Home /News /explained /પાકિસ્તાનમાંથી આઝાદ થવા ટળવળતા બલુચિસ્તાને કર્યો છે આવો સંઘર્ષ, અહીં જાણો બલોચ લોકોની નફરતનું કારણ
પાકિસ્તાનમાંથી આઝાદ થવા ટળવળતા બલુચિસ્તાને કર્યો છે આવો સંઘર્ષ, અહીં જાણો બલોચ લોકોની નફરતનું કારણ
સ્વતંત્ર બલુચિસ્તાનની માંગણી સાથે બ્રિટિશ સંસદની સામે જોરદાર પ્રદર્શન
Demand For Free Baluchistan: બલુચિસ્તાનિઓએ આઝાદી માટે અવાજ ઉઠાવ્યો છે. તેઓ પોતાનો અલગ દેશ ઈચ્છે છે. પાકિસ્તાન સાથે તેમણે કોઈ લેવાદેવા નથી. અહીં આઝાદી માટે અનેક વખત પ્રદર્શન થઈ ચૂક્યા છે.
બલુચિસ્તાન (balochistan) ઘણા સમયથી પાકિસ્તાનથી (Pakistan) આઝાદી ઈચ્છી રહ્યું છે. અત્યારે તે પાકિસ્તાનનો એક પ્રાંત છે, પરંતુ અહીંના લોકોએ પાકિસ્તાનને તેમના દેશ તરીકે ક્યારેય સ્વીકાર્યો નથી. જ્યારથી પાકિસ્તાન બન્યું છે, ત્યારથી બલુચિસ્તાનિઓએ આઝાદી (Demand For Free Baluchistan) માટે અવાજ ઉઠાવ્યો છે. તેઓ પોતાનો અલગ દેશ ઈચ્છે છે. પાકિસ્તાન સાથે તેમણે કોઈ લેવાદેવા નથી. અહીં આઝાદી માટે અનેક વખત પ્રદર્શન થઈ ચૂક્યા છે. આ દરમિયાન રવિવારે સ્વતંત્ર બલુચિસ્તાનની માંગણી સાથે બ્રિટિશ સંસદની (British Parliament) સામે જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સામાન્ય બલુચ લોકો પાકિસ્તાન અને તેની સેનાના વર્તનથી નારાજ છે. પાકિસ્તાની સેના દ્વારા આ સ્થળે લાંબા સમયથી દમન કરવામાં આવે છે. તેમને જેલમાં નાંખી દેવાય છે, યાતના અપાય છે. વર્તમાન સમયે બલુચિસ્તાનની આઝાદી માટે વિશ્વભરમાં અનેક સંસ્થાઓએ આંદોલન ચલાવ્યું છે. જેમાં બલુચિસ્તાન લિબરેશન આર્મીને સ્વતંત્રતા તરફી ઉગ્રવાદીઓનું સંગઠન માનવામાં આવે છે. તેમના પર પાકિસ્તાનમાં ગંભીર હુમલાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ભારતના ભાગલા 1947માં થયા હતા. ત્યારે બે દેશો ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા હતા. પરંતુ તે પછી પણ બલુચિસ્તાને પોતાના માટે અલગ દેશની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે, તેઓ પાકિસ્તાનીઓ સાથે રહી શકે નહીં. બલુચિસ્તાનની આઝાદી માટે તેઓ 74 વર્ષથી સતત લડતા રહ્યા છે.
અત્યારે પાકિસ્તાનનો સૌથી મોટો ભાગ બલુચિસ્તાન વિસ્તારની દ્રષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. જોકે ચાર પ્રાંતની સરખામણીમાં ત્યાંની વસ્તી સૌથી ઓછી છે. તેની સરહદ ઈરાન અને અફઘાનિસ્તાનને અડે છે. ત્યાં મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે. અહીં ગેસ, કોલસો, તાંબુ અને કોલસાનો મોટો જથ્થો છે. છતાં આજે પણ પણ બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી ગરીબ પ્રાંત છે.
ચીન દ્વારા પ્રાકૃતિક સંસાધનોનું શોષણ તાજેતરના વર્ષોમાં પાકિસ્તાને અહીં ચીન સાથે મળી ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ બંને દેશ ત્યાંના સંસાધનોનું વિપુલ પ્રમાણમાં શોષણ કરી રહ્યા છે. બલુચિસ્તાનના રેતાળ વિસ્તારોમાં યુરેનિયમ, પેટ્રોલ, કુદરતી ગેસ, તાંબુ અને અન્ય ઘણી ધાતુઓના ભંડાર છે. બલુચ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકે સમર્થન આપતા દેશોમાં ભારત અને ઇઝરાઇલ શામેલ છે.
પાકિસ્તાન પર હેરાનગતિનો આક્ષેપ પાકિસ્તાનની કેન્દ્ર સરકાર તેમને પરેશાન કરી રહી હોવાનો આક્ષેપ બલોચ રાષ્ટ્રવાદી નેતાઓ કરે છે. તેમનું કહેવું છે કે, તેમને તેમના યોગ્ય હક આપવામાં આવતા નથી. પાકિસ્તાનનું કહેવું છે કે, તે બલુચિસ્તાનમાં અલગાવવાદીઓ સામેની લડત જીતી રહ્યું છે. બીજી તરફ બલોચ કાર્યકરોનું કહેવું છે કે, પાકિસ્તાની સેના અપહરણ, ત્રાસ અને હત્યાઓ કરતી હોવાના કારણે, ત્યાં પાકિસ્તાન વિરુદ્ધ લાગણી ફેલાઈ રહી છે.
પાકિસ્તાનથી નારાજ છે લોકો 2006માં બલોચ નેતા નવાબ અકબર બુગતીની પાકિસ્તાની સૈન્યએ હત્યા કર્યા બાદ ત્યાં ચરમપંથી લહેર જોવા મળી છે.
અલગાવવાદીઓને લોકોનું સમર્થન અલગાવવાદીઓનું કહેવું છે કે, તેઓ સ્વતંત્ર બલુચિસ્તાન માટે લડી રહ્યા છે. મુખ્યત્વે આ લોકો પર્વતોમાં તેમના છુપાવના ઠેકાણા છે. તેઓ ત્યાંથી કામ કરે છે. આ સાથે જ સામાન્ય લોકોનો પણ તેમને મજબૂત ટેકો હોવાનું કહેવાય છે.
કબીલાના પ્રમુખોનું ધાર્યું થાય છે બલુચિસ્તાન પ્રાંત ક્યારેય પણ પાકિસ્તાની સરકારના નિયંત્રણમાં નહોતો. અહીં કેન્દ્ર સરકાર કરતા વધુ કબીલાના સરદારોનું ચાલે છે. આ લડાકુ જનજાતિઓનો પોતાનો અલગ કાયદો છે. જેના હેઠળ હાથ સામે હાથ અને માથા માટે માથું કાપી લેવાની પરંપરા છે.
1947થી આઝાદીની માંગ પાકિસ્તાનની રચનાથી થઈ ત્યારથી બલોચ અલગાવવાદીઓ અને પાકિસ્તાની સરકાર વચ્ચેના આ વિવાદ ચાલે છે. એપ્રિલ 1948માં પાક સૈન્યએ મીર અહેમદ યાર ખાનને બળજબરીથી તેમના કલાટ રાજ્ય છોડવાની ફરજ પાડી હતી. તેમની પાસે કલાતની સ્વતંત્રતા સામેના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાવી લેવાયા હતા. પરંતુ બલુચિસ્તાનનો 23 ટકા ભાગ પાકિસ્તાન હેઠળ આવે તેવું મીર અહેમદના ભાઈ પ્રિન્સ અબ્દુલ કરીમ ખાન ઇચ્છતા ન હતા. જેથી 1948ના મે મહિનામાં અબ્દુલ કરીમ ખાને પાક સરકાર વિરુદ્ધ અલગ થવાની ચળવળનું બ્યુગલ ફૂંકયું હતું. ત્યારથી આ સંઘર્ષ સતત ચાલુ છે.
" isDesktop="true" id="1109149" >
આ ક્ષેત્ર વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ અરબી સમુદ્ર અને હોમુજ જળસંધિ નજીક હોવાના કારણે આ પ્રાંતને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે ઈરાનની પૂર્વમાં અને અફઘાનિસ્તાનની દક્ષિણમાં સ્થિત છે. કતાર, ઈરાન અથવા તુર્કમેનિસ્તાનમાંથી પસાર થતી કોઈપણ ગેસ અથવા તેલની પાઇપલાઇન બલુચિસ્તાનમાંથી પસાર કરવી પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર