કોરોના પર ફોક્સ કરો પણ ડેન્ગ્યુ અને મેલેરિયા પર ધ્યાન નહીં દેવાય તો મુશ્કેલી ઉભી થશે: તજજ્ઞોની ચેતવણી

(પ્રતીકાત્મક તસવીરઃ Shutterstock)

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 29 દર્દીઓ સામે આવી ચૂક્યા છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં વધુ છે.

  • Share this:
Dengue, Malaria and Chikungunya cases in India: વર્તમાન સમયે કોરોના વાયરસની ત્રીજી લહેર નજીકમાં છે. દેશમાં કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં આજે પણ કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ચોમાસાના પ્રારંભ સાથે મચ્છરજન્ય રોગોનો ખતરો પણ ઉભો થયો છે. ડેન્ગ્યુ (Dengue), ચિકનગુનિયા (Chikungunya), મેલેરિયા (Malaria) સહિતના રોગ ફરી માથું ઊચકે તેવી શક્યતા છે. દિલ્હીનું ઉદાહરણ લઈએ તો, ત્યાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 29 દર્દીઓ સામે આવી ચૂક્યા છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં વધુ છે.

કોરોના મહામારીની ત્રીજી (Covid third Wave)અને બીજી લહેર વચ્ચે એક તરફ ભયનું વાતાવરણ છે, બીજી તરફ ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનિયા જેવી બીમારીઓ વધુ પડકારો ઉભા કરી શકે છે. આ રોગની સાથે વાયરલ ફીવર (Viral Fever) અને ફલૂના કેસ પણ સતત વધી રહ્યા છે. ત્યારે વેક્ટર જન્ય બીમારીઓ (Vector Borne Diseases) મામલે સ્થાનિક તંત્ર અને લોકો સાવધાની રાખે તો ઘણા અંશે સ્થિતિ સારી થઈ શકે છે.

નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ (NCDC)ના નિવૃત્ત પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. સતપાલ કહે છે કે, ગયા વર્ષથી દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે. પણ કોરોનાના કારણે મોટી બીમારીઓને નજરઅંદાજ કરી શકાય નહીં. આ ઋતુમાં દર વર્ષે ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસ જોવા મળે છે. અત્યારે પણ આ કેસની શક્યતાઓ છે. અત્યારે ચોમાસાની સિઝનમાં કોરોના મહામારી ત્રીજી લહેર આવવાની સાથે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને મેલેરિયા જેવા રોગ પણ પડકારો ફેંકી શકે છે.

31મી જુલાઈ સુધીમાં રસી નહીં તો કાર્યવાહી: વેપારીઓમાં રોષ, 'આ અભિયાન પૂર્ણ થતા મહિનો લાગશે'

ડો. સતપાલ કહે છે કે, ગયા વર્ષે ડેન્ગ્યુના 39419 કેસ સામે આવ્યા હતા. જે 2019ની સરખામણીએ ખૂબ ઓછા હતા, પરંતુ 2015 બાદ સૌથી ઓછા કેસ હતા. ગયા વર્ષે લોકડાઉન અને કોરોનાના નિયમોના કારણે લોકોએ સાફસફાઈમાં ખાસ ધ્યાન આપ્યું હતું. જેના કારણે કેસ ઓછા હતા. લોકો બીમારી પ્રત્યે સતર્ક હતા. રોગપ્રતિકારક શક્તિ વધારવા પ્રયાસ કરી રહ્યા હતા. સરકાર પણ લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરી રહી હતી. જેના કારણે મચ્છરજન્ય બીમારીઓ ઓછી થઈ ગઈ હતી

આ વર્ષે સ્થિતિ અલગ છે. લોકડાઉન નથી અને લોકો બીમારીઓ મામલે ધ્યાન રાખવામાં પણ બેદરકાર છે. આ વર્ષે દેશમાં 31 મે સુધીમાં 6837 કેસ સામે આવ્યા છે. જે ગત વર્ષની સરખામણીમાં ખૂબ ઓછા હતા. પરંતુ દિલ્હીમાં ગયા વર્ષની તુલનામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

ગયા વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા

એનસીડીસીના વર્તમાન ડાયરેક્ટર ડો. સુજીત સિંહ કહે છે કે, દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં ડેન્ગ્યુના 29 દર્દીઓ જોવા મળ્યા છે. જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. વેક્ટર જન્ય રોગો બાબતે દક્ષિણ દિલ્લી નગર નિગમે રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, 2020માં મે સુધીમાં ડેન્ગ્યુ કેસ 19 હતા. 2019માં 11 અને 2018માં 22 કેસ કેસ હતા. ત્યારે આ વખતે દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ વધશે તે નક્કી છે.

અમદાવાદ: ગણેશોત્સવમાં POPની મૂર્તિની મંજૂરીની કરી માંગ, કહ્યું 'અત્યારનું વાતાવરણ માટીની મૂર્તિને અનુકુળ નથી'

ડો. સુજીત કહે છે કે, કોરોના મહામારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારી પર પણ ફોકસ કરવાની જરૂર છે. જો આવું નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વણસી શકે છે. આવી બીમારીઓ રોકવા માટે શહેરોમાં ભરાઈ રહેતા પાણીને હટાવવું પડશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીમાં ઉત્પન્ન થતા મચ્છરોને મારવા માટે માર્ગ શોધવા જોઈએ.

બીજી તરફ ડો. સતપાલ કહે છે કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સાથોસાથ ડેન્ગ્યુ પણ હોય તેવા દર્દીઓ સામે આવ્યા હતા. આવા કેસ ખૂબ જ ગંભીર હતા અને આવા દર્દીઓની સારવાર માત્ર હોસ્પિટલમાં જ શક્ય છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ અને કોરોના એકસાથે ન થઈ જાય તે પણ ચેલેન્જ છે.

શહેરમાં ડેન્ગ્યુ અને ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયાનો ખતરો

નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) સાથે જોડાયેલા એક તજજ્ઞ કહે છે કે, ભારતના શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયાનો ખતરો વધુ હોય છે. દક્ષિણના રાજ્યો અને ઉત્તર-મધ્ય ભારતમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ સામે આવે છે.

ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયા મચ્છરજન્ય રોગ છે. જ્યાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય ત્યાં ત્યાં તેના લાર્વાના નાશ માટે પ્રયાસો થાય છે. શહેરી વિસ્તારોમાં કુલર, એસી અને કુંડામાં પાણી ભરાયેલું રહેતું હોવાથી તેમાં મચ્છરના લાર્વા ઉત્પન્ન થાય છે. ત્યારે આવા સ્થળોને સાફ કરવા અને પાણી ભરાઈ ન રહે તેવા પ્રયાસ કરવાની જરૂર છે.
First published: