Home /News /explained /

Decoding Long Covid: કોરોનાથી રિકવર થયા બાદ દાંત અને પેઢાનું ધ્યાન રાખવું કેમ છે જરૂરી?

Decoding Long Covid: કોરોનાથી રિકવર થયા બાદ દાંત અને પેઢાનું ધ્યાન રાખવું કેમ છે જરૂરી?

(પ્રતીકાત્મક તસવીર- Reuters)

ડૉક્ટરોએ કહ્યું કે, કોવિડથી સાજા થયા બાદ દાંતોની સમસ્યાના સમાધાન માટે પહેલું પગલું દાંતોની સારી સ્વચ્છતા રાખવાનું છે

દેશમાં કોરોનાની ડરાવનારી બીજી લહેર (Corona Second Wave) પૂર્ણ થવા જઈ રહી છે. રિકવર થઇ રહેલા કેટલાક દર્દીઓમાં હજુ કોરોનાના લક્ષણો (Corona Symptoms)ની અસર છે. ડોક્ટરોએ આવી સ્થિતિને Long Covidથી વ્યાખ્યાયિત કરી છે. આ પરિસ્થિતિ પર પ્રકાશ પાડવા માટે News18 દ્વારા 15 દિવસ લાંબી ‘ડીકોડિંગ લોંગ કોવિડ’ (Decoding Long COVID) સિરીઝ ચલાવવામાં આવશે. જ્યાં વિવિધ વિષયના નિષ્ણાંત ડોકટરો તમારી મૂંઝવણ નિવારશે. કઈ રીતે લક્ષણો સામે લડવું તે સૂચવશે અને મદદ ક્યારે લેવી જોઈએ તેનું સૂચન પણ કરશે.

આજની કોલમમાં રાજન ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ ડાયરેકટર અને ચેન્નઈ ડેન્ટલ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. ગુણાસીલન રાજને દાંત સ્વચ્છ રાખવામાં અવગણાવાથી કઈ રીતે ઓરલ હેલ્થને નુકસાન પહોંચે છે અને શા માટે પેઢામાંથી લોહી નીકળવુ તથા ઢીલા દાંત ગંભીર સમસ્યાના સંકેત હોય શકે તે સમજાવ્યું છે.

News18 સાથેની મુલાકાતમાં ડો. રાજેને જણાવ્યું હતું કે, મોટાભાગની દાંતની પ્રક્રિયાઓ ઊંચા જોખમવાળી પ્રક્રિયા હોવાથી કોરોના મહામારીએ લોકોમાં દાંતની ચિકિત્સાનો ભય ઉભો કર્યો હતો. આ ઉપરાંત, ડોક્ટરોએ દર્દીઓ સાથે નજીકનો સંપર્ક રાખવો પડતો હોવાથી તે વાયરસના સંક્રમણના જોખમને વધારે છે.

આ પણ વાંચો, Covishieldના બે ડોઝ વચ્ચેનું અંતર કેમ વધારાયું? સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ

તેમણે ઉમેર્યું કે, કોરોનામાંથી રિકવર થયેલા ઘણા દર્દીઓ દાંતની સમસ્યાઓ અનુભવી રહ્યા છે, પણ તેઓએ દાંતની સારવાર માટે ડોક્ટરની મુલાકાત લેવાનું બંધ કરી દીધું છે. જો દર્દીઓ આવી રીતે રાહ જોતા રહે અને મહિનાઓ સુધી અવગણવામાં આવે તો મોટે ભાગે અલ્સર અથવા કેન્સર થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત કોરોનાની સૌથી ઘાતક અસર એટલે મ્યુકોર્માયકોસિસ (બ્લેક ફંગસ)ના પ્રારંભિક તબક્કામાં ઈલાજ ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. મેં એવા બે કેસ જોયા છે, જ્યાં દર્દીઓ બ્લેક ફંગસના પ્રારંભિક લક્ષણો ચૂકી ગયા હતા. તેથી રિકવરી મુશ્કેલ બની હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, બ્લેક ફંગસ રિકવરી બાદ દાંતને અસર કરી શકે છે. તે વિવિધ પ્રકારની હોય શકે. દર્દી ઢીલા દાંત, અલ્સરથી જડબાંના હાડકાને અસર કે પેઢામાંથી લોહી નીકળવાનો અનુભવ કરી શકે.

આ પણ વાંચો, Covaxin વેક્સીનમાં નવજાત વાછરડાના સીરમનો થાય છે ઉપયોગ? સરકારે જણાવી હકીકત

શું ધ્યાન રાખવું જોઈએ?

ડોકટર રાજને સલાહ આપતા કહ્યું હતું કે, કોવિડ રિકવરી પછી દાંતની સમસ્યાને નિવારવા દાંતની સ્વચ્છતા જાળવવી પ્રથમ ડગલું છે. ઉદાહરણ તરીકે, રાત્રે સુતા પહેલા દાંત સાફ કરવા, કોવિડના સંક્રમણ દરમિયાન દિવસમાં ત્રણ વખત પોવિડોન-આયોડિન માઉથવોશનો ઉપયોગ કરવો અને તે એક મહિના પછી પણ ચાલુ રાખવું પણ મહત્વપૂર્ણ છે.

પેઢાની જાળવણી અગત્યની

પેઢાંની જાળવણીનું મહત્વ સમજાવતા ડો. રાજને કહ્યું કે, પેઢાના આરોગ્ય પર મહત્તમ ધ્યાન આપવું જોઈએ. કારણ કે પેઢાના નબળા આરોગ્યને કારણે ડાયાબિટીઝની સમસ્યા વકરે છે. તેથી ડેન્ટિસ્ટ પાસે નિયમિત તપાસ અને અલ્ટ્રાસોનિક સ્કેલિંગ આવશ્યક છે. અચાનક ઉપડેલી પેઢાની પીડા અથવા દાંતના દુઃખાવા જેવા સંકેતોની અવગણશો નહીં. તે બ્લેક ફંગસના ચિહ્નો હોઈ શકે છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Dentist, Explainer, Long Covid, Treatment

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन