Home /News /explained /દેશનાં પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશા પુણ્યતિથિ: ગુજરાતના આ પનોતા પુત્ર સામે 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાન પણ થયું હતું નતમસ્તક

દેશનાં પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશા પુણ્યતિથિ: ગુજરાતના આ પનોતા પુત્ર સામે 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાન પણ થયું હતું નતમસ્તક

પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને તેઓ મેડમની જગ્યાએ પ્રાઈમ મિનિસ્ટર જ કહેતા.

પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને તેઓ મેડમની જગ્યાએ પ્રાઈમ મિનિસ્ટર જ કહેતા. જે સમયે ઈંદિરા ગાંધી સામે બોલવાની કોઈની હિંમત નહતી થતી, ત્યારે માણેકશાએ તેમની સામે અસહમતિ દર્શાવી હતી.

પ્રવિણ પ્રજાપતિ, અમદાવાદ: સામ માણેકશા.એક એવું નામ, જે જીત અને સાહસનો પર્યાય છે. દેશના પહેલા ફિલ્ડ માર્શલ, જેમણે ભારતના ઈતિહાસની સાથે ભૂગોળ બદલી નાંખી. જેમણે ભારતની સેનાની તાકાતનો પરચો દુનિયાને કરાવ્યો અને ખાસ તો પાકિસ્તાનને, જે આજે પણ માણેકશાના નામથી ફફડે છે. ત્યારે ગુજરાતના આ પનોતા પુત્રને તેમની પુણ્યતિથિ પર યાદ કરવા જરૂરી છે. દુનિયાની શક્તિશાળી સેનાઓની વાત થતી હોય, ત્યારે તેમાં ભારતીય સેનાનું નામ ન આવે, તો વાત અધૂરી ગણાય. ભારતની સેના એમને એમ શક્તિશાળી નથી બની. જવાનોના શૌર્ય અને સક્ષમ નેતૃત્વએ એ કરી બતાવ્યું છે, જે બીજી કોઈ સેના નથી કરી શકી.

વિજયનો પર્યાય એટલે સામ માણેકશા

આજે વાત કરવી છે ફિલ્ડ માર્શલ શામ માણેકશાની, જે એક એવી વ્યક્તિ જેની ડિક્શનરીમાં હાર નામનો શબ્દ નહતો. જેણે ઈતિહાસની સાથે ભૂગોળ પણ બદલી નાંખીસમય હતો, 1971નો જ્યારે યુદ્ધના મોરચે પાકિસ્તાનને ફરી એકવાર પછાડવું જરૂરી હતું. આ એ સમય હતો, જ્યારે દુનિયામાં નવો ઈતિહાસ રચાવાની તૈયારી હતી. પાકિસ્તાન ત્યારે ફક્ત ભારતની પશ્વિમ સરહદે જ નહતું પણ પૂર્વ સરહદે પણ તેનો એક ભાગ હતો, જેને પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. જ્યાં પાકિસ્તાને પોતાના જ લોકો પર કહેર મચાવી રાખ્યો હતો.

દિગ્ગજ પાટીદાર નેતા મહેશ સવાણીએ AAPનો ખેસ પહેરી કહ્યું, 'મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ નહીં પરંતુ દિલ્હીની સરકાર જોઈને આ પક્ષ પસંદ કર્યો'

પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાંથી લોકોએ ભારતમાં શરણ લેવાની ફરજ પડી. માહોલ અંધાધૂંધીયુક્ત હતો. પશ્વિમ સરહદે પણ સ્થિતિ સારી ન હતી. પાકિસ્તાન બંને સરહદે ભારતને ઘેરીને હુમલો કરવાની ફિરાકમાં હતું.



ઇંદિરા ગાંધીને પાડી હતી યુદ્ધની ના

તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ યુદ્ધ માટે સેનાને આદેશ પણ આપી દીધા. જોકે તે સમયના લશ્કરી વડા જનરલ શામ માણેકશાએ આ માટે પ્રધાનમંત્રીને સ્પષ્ટ કહી દીધું કે, હાલ યુદ્ધ શક્ય નથી. એક લશ્કરી વડાએ પ્રધાનમંત્રીનો આદેશ માનવાની ના પાડી દેતા મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો. પોતાની વાતને મકક્મતાથી મૂકતા માણેકશાએ આ માટેના કારણો પણ આપ્યા. તેમણે ઈંદિરા ગાંધીને 1962ના ચીન યુદ્ધ વખતે ભારતે કરેલી ભૂલનું ઉદાહરણ આપ્યું. જોકે માણેકશાની ના પાછળ પણ એક કારણ હતું. માણેકશાની પ્રાથમિકતા ફક્ત યુદ્ધ લડવાની જ નહતી, પણ જીતવાની પણ હતી. એક પ્રખર રણનીતિકાર તરીકે માણેકશા યુદ્ધ તો દિમાગમાં જીતી જ ચૂક્યા હતા, બસ આ જીતને રણભૂમિમાં સાબિત કરવાની વાર હતી.તેઓ બરાબર જાણતા હતા કે યુદ્ધ માત્ર શૌર્યથી નથી જીતાતું.રણનીતિ અને સેનાની દરેક મોરચે તૈયારી જીતની પૂર્વશરત હોય છે.

આજથી ગુજરાતમાં અનેક છૂટછાટ, ફટાફટ જાણી લો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લું



યુદ્ધની રણનીતિ ઘડવામાં પાવરધા હતા

માણેકશાએ આમ જ કર્યું.રણનીતિ બનાવી, સેનાને શસ્ત્ર-સરંજામની દ્રષ્ટિએ તૈયાર કરાઈ. જગ્યા પ્રમાણે રણનીતિ બનાવાઈ. યુદ્ધ માટે પહેલાથી જ તૈયારી કરીને બેઠેલા પાકિસ્તાનને જીતનો વધુ પડતો આત્મવિશ્વાસ હતો.પણ એવું ન થઈ શક્યું.જ્યારે માણેકશાને લાગ્યું કે, હવે દુશ્મન પર ત્રાટકવાનો સમય આવી ગયો છે, ત્યારે તેમણે સેનાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો. માણેકશાએ જીતનો રોડમેપ તૈયાર કરી લીધો હતો. પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને એક ફોન કર્યો અને પછી પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દીધું.



માણેકશાના કારણે બન્યું બાંગ્લાદેશ

પરિણામ એ આવ્યું કે, જીત ભારતની થઈ, સેનાએ પાકિસ્તાની સેનાને યુદ્ધમાં ધૂળ ચટાડી દીધી.અને એ પણ ફક્ત 13 દિવસમાં. અનેક મોરચે લડાયેલું આ યુદ્ધ દુનિયાનું સૌથી અલગ યુદ્ધ હતું. જેમાં ભારત પાકિસ્તાન સામે પશ્વિમ સરહદે પણ લડ્યું અને પૂર્વ સરહદે પણ.પશ્વિમ સરહદે ભારતીય સેના આગેકૂચ કરતી છેક કરાચી બંદર સુધી પહોંચી ગઈ. પૂર્વ સરહદે પૂર્વ પાકિસ્તાનનું અસ્તિત્વ જ દુનિયાના નકશામાંથી ભૂંસાઈ ગયું.અહીંના લોકોને પાકિસ્તાની જુલમી સેના અને શાસકોથી મુક્તિ મળી અને અસ્તિત્વમાં આવ્યો એક નવો દેશ, જે અત્યારે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.માણેકશા સેનાની જીત માટે એટલા પ્રતિબદ્ધ હતા કે તેઓ પોતાની યોજના પ્રમાણે કામ ન થતા રાજીનામુ આપવા પણ તૈયાર હતા.જો કે પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ પણ તેમની વાત માનવી પડી અને તેનું પરિણામ એ જ આવ્યું, જે માણેકશા ઈચ્છતા હતા.વ્યુહરચનામાં માણેકશાનો કોઈ જવાબ નહતો.

અમદાવાદમાં કોરોના બાદ BUએ કર્યા બેહાલ: 25 દિવસથી દુકાનો સીલ, વેપારીઓના પરિવારની હાલત દયનીય

1971નું યુદ્ધ ભારત પોતાના બળે લડ્યું હતું.માણેકશાએ પ્રધાનમંત્રીને સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ અમેરિકા કે રશિયાના દબાણમાં નહીં આવે.અને પોતાની રીતે જ આગળ વધશે.તે સમયે અમેરિકાએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો.અમેરિકાના જહાજોનો બેડો બંગાળની ખાડીમાં આવી ગયો.પણ માણેકશા અને તેમની સેનાએ કોઈને ફાવવા ન દીધા.13 દિવસમાં જીત ભારતીય સેનાના કદમોમાં હતી..ભારતીય સેનાએ અત્યંત કપરી પરિસ્થિતિમાં 1971નું યુદ્ધ જીત્યું હતું.આ જીતના નાયક છે જનરલ શામ માણેકશા.પાકિસ્તાનની સેનાના 90 હજારથી વધુ જવાનોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કર્યું.આવી જીત આ પહેલા દુનિયાની કોઈ સેનાએ મેળવી નહતી.



દુનિયામાં લેવાઈ માણેકશાની નોંધ

1971ના યુદ્ધમાં ભારતીય સેનાનું પરિણામલક્ષી નેતૃત્વ કરવા બદલ સામ માણેકશાની નોંધ ફક્ત ભારત જ નહીં પણ આખી દુનિયામાં લેવાઈ.તેઓ પાકિસ્તાન સામે જીતના હીરો બન્યા.આ જ કારણ હતું કે માણેકશાને એ પદવી મળી જે અગાઉ સૈન્યમાં ક્યારેય કોઈને નહતી મળી.તેઓ સેનાના ફિલ્ડ માર્શલ બન્યા.ફિલ્ડ માર્શલ એટલે એક એવું પદ, જે સૈન્યમાં સર્વોચ્ચ અને આજીવન હોય છે.લશ્કરમાં જનરલ 58 વર્ષે રિયાટર થાય છે. પણ ફિલ્ડ માર્શલ ક્યારેય રિટાયર નથી થતા.આજીવન તેઓ સેનામાં સક્રિય રહી શકે છે.



ઇંદિરા ગાંધીને મેડમ નહીં મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર કહેતા

માણેકશા સ્પષ્ટ વક્તા હતા, જે તેઓ માનતા તે સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા.પછી સામે પ્રધાનમંત્રી જ કેમ ન હોય.જે સમયે ઈંદિરા ગાંધી સામે બોલવાની કોઈની હિંમત નહતી થતી, ત્યારે માણેકશાએ તેમની સામે અસહમતિ દર્શાવી હતી.જો કે અસહમતિ દેખાડવામાં પણ તેઓ શાલીન રહ્યા.પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને તેઓ મેડમની જગ્યાએ પ્રાઈમ મિનિસ્ટર જ કહેતા.રમૂજવૃત્તિમાં તેમનો કોઈ જવાબ ન હતો.
" isDesktop="true" id="1108826" >



પારસી સમાજમાંથી આવતા માણેકશાનું આખું નામ હતું સામ હોરમુસજી ફરામજી જમશેદજી માણેકશા.એક વ્યક્તિ અને સૈન્ય અધિકારી તરીકે તેમનું વ્યક્તિત્વ દમદાર હતું.તેનું જ પરિણામ હતું કે તેઓ રાજકીય લૉબીમાં કોઈના માનીતા નહતા.પણ જે રીતે તેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા, તેને જોતાં તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી પણ તેમને માની ગયા.
First published:

Tags: Death anniversary, Field marshal manekshaw, History, On this day, ઇન્દિરા ગાંધી

विज्ञापन