બ્રહ્માંડની શરૂઆતથી જ અસ્તિત્વમાં હતી Dark Energy: સ્ટડી

પ્રતીકાત્મત તસવીર

અંતરિક્ષના વૈજ્ઞાનિકોને લાગે છે કે, ટેલિસ્કોપના આ અવલોકનને સમજીને શરૂઆતની ડાર્ક એનર્જી વાળા 12.4 અરબ વર્ષ જૂના બ્રહ્માંડની જાણકારી મેળવી શકાય છે.

  • Share this:
બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ? ખગોળ વિજ્ઞાન અને અંતરિક્ષ વિજ્ઞાન (Cosmology)ના અનેક સવાલો વચ્ચે આ સવાલ નિષ્ણાંતોને વધુ સતાવે છે. વૈજ્ઞાનિકો ગ્રહ અને પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ વિશે ખૂબ જ જાણકારી ધરાવે છે, પણ બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે તેમને તદ્દન ઓછી માહિતી છે. ત્યારે અંતરિક્ષના વૈજ્ઞાનિકોએ એક નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. જે બ્રહ્માંડના વિસ્તરણ (Expansion of Universe) પાછળની ડાર્ક એનર્જી વિશે જાણકારી આપી શકે છે. ડાર્ક ઊર્જા વિશે વૈજ્ઞાનિકોને અનેક સંકેત મળ્યા છે, જેનાથી ડાર્ક એનર્જીના (Dark Energy) અસ્તિત્વની પુષ્ટી થઈ શકે છે.

અંતરિક્ષના વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું છે, કે બિગ બેંગની ઘટના સમયે જ આ વિશિષ્ટ પ્રકારની ઊર્જા અસ્તિત્વમાં રહી હશે. તે વિસ્ફોટના 3 લાખ વર્ષ બાદનો સમય રહ્યો હશે. પ્રિપ્રિંટમાં પ્રકાશિત થયેલ સ્ટડી અનુસાર સંશોધનકર્તાઓએ ચિલીના આટાકામા કોસ્મોલોજી ટેલિસ્કોપના આંકડામાં આ વિશિષ્ટ ઊર્જાને ડાર્ક એનર્જી તરીકે ઓળખાવી છે.

બ્રહ્માંડ પર નજર

વર્ષ 2013થી લઈને 2016 સુધીમાં આ આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. જે શરૂઆતના બ્રહ્માંડની માહિતી આપે છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ ડાર્ક એનર્જીના કોઈ નિર્ણાયક પ્રમાણ સામે આવ્યા નથી, જે અંગે વધુ સંશોધનની જરૂરિયાત છે. સંશોધનકર્તાઓ અનુસાર શરૂઆતની ડાર્ક એનર્જી બ્રહ્માંડની વિસ્તૃત જાણકારી આપી શકે તેટલી શક્તિશાળી નહોતી.

બ્રહ્માંડ કેટલું જૂનું?

સંશોધનકર્તાઓ માને છે કે, શરૂઆતની ડાર્ક એનર્જીના કારણે જ બિગ બેંગ બાદ બનેલ પ્લાઝ્મા ઝડપથી ઠંડો થઈ ગયો હશે. અંતરિક્ષના વૈજ્ઞાનિકોને લાગે છે કે, આ ટેલિસ્કોપના આ અવલોકનને સમજીને શરૂઆતની ડાર્ક એનર્જી વાળા 12.4 અરબ વર્ષ જૂના બ્રહ્માંડની જાણકારી મેળવી શકાય છે. આ બ્રહ્માંડ 13.8 અરબ વર્ષથી 11 ટકા પહેલાનું હોઈ શકે છે.

વિસ્તારનું વિસ્તરણ

એસીટી શોધપત્રના સહલેખક કોલિન હિલ નેચરે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, જો બાબત સાચી સાબિત થશે, જો શરૂઆતના બ્રહ્માંડમાં ડાર્ક એનર્જી હતી, તો આપણને મજબૂત સંકેત મળવો જોઈએ. આજના ખગોળવિદ બ્રહ્માંડના વર્તમાન વિસ્તાર માનવ મોડલનું અનુમાન લગાવી રહ્યા છે. તેઓ માની રહ્યા છે, આ અનુમાન કરતા પાંચ ટકા અધિક ઝડપથી બ્રહ્માંડનો વિસ્તાર થઈ શકે છે.

ડાર્ક એનર્જી શું છે

બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો હોવાનું શરૂઆતમાં માનવામાં આવ્યું હતું. ખગોળવિદોએ વિચાર્યું હતું, કે ગુરુત્વ આ વિસ્તારની ગતિને ઓછી કરી દેશે. જોકે, હબલ ટેલિસ્કોપના અવલોકનો પરથી જાણવા મળ્યું છે કે, ગુરુત્વના કારણે આ વિસ્તરણ ધીમું નથી થયું. એક રહસ્યમયી બળ તેને તાકાત આપી રહ્યું હતું. આ રહસ્યમયી બળને ડાર્ક એનર્જી કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચા- Explained: ડેન્ગ્યુ અને ગંભીર ડેન્ગ્યુ એટલે શું? જાણો લક્ષણો અને ધ્યાનમા રાખવા જેવી બાબતો

આલ્બર્ટ આઈનસ્ટાઈન

આલ્બર્ટ આઈનસ્ટાઈન પહેલા એવા વ્યક્તિ હતા, જેમણે વૈજ્ઞાનિક રૂપે માન્યું હતું કે, અંતરિક્ષ ખાલી નથી. અંતરિક્ષનો વ્યાપ વધવાની પણ શક્યતા છે. ગુરુત્વના સિદ્ધાંત પરથી જાણવા મળ્યું છે કે, અંતરિક્ષ પોતે પોતાની ઊર્જા રાખી શકે છે. આ ઊર્જા અંતરિક્ષનો ગુણ છે. અંતરિક્ષનો વ્યાપ વધવાથી ઊર્જામાં વૃદ્ધિ થશે.

બીજી તરફ નાસા જણાવે છે કે, બ્રહ્માંડનો 68 ટકા ભાગ ડાર્ક એનર્જી છે. ડાર્ક મેટર અંદાજે 27 ટકા છે, બાકી રહેલ તમામ- પૃથ્વી, સૂર્ય અને બ્રહ્માંડમાં જોવા મળતા પિંડ સામાન્ય પદાર્થથી બનેલ છે. જે બ્રહ્માંડનો 5 ટકા ભાગ છે.
First published: