Dengue alert! આ પ્રકારની દવાઓનું ભૂલથી પણ સેવન ન કરતા, નહીંતર...

ડેન્ગ્યુ કોઈ જીવલેણ બીમારી નથી, પણ બેદરકારી ભારે પડી શકે છે.

Dengue alert! Avoidthese medicine in Dengue Fever: દિલ્હી અને એનસીઆરમાં આ દિવસોમાં ડેન્ગ્યુ તાવનો કાળો કેર છે. મોટી સંખ્યામાં લોકો ડેન્ગ્યુ ગ્રસ્ત છે. જોકે, ડેન્ગ્યુ કોઈ જીવલેણ બીમારી નથી, પણ બેદરકારી ભારે પડી શકે છે.

  • Share this:
    Dengue alert! દિલ્હી અને એનસીઆરમાં આ દિવસોમાં ડેન્ગ્યુ તાવનો કાળો કેર છે. મોટી સંખ્યામાં લોકો ડેન્ગ્યુ ગ્રસ્ત છે. જોકે, ડેન્ગ્યુ કોઈ જીવલેણ બીમારી નથી, પણ બેદરકારી ભારે પડી શકે છે. જો તમે સાવધાન છો તો સરળતાથી આ બીમારીથી ઘરે બેઠા પણ સાજા થઈ શકો છો, અહીં સાવધાનીનો મતલબ છે કે તમે પોતાના ડોક્ટર ન બનો. પોતે અથવા મેડિકલ સ્ટોરની સલાહના આધારે કોઈ દવા ન લો.

    ડેન્ગ્યુ એક વાયરલ તાવ છે જેનો કોઈ ચોક્કસ ઈલાજ હાજર નથી. આપણું શરીર પોતે એના વાયરસનો સામનો કરે છે અને તે પોતે જ એની સામે રક્ષણ આપે છે. આ માટે તમારે ભરપૂર માત્રામાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ.
    ભૂલથી પણ ન કરો આ કામ

    ડેન્ગ્યુમાં તાવને લીધે દર્દીના શરીરમાં તકલીફ અને અન્ય મુશ્કેલીઓ થાય છે. આ માટે તેઓ બ્રુફેન (Brufen) કે કોમ્બીફ્લેમ (Combiflam) જેવી પેઈન કિલરનો સહારો લે છે. આ પેઇન કિલર નોન સ્ટેરોઈડલ એન્ટી ઇન્ફ્લેમેટરી (non-steroidal anti-inflammatory) દવાઓ હોય છે. ડેન્ગ્યુમાં આ દવાઓનં- સેવન કરવું જીવલેણ બની શકે છે. તેના સેવનથી તમારા પેટમાં રક્તનો સ્ત્રાવ થઈ શકે છે.

    શા માટે ન લેવી જોઈએ પેઈન કિલર
    ડોક્ટરોના કહેવા મુજબ ડેન્ગ્યુ તાવના શરૂઆતી લક્ષણોમાં શરીરમાં દર્દ થવું સામાન્ય છે. મોટાભાગના લોકો આ લક્ષણના કારણે તેને વાયરલ ફીવર સમજી બેસે છે. આ કારણે તેઓ કોમ્બીફ્લેમ અને બ્રુફેન જેવી દવાઓ લઈ લે છે. એક્ચ્યુલી, ડેન્ગ્યુ તાવમાં આપણા લોહીમાંથી પ્લેટલેટ્સની સંખ્યા સતત ઘટતી જાય છે.

    આ દવાઓને કારણે પ્લેટલેટ્સ વધુ ઝડપથી ઘટી જાય છે જે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ડોક્ટર્સ તાવ કે બોડી પેઈનમાં માત્ર અને માત્ર પેરાસીટામોલ (paracetamol) અને ક્રોસિન (Crocin) લેવાની સલાહ આપે છે અને એ ફક્ત ડોક્ટર સૂચન કરે તો જ.

    ડેન્ગ્યુના વાયરસ આપણા શરીરમાં લોહીમાં પ્લેટલેટ્સને અસર કરે છે. પ્લેટલેટ્સ લોહીને ગંઠાવા (clotting) એટલે કે રક્ત સ્ત્રાવ રોકવાનું કામ કરે છે. બીજી તરફ પેઇન કિલર નોન સ્ટેરોઈડલ એન્ટી ઇન્ફ્લેમેટરી (non-steroidal anti-inflammatory) દવાઓ પણ લોહીને ગંઠાવાથી રોકવાનું કામ કરે છે. આ રીતે જો ડેન્ગ્યુ તાવમાં પેઈન કિલરનું સેવન કરી લીધું તો એક પ્રકારે તમે વાયરસનું કામ સરળ કરી નાખો છો.

    જો તમે પેઈન કિલરનું સેવન કરી લીધું અને તમને રક્ત સ્ત્રાવ થવા લાગ્યો તો આ સ્થિતિને ‘ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ’ કહેવાય છે. જો દર્દી આ સ્થિતિમાં પહોંચે તો તેને તરત આઈસીયુમાં ભરતી કરવો પડે છે.

    આયર્ન અને પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ
    ડેન્ગ્યુમાંથી બહાર આવવા માટે આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. દિવસમાં ત્રણથી પાંચ લિટર પાણી પીવું જોઈએ. તેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થશે અને તમે જલ્દી હેલ્ધી અનુભવશો.
    Published by:Nirali Dave
    First published: