેટ્સની ઉણપ ન થાય અથવા પ્લેટલેટ્સ વધે તે માટે પપૈયાના પાનનો રસ દેશી સારવાર તરીકે આપવામાં આવે છે. આ સારવાર તદ્દન અસરકારક માનવામાં આવે છે. તે ગામડાઓ અને નગરોના દરેક ઘરમાં ઉપલબ્ધ છે. તે એકદમ સરળતાથી મળી રહે છે. પરંતુ, વિજ્ઞાનની દૃષ્ટિએ, આ સારવાર કેટલી અસરકારક છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. તેમ છતાં ચિકિત્સકો તેના વિશે સ્પષ્ટપણે કંઈ કહેતા નથી.

પપૈયામાં જોવા મળે છે આ તત્વો
વેબસાઈટ indianpediatrics.netના એક અહેવાલ મુજબ, પપૈયાના પ્રવાહી અર્કમાં પાપૈન (papain), સાઈમોપાપૈન(chymopapain), સિસ્ટેટિન (cystatin) એલ-ટોકોફેરોલ(L-tocopherol), એસ્કોર્બિક એસિડ (ascorbic acid), ફ્લેવોનોઇડ્સ(flavonoids), સાયનોજેનિક ગ્લુકોસિડ્સ (cyanogenic glucosides) અને ગ્લુકોસિનેટ્સ(glucosinolates) હોય છે. આ બધા એન્ટિઓક્સિડન્ટ્સ છે. આ એન્ટી ટ્યૂમર પ્રવૃત્તિઓ કરે છે. આ બધા તત્વો છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો:યુવકમાંથી યુવતી બનવા માંગતો હતો, સેક્સ ચેન્જ કરાવવાની સર્જરી માટે પૈસા ન હતા તો કરી આત્મહત્યા 

પપૈયાના પાનના રસ પર પ્રાણીઓ પર થયેલા અભ્યાસ મુજબ તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આ રસ આપવાથી પ્રાણીઓના સ્વાસ્થ્યમાં વિવિધ પ્રકારના સુધારા જોવા મળ્યા છે. જેના કારણે પ્લેટલેટ્સ અને લાલ રક્તકણોની સંખ્યામાં વધારો થયો હતો.પપૈયાનો રસ પ્લેટલેટ્સની સંખ્યામાં  કરે છે વધારો

રિપોર્ટ અનુસાર મલેશિયામાં પણ ટ્રાયલ હાથ ધરવામાં આવી છે. પરિણામે પપૈયાનો રસ આપ્યાના 40થી 48 કલાક બાદ પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો થયો હતો. પ્લેટલેટ્સમાં વધારા અંગે પણ આવા જ અન્ય પરીક્ષણો સામે આવ્યા છે.

આ પણ વાંચો: Diwali top picks: દિવાળી મુહૂર્તમાં આ 9 મિડકેપ શેરની ખરીદી કરવાની HDFC Securitiesની સલાહ

આ પરિણામો ખૂબ જ નાના પાયે હાથ ધરવામાં આવેલા આ અભ્યાસો પર આધારિત છે. મેડિકલ સાયન્સમાં કોઈ નક્કર સંશોધન થયું નથી. તબીબી વિજ્ઞાનમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા અધ્યયનોમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે ડેન્ગ્યુ એ સ્વ-મર્યાદિત રોગ છે. આનો અર્થ એ થયો કે રોગ દવાથી નહીં, પરંતુ આપણા શરીર દ્વારા જ મટે છે. તાવ નીચે ગયા પછી શરીર પોતે જ પ્લેટલેટ્સ વધારવાનું શરૂ કરે છે.

કોઈ વૈજ્ઞાનિક આધાર નથી
અત્યાર સુધી આ સંશોધનો બતાવે છે કે, વિજ્ઞાનમાં પપૈયાના રસ પર કોઈ નક્કર અભ્યાસ નથી. વૈજ્ઞાનિક આધાર પ્રદાન કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્યાસની જરૂર છે.

આ પણ વાંચો: આલિયા ભટ્ટની કમાણીથી પિતા મહેશ ભટ્ટ ખુશખુશાલ, કહ્યું- ‘મેં 50 વર્ષમાં આટલા પૈસા નથી કમાયા’

પપૈયાનો ઉપયોગ હર્બલ પ્રોડક્ટ તરીકે કરો
પપૈયા એક કુદરતી ઉત્પાદન છે. આને આપડે હર્બલ પ્રોડક્ટ્સ કહી શકીયે. તેનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન નથી. જો દર્દીને તેનાથી ફાયદો થાય તો તેને અજમાવવામાં કોઈ સમસ્યા નથી, કારણ કે તબીબી વિજ્ઞાનમાં સંશોધનના અભાવને કારણે કોઈ હર્બલ ઉત્પાદનને નકારી શકાય નહીં.
Published by:Riya Upadhay
First published:

Tags: Dengue, Dengue Cases increase, Explained, Medical science, Papaya

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन