Home /News /explained /Explained: ડેન્ગ્યુ અને ગંભીર ડેન્ગ્યુ એટલે શું? જાણો લક્ષણો અને ધ્યાનમા રાખવા જેવી બાબતો

Explained: ડેન્ગ્યુ અને ગંભીર ડેન્ગ્યુ એટલે શું? જાણો લક્ષણો અને ધ્યાનમા રાખવા જેવી બાબતો

પ્રતીકાત્મક તસવીર

જો તમને ડેન્ગ્યુ થયો હોવાની ખબર પડે તો બીમારીના પ્રથમ અઠવાડિયા દરમિયાન વધુ મચ્છર કરડે નહીં તેનું ધ્યાન રાખો.

કોરોના મહામારી (Coronavirus) સાથે ડેન્ગ્યુનો  (Dangue) વધતો પ્રભાવ લોકો પર જોખમ ઉભું કરે છે. ડેન્ગ્યુ મચ્છરજન્ય વાયરલ રોગ છે અને વિશ્વમાં ખૂબ ઝડપથી ફેલાયો છે. ડેન્ગ્યુ વાયરસ મુખ્યત્વે એડીસ એજિપ્ટી પ્રજાતિના માદા મચ્છરો દ્વારા ફેલાય છે. આ મચ્છરો ચિકનગુનિયા, તાવ અને ઝિકા વાયરસના વેક્ટર પણ છે. ઉષ્ણકટિબંધમાં ડેન્ગ્યુ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ડેન્ગ્યુનું સંક્રમણ લાગ્યા બાદ ઘણી વખત દર્દીને તેના સંક્રમણની જાણ પણ હોતી નથી. તેમાં ફલૂ જેવા લક્ષણો પણ જોવા મળે છે.

કેટલાક લોકોને ગંભીર ડેન્ગ્યુની ગંભીર અસર થાય છે. જેમાં ગંભીર રક્તસ્ત્રાવ, અંગને નુકસાન જેવી તકલીફોનો સમાવેશ થાય છે. જ્યારે યોગ્ય રીતે અને સમયે સારવાર ન થાય તો ગંભીર ડેન્ગ્યુમાં મૃત્યુનું જોખમ વધુ હોય છે.

ગંભીર ડેન્ગ્યુ ક્યારે સામે આવ્યો?

1950ના સમયમાં ફિલિપાઇન્સ અને થાઇલેન્ડમાં ડેન્ગ્યુ રોગચાળા દરમિયાન ગંભીર ડેન્ગ્યુ પ્રથમ વખત જોવા મળ્યો હતો. વર્તમાન સમયે ગંભીર ડેન્ગ્યુ મોટાભાગના એશિયન અને લેટિન અમેરિકન દેશોમાં છે. જ્યાં ગંભીર ડેન્ગ્યુ બાળકો અને યુવાનોના મોતનું કારણ પણ બની રહ્યો છે.

WHOની વેબસાઈટ મુજબ ડેન્ગ્યુ ફ્લેવિવિરિડી પરિવારના વાયરસને કારણે થાય છે અને ડેન્ગ્યુ પેદા કરતા વાયરસના DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 એમ ચાર અલગ અલગ સેરોટાઇપ્સ પણ છે. ડેન્ગ્યુના સંક્રમણમાંથી રિકવરી સેરોટાઇપ સામે આજીવન રોગપ્રતિકારક શક્તિ આપતી હોવાનું કહેવાય છે. ડેન્ગ્યુમાં સેરોટાઇપ્સ સાથે સંકળાયેલી રોગચાળાની અલગ અલગ પેટર્ન હોય છે.

ડેન્ગ્યુની માનવ આરોગ્ય અને અર્થતંત્ર પર ગંભીર અસર થાય છે. સંક્રમિત થયેલા મુસાફરો દ્વારા DENVને અવારનવાર એક સ્થળેથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. જેના કારણે સ્થાનિક ટ્રાન્સમિશન ઉભું થવાની દહેશત વધે છે.

વિશ્વ પર ડેન્ગ્યુનો પ્રભાવ

વિશ્વભરમાં ડેન્ગ્યુ રોગચાળામાં વધારો થયો છે. મોટા ભાગના કિસ્સાઓ એસિમ્પટોમેટિક અથવા હળવા હોય છે. જેના કારણે ડેન્ગ્યુના કેસોની સંખ્યા ઓછી નોંધાય છે. ઘણા કેસોને અન્ય ફેબ્રીલ બીમારીઓ તરીકે ખપાવી દેવાય છે. ડેન્ગ્યુના વ્યાપ બાબતે થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 3.9 અબજ લોકોને ડેન્ગ્યુ વાયરસથી ચેપ લાગવાનું જોખમ છે.

ડેન્ગ્યુના કેસના બિહામણા આંકડા

WHO પાસે છેલ્લા બે દાયકામાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યા 8 ગણી વધી છે. ડેન્ગ્યુના કેસ વર્ષ 2000માં 505,430 હતા અને 2010માં 2.4 મિલિયન અને 2019માં 5.2 મિલિયન સુધી પહોંચ્યા હતા.

ડેન્ગ્યુનો વ્યાપ કઈ રીતે વધ્યો?

1970 પહેલાં માત્ર 9 દેશોમાં જ ડેન્ગ્યુના ભયંકર રોગચાળાનો અનુભવ થયો હતો. જોકે, હવે આ રોગચાળો 100થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. જે પૈકીના અમેરિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ પેસિફિક દેશો ડેંગ્યુથી સૌથી વધુ ગંભીર રીતે પ્રભાવિત છે. ડેન્ગ્યુના કેસનું 70 ટકા ભારણ તો એકલા એશિયા પર છે. હવે કેસ યુરોપ સુધી પહોંચી ગયા છે.

2010માં ફ્રાન્સ અને ક્રોએશિયામાં પ્રથમ વખત લોકલ ટ્રાન્સમિશનની જાણ થઈ હતી અને અન્ય 3 યુરોપિયન દેશોમાં ઇમ્પોર્ટેડ કેસ મળી આવ્યા હતા. બીજી તરફ 2012માં પોર્ટુગલના મેડિરા ટાપુઓ પર ડેન્ગ્યુના પ્રકોપને પરિણામે 2000થી વધુ કેસ નોંધાયા હતા અને મેઇનલેન્ડ પોર્ટુગલ અને યુરોપના અન્ય 10 દેશોમાં કેસ મળી આવ્યા હતા. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાંથી પાછા ફરતા મુસાફરોમાં મેલેરિયા પછી તાવનું બીજું સૌથી મોટું કારણ ડેન્ગ્યુ છે.

વૈશ્વિક સ્તરે અત્યાર સુધીના સૌથી વધુ ડેન્ગ્યુના કેસ 2019માં નોંધાયા હતા. અનેક દેશોને અસર થઈ હતી અને અફઘાનિસ્તાનમાં પ્રથમ વખત ડેન્ગ્યુનું સંક્રમણ સામે આવ્યું હતું! એકલા અમેરિકનમાં 3.1 મિલિયન કેસ નોંધાયા હતા, જેમાં 25,000થી વધુને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. એશિયામાં બાંગ્લાદેશ (1,01,000), મલેશિયા (1,31,000) ફિલિપાઇન્સ (4,20,000), વિયેતનામ (3,20,000)માં વધુ કેસ નોંધાયા હતા

2020માં ડેન્ગ્યુએ અનેક દેશોને ઝપટે ચડાવ્યા હતા. જેના કારણે બાંગ્લાદેશ, બ્રાઝિલ, કૂક ટાપુઓ, ઇક્વાડોર, ભારત, ઇન્ડોનેશિયા, માલદીવ્સ, મોરિટાનિયા, માયોટ્ટે, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, સુદાન, થાઇલેન્ડ, તિમોર-લેસ્ટે અને યમનમાં કેસોની સંખ્યા વધી હતી.

વર્ષ 2016માં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે અમેરિકામાં 2.37 મિલિયનથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે બ્રાઝિલમાં આશરે 1.5 મિલિયન કેસો મળ્યા હતા. આવી જ રીતે 2017 દરમિયાન ડેન્ગ્યુના ગંભીર કેસોમાં 53 ટકાનો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો.

એક તરફ આરોગ્ય માળખા પર કોરોનાનું ભારણ છે. બીજી તરફ ડેન્ગ્યુ જેવા રોગ માથું ઊંચકે છે. જેથી તેને રોકવા WHOએ સૂચનો કર્યા છે. જેમ જેમ કેસની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બંને રોગોનું જોખમ સૌથી વધુ હોય છે. કોરોના અને ડેન્ગ્યુની સંયુક્ત અસર વિનાશક પરિણામો લાવી શકે છે.

કઈ રીતે ફેલાય છે વાયરસ?

મચ્છરમાંથી માનવીમાં

આ વાયરસ ચેપગ્રસ્ત માદા મચ્છરોના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. જે મુખ્યત્વે એડિસ એજિપ્ટી મચ્છર હોય છે. ત્યારબાદ DENVથી સંક્રમિત વ્યક્તિના લાળગ્રંથી સહિતના ટીસ્યુ પર અસર કરે છે.

માનવીમાંથી મચ્છરમાં

DENVથી સંક્રમિત હોય તેવા લોકોથી મચ્છરો સંક્રમિત થઈ શકે છે. આવું ડેન્ગ્યુનો લક્ષણાત્મક ચેપ હોય તેવી વ્યક્તિઓમાં હોય છે. આવી વ્યક્તિઓને હજી લક્ષણાત્મક ચેપ લાગ્યો હોતો નથી. આ પ્રકારનું ટ્રાન્સમિશન દેખાતા બે દિવસ જેટલો સમય લાગે છે.

અન્ય ટ્રાન્સમિશન

ગર્ભવતી મહિલામાંથી બાળકને પણ સંક્રમણ લાગી શકે છે. વર્ટિકલ ટ્રાન્સમિશન દર નિચો હોય છે. વર્ટિકલ ટ્રાન્સમિશનનું જોખમ ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ સંક્રમણના સમય સાથે સંકળાયેલું લાગે છે. જો ગર્ભવતી માતાને DENY ચેપ હોય તો બાળકને પણ તકલીફ પડી શકે છે.

રોગના ચિહ્નો અને લક્ષણો

ડેન્ગ્યુ ગંભીર ફ્લૂ જેવી બીમારી છે. જે શિશુઓ, નાના બાળકો અને પુખ્ત વયના લોકોને અસર કરે છે. પરંતુ ભાગ્યે જ મૃત્યુનું કારણ બને છે. ચેપગ્રસ્ત મચ્છરના ડંખ પછી 4-10 દિવસના ઇન્ક્યુબેશન સમયગાળા પછી લક્ષણો સામાન્ય રીતે 2થી 7 દિવસ સુધી જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડેન્ગ્યુને સામાન્ય ડેન્ગ્યુ અને ગંભીર ડેન્ગ્યુ એમ બે ભાગમાં વહેંચ્યો છે.

આ પણ  વાંચો - Explained: GST કાઉન્સિલે પેટ્રોલ, ડીઝલને GST હેઠળ લાવવાનો કેમ કર્યો ઇન્કાર?

ડેન્ગ્યુ

તાવ સાથે નીચે પૈકીના બે લક્ષણો હોય તો ડેન્ગ્યુ હોય શકે છે.

ગંભીર માથાનો દુ:ખાવો
આંખોની પાછળ દુ:ખાવો
સ્નાયુ અને સાંધાના દુ:ખાવા
ઉબકા
ઊલટી
ફોલ્લીઓ

ગંભીર ડેન્ગ્યુ

સામાન્ય રીતે દર્દી બીમારી શરૂ થયાના લગભગ 3-7 દિવસ પછી ગંભીર તબક્કામાં પ્રવેશ કરે છે. આ સમયે દર્દીમાં તાવ ઘટવા લાગે છે અને ગંભીર ડેન્ગ્યુ સાથે સંકળાયેલા ચેતવણીરૂપ ચિહ્નો પ્રગટ થઈ શકે છે. આવો ડેન્ગ્યુ જીવલેણ હોય શકે છે. તેમાં પ્લાઝમા લીકેજ, પ્રવાહી ભેગું થવું, શ્વાસની તકલીફ, ગંભીર રક્તસ્ત્રાવ અથવા અંગની ખામી થઈ શકે છે.

આ બાબતોનું ધ્યાન રાખવું

પેટમાં તીવ્ર દુ:ખાવો
સતત ઊલટી
ઝડપી શ્વાસ
પેઢામાં રક્તસ્ત્રાવ
થાક
બેચેની
ઊલટીમાં લોહી

જો દર્દીઓ નિર્ણાયક તબક્કા દરમિયાન આ લક્ષણો જોવા મળે તો 24-48 કલાક માટે નિરીક્ષણ આવશ્યક છે. જેનાથી મૃત્યુનું જોખમ ટાળી શકાય છે.

નિદાન
DENV સંક્રમણના નિદાન માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. તેમાં વિરોલોજિકલ ટેસ્ટ અને સેરોલોજિકલ ટેસ્ટનો સમાવેશ થાય છે. દર્દીની માંદગીના સમય આધારે, વિવિધ નિદાન પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે છે. બીમારીના પ્રથમ અઠવાડિયા દરમિયાન એકત્રિત કરવામાં આવેલા દર્દીના નમૂનાઓનો સેરોલોજિકલ અને વાઇરોલોજિકલ બંને પદ્ધતિઓ (આરટી-પીસીઆર) દ્વારા ટેસ્ટ થવો જોઈએ.

વાઈરોલોજિકલ પદ્ધતિઓ

સંક્રમણના પહેલા કેટલાક દિવસો દરમિયાન વાયરસ લોહીથી અલગ થઈ શકે છે. તે માટે વિવિધ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ-પોલિમેરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિઓ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આરટી-પીસીઆર પણ કામમાં લઇ શકાય છે. ક્લિનિકલ નમૂનાઓમાંથી આરટી-પીસીઆર પ્રોડક્ટનો ઉપયોગ વાયરસના જીનોટાઇપિંગ માટે પણ થઈ શકે છે. એનએસ1 નામના વાયરસ પ્રોટીનના પરીક્ષણ દ્વારા પણ આ વાયરસ શોધી શકાય છે.

સારવાર

ડેન્ગ્યુ તાવની કોઈ ચોક્કસ સારવાર નથી. સ્નાયુઓમાં દુ:ખાવો અને સામાન્ય દુ:ખાવો તેમજ તાવના લક્ષણોને નિયંત્રિત કરવા પેઈન કિલર લઈ શકાય છે. આ લક્ષણોની સારવાર માટેના શ્રેષ્ઠ વિકલ્પો એસિટામિનોફેન અથવા પેરાસિટામોલ છે.

ગંભીર ડેન્ગ્યુમાં અનુભવી ચિકિત્સકો અને નર્સો દ્વારા તબીબી કેર લઈ શકાય છે. મૃત્યુદર 20 ટકાથી ઘટાડીને 1 ટકાથી પણ ઓછો કરી શકે છે. દર્દીના શરીરના પ્રવાહીના વોલ્યુમની જાળવણી મહત્વપૂર્ણ છે.

ડેન્ગ્યુમાં રસીકરણ

સનોફી પાસ્ટર દ્વારા વિકસાવવામાં આવેલી ડેન્ગ્યુની પ્રથમ રસી ડેંગવાક્સિયા® (CYD-TDV)ને ડિસેમ્બર 2015માં લાઇસન્સ આપવામાં આવ્યું હતું અને હવે તેને 20 દેશોએ મંજૂરી આપી દીધી છે. નવેમ્બર 2017માં રસીકરણ સમયે સેરોસ્ટેટસને નક્કી કરવા માટે વધારાના શોધના પરિણામો બહાર પાડવામાં આવ્યા હતા.

રસીકરણને ડેન્ગ્યુ નિવારણના વ્યૂહરચનાના ભાગ રૂપે ધ્યાનમાં લેવી જોઈએ. અન્ય રોગ નિવારક પગલાંનું પાલન કરવાની જરૂર છે.

નિવારણ અને નિયંત્રણ

જો તમને ડેન્ગ્યુ થયો હોવાની ખબર પડે તો બીમારીના પ્રથમ અઠવાડિયા દરમિયાન વધુ મચ્છર કરડે નહીં તેનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન લોહીમાં વાયરસ ફરી રહ્યો હોઈ શકે છે અને તેથી તમે આ વાયરસને ચેપ વગરમાં મચ્છરોમાં ફેલાવી શકો છો.

મચ્છરોને ફેલાતા અટકાવો

-સ્વચ્છતા જાળવો
- પાણીના સંગ્રહના કન્ટેનરોને ખાલી કરવું અને સાફ કરવું
-પાણી સંગ્રહના આઉટડોર કન્ટેનરમાં યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરવો
- મચ્છરો અને ત્વચાના વચ્ચે સંપર્ક ઘટાડવા માટે પુરા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે
-સમાજમાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે.
- મચ્છરજન્ય રોગોના જોખમો અંગે સમાજને શિક્ષિત કરવો.
- રોગ નિયંત્રણ માટે સહકાર આપવો
Published by:Kaushal Pancholi
First published:

Tags: Dengue, Explain, Explainer, Lifestyle, આરોગ્ય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन