Home /News /explained /

Delta Plus વેરિયન્ટનો ખતરો કેટલો? જાણો, AIIMSના ડાયરેક્ટર અને WHOએ શું કહ્યું

Delta Plus વેરિયન્ટનો ખતરો કેટલો? જાણો, AIIMSના ડાયરેક્ટર અને WHOએ શું કહ્યું

(તસવીર- News18 Creative)

જે લોકોનું રસીકરણ નથી થયું તેમનામાં ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે- WHO

કોરોના વાયરસ (Coronavirus) નો ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે. ત્યારે હવે નવા ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ (Delta Plus Mutation)નો ખતરો પણ ઊભો થયો છે. કેટલાક રાજ્યમાં આ મ્યુટેન્ટના કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવતા લોકોમાં વધુ ડર ફેલાયો છે. અલબત્ત, એઇમ્સ (AIIMS)ના ડાયરેક્ટ ડો. રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria)નું કહેવું છે કે, નવું વેરિયન્ટ વધુ સંક્રમિત, વધુ ઘાતકી કે રોગપ્રતિકારક શક્તિથી બચી જાય તેવું હોવાના પૂરતા ડેટા ઉપલબ્ધ નથી. તેમણે સલાહ આપી કે, કોરોનાથી બચવા માટે ઘડાયેલા નિયમોનું પાલન કરીશું તો આપણે કોઈ પણ વેરિયન્ટથી સુરક્ષિત રહીશું.

આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization- WHO)નું કહેવું છે કે, ડેલ્ટા વેરિયન્ટ વિશ્વના 100 જેટલા દેશોમાં ફેલાઈ ગયો છે. પરિણામે ખૂબ ઝડપથી ફેલાઈ શકે તેવો આ સ્ટ્રેઇન વૈશ્વિક સ્તરે વધુ પ્રભાવશાળી વેરિયન્ટ બનશે.

આ પણ વાંચો, બ્રાઝિલમાં ચર્ચે એક નવું મિશન શરૂ કર્યું, મહામારીથી પીડાતા લોકો માટે બનાવી રહ્યા છે બ્રેડ

WHOએ પોતાના સાપ્તાહિક એપિડેમીઓલોજીકલ અપડેટમાં કહ્યું હતું કે, 96 દેશોએ ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા હોવાની જાણકારી આપી છે. જોકે, વેરિયન્ટની ઓળખ કરવા માટે સિકવેન્ટ્સીંગ ક્ષમતા સીમિત હોવાથી આવી શકયતા ઓછી છે. આમાંના ઘણા દેશો સંક્રમણ અને હોસ્પિટલાઈઝેશનમાં વધારા પાછળ જવાબદાર છે. ટ્રાન્સમિસિબિલીટીમાં વધારો જોતાં WHOએ ચેતવણી આપી હતી કે, ડેલ્ટા વેરિએન્ટ આગામી મહિનાઓમાં વધુ સંક્રમિત વેરિઅન્ટ બનશે.

WHOએ નોંધ્યું હતું કે, મહામારી શરૂ થઈ ત્યારથી વ્યક્તિગત, કોમ્યુનિટી લેવલે કોરોના સંક્રમણને રોકવા માટે જે પણ તકેદારીના પગલાં લેવાયા છે તે ડેલ્ટા સહિતના ચિંતાજનક વેરિયન્ટને રોકવા માટે આજે પણ અસરકારક છે.

આ ચિંતાજનક વેરિયન્ટની વધતી ટ્રાન્સમિસિબિલીટીનો અર્થ એ છે કે, લાંબા સમય સુધી તકેદારી રાખવાની જરૂર પડી શકે છે. ખાસ કરીને ઓછા રસીકરણના સંદર્ભમાં સભ્ય દેશોએ આ તકેદારીઓ રાખવી જ પડશે. ગયા અઠવાડિયે WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જેટલા વેરિયન્ટ મળ્યા છે, તેમાંથી ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધુ સંક્રમિત છે. આ વેરિયન્ટ જે લોકોનું રસીકરણ થયું નથી, તેમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે વધુમાં કહ્યું હતું કે, હું જાણું છું કે વૈશ્વિક સ્તરે હાલમાં ડેલ્ટા વેરિઅન્ટ વિશે ચિંતા વ્યાપી છે. WHO પણ ચિંતિત છે. અત્યાર સુધી જોવા મળેલ તમામ વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધુ ટ્રાન્સમિસિબલ છે. જે રસીકરણ ન થયું હોય તેવા લોકોમાં ઝડપથી ફેલાય છે. તેમણે ટાંકયું હતું કે, કેટલાક દેશોએ જાહેર આરોગ્ય અને સોશિયલ પ્રતિબંધોને હળવા કર્યા હોવાથી વિશ્વભરમાં ટ્રાન્સમિશનમાં વધારો થયો છે.

છેલ્લા આંકડા મુજબ, વિશ્વના 172 દેશોમાં આલ્ફા વેરિયન્ટ મળી આવ્યું છે. બીટા વેરિયન્ટ 120 દેશોમાં, ગામા 72 દેશોમાં અને ડેલ્ટા વેરિયન્ટ 96 દેશોમાં મળ્યો છે. થોડા અઠવાડિયામાં પ્રથમ વખત એવું થયું છે કે ભારતમાં કોરોનાના હાઈએસ્ટ કેસ નોંધાયા નથી.

આ પણ વાંચો, Coronavirus Updates: દેશમાં કોરોના મૃત્યુઆંક 4 લાખને પાર; રિકવરી રેટ 97 ટકા થયો

અપડેટમાં જણાવ્યું છે કે, આ સપ્તાહમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે. મોટાભાગે ભારતમાં કેસોની સંખ્યા ઘટી છે. નવા કેસમાં મ્યાનમારમાં 112 ટકાનો ઉછાળો, ઇન્ડોનેશિયામાં 60 ટકાનો ઉછાળો અને બાંગ્લાદેશમાં 48 ટકાનો ઉછાળો આ અઠવાડિયામાં જોવા મળ્યો છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ નવા કેસ ભારતમાં છે. ભારતમાં કેસમાં 21 ટકા ઘટ્યા છે. 351,218 નવા કેસ જોવા મળ્યા છે. જેમાં એક લાખ દીઠ 25.5 નવા કેસ હોવાનું સામે આવ્યું છે. ઇન્ડોનેશિયામાં 125,395 નવા કેસ, 100,000 દીઠ 45.8 નવા કેસ છે. કેસમાં 60 ટકાનો ઉછાળો થયો છે. આવી રીતે બાંગ્લાદેશમાં 48 ટકાના ઉછાળા સાથે 36,738 નવા કેસ છે. 100,000માં 22.3 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં સૌથી વધુ 9038 મોત થયા છે. દર 1 લાખે 0.7 નવા મોત નોંધાયા છે. છેલ્લા અઠવાડિયાની સરખામણીએ મૃત્યુમાં 45 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ઇન્ડોનેશિયામાં મોતનું પ્રમાણ 39 ટકા વધ્યું છે. ત્યાં 2476 નવા મોત, જે 1 લાખ દીઠ 0.9ના પ્રમાણમાં નોંધાયા છે. આવી રીતે બાંગ્લાદેશમાં 45 ટકા જેટલો વધારો મોતના પ્રમાણમાં થયો છે. જ્યાં 624 નવા મોત નોંધાયા છે. જે 1 લાખની સરખામણીએ 0.4 જેટલા છે.

કોરોના કાળના બીજા વર્ષમાં વૈશ્વિક સ્થિતિ નાજુક રહી છે. એક તરફ તાજેતરના અઠવાડિયાઓમાં કેસ અને મોતની બાબતે ગ્લોબલ લેવલ, ટ્રેન્ડમાં ઘટાડો થયો છે. અલબત દેશ અને ક્ષેત્ર પ્રમાણે તફાવત જોવા મળ્યો છે.

અપડેટમાં વધુમાં જણાવાયું છે કે, એવા ઘણા દેશ છે જેઓ કેસ અને હોસ્પિટલમાં દાખલ કરવાનો વધારો થયો હોવા મામલે રિપોર્ટ કરી રહ્યા છે. જેની પાછળ કોરોનાનો વધુ સંક્રમિત વેરિયન્ટ, સોશિયલ મિક્સિંગ, પરિવહનમાં વૃદ્ધિ, અસમાન રસીકરણ અને લોક આરોગ્ય તથા સોશિયલ ઉકેલોનું દબાણ સહિતના ઘણા કારણો જવાબદાર છે.
First published:

Tags: AIIMS, Coronavirus, COVID-19, Delta, Delta plus variant, Dr Randeep Guleria, Explainer, Who, જ્ઞાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन