Home /News /explained /

આજના જ દિવસે ઔરંગઝેબ સામે હાર્યો હતો દારા શુકોહ, આટલું ભયાનક હતું યુદ્ધ

આજના જ દિવસે ઔરંગઝેબ સામે હાર્યો હતો દારા શુકોહ, આટલું ભયાનક હતું યુદ્ધ

આજના જ દિવસે ઔરંગઝેબ સામે હાર્યો હતો દારા શુકો

અફસર અહેમદ નામના લેખકે પોતાની બુક ઔરંગઝેબ નાયક કે ખલનાયકના બીજા ભાગ સત્તા સંઘર્ષમાં દારાની પરાજયનું વિગતવાર વર્ણન કર્યું છે. દારાની વ્યૂહાત્મક ભૂલો તેને આકાશમાંથી જમીન પર નીચે લાવી હતી.

  ઇતિહાસમાં આજની તારીખ ખૂબ મહત્વની છે. આ દિવસે એટલે કે 29 મેના રોજ ફતેહાબાદ(આગ્રા)ના સામુગઢમાં યુદ્ધ થયું હતું. જેમાં ઔરંગઝેબ દ્વારા દારા શુકોહને પરાજિત કરાયો હતો. ઓરંગઝેબના હાથે દારા શુકોહના પરાજય સાથે મુઘલ ઇતિહાસની દિશા અને દશા બદલાઈ ગઈ. રાત્રે હારી ગયા બાદ તે અને તેના કેટલાક સાથીદારો સાથે આગ્રાના હાથીઘાટ પાસે પોતાની હવેલીમાં રોકાયો અને સવાર થતા પહેલા તે દિલ્હી ભાગી ગયો હતો. કિલ્લામાંથી બાદશાહ શાહજહાંએ તેને પોતાની પાસે બોલાવ્યો, પરંતુ હારની શરમના કારણે તે તેના પિતાને મળ્યા વિના ભાગી ગયો.

  અફસર અહેમદ નામના લેખકે પોતાની બુક ઔરંગઝેબ નાયક કે ખલનાયકના બીજા ભાગ સત્તા સંઘર્ષમાં દારાની પરાજયનું વિગતવાર વર્ણન કર્યું છે. દારાની વ્યૂહાત્મક ભૂલો તેને આકાશમાંથી જમીન પર નીચે લાવી હતી.

  સામૂગઢની લડાઈ

  આગ્રાના સામૂગઢ (ફતેહાબાદ)નું યુદ્ધ ખરેખર સત્તા સંઘર્ષનો મહત્વપૂર્ણ વળાંક હતો. આ યુદ્ધ પછી મુગલ બાદશાહ કોણ હશે તે નક્કી થયું. સત્તા માટે તે ઓરંગઝેબ એકમાત્ર દાવેદાર વધ્યો ત્યાં સુધી આ સંઘર્ષ અટક્યો નહીં. સામૂગઢના યુદ્ધમાં દારા શુકોહની નબળી લશ્કરી ક્ષમતા ઉપસી આવી. દારા ખૂબ જ ઉત્સાહથી લડ્યો પણ ઓરંગઝેબેનું યુદ્ધ કૌશલ્ય તેના પર ભારે પડ્યું. દારા પાસે ખુબ મોટી સેના હતી અને રાજપૂતોને પણ ટેકો હતો, પરંતુ યુદ્ધનું અંતિમ પરિણામ ઓરંગઝેબની તરફેણમાં આવ્યું.

  યુદ્ધની તૈયારી

  28 મેના રોજ બંને સેનાઓએ સામુગઢ નજીક તંબુ ગોઠવી દીધા હતા. બીજા દિવસે દારાએ તેની સુરક્ષા હરોળ વ્યવસ્થિત કરવા લાગ્યો હતો. દારાએ તેની તોપો ગોઠવવાનું શરૂ કર્યું, સાથે સાથે તેના હાથીઓની કતાર સુધારી. થોડું આગળ વધીને મોટા મેદાનમાં મોરચો લગાવી દીધો. ગરમીના કારણે દારાના ઘણા સૈનિક મૃત્યુ પામ્યા હતા. ઓરંગઝેબ પણ આગળ વધ્યો, પરંતુ તેણે સામે ચાલીને યુદ્ધ શરૂ કરવાનું યોગ્ય ન સમજ્યું. તેણે દૂર તોપો તૈનાત કરી અને વિરોધીનો પહેલો હુમલો કરવાની રાહ જોઈ. પણ દારાએ પણ કંઈ કર્યું નહીં. આ રીતે સાંજની નમાઝ બાદ ઔરંગઝેબે ત્યાં રહેવાનું નક્કી કર્યું અને સૈનિકોને સચેત રહેવા કહ્યું.

  દારાની સેનાનું પ્રભુત્વ

  યુદ્ધની શરૂઆત બંને બાજુથી રોકેટ, તીર અને ગોળાઓના વરસાદથી થઈ હતી. દારાના અગ્રીમ મોરચાની જવાબદારી સાંભળતા સિપહ શુકોહે રૂસ્તમ ખાન દખીનીની મદદથી આશરે 10થી 12 હજાર અશ્વદળ સૈન્ય લઈ ઔરંગઝેબની ગનફાયર પ્લેટૂન પર હુમલો કરી પાછળ ધકેલી દીધી. ત્યારબાદ ઔરંગઝેબના અગ્રીમ મોરચાના આગેવાન મુહમ્મદ સુલ્તાન તરફ આગળ વધ્યા. પરિણામે ભારે અસમંજસની સ્થિતિ ઉભી થઇ. તે દરમિયાન દારાની સેનામાંથી જ છોડેલો એક ગોળો તેના સરદાર રુસ્તમ ખાન દખીનીના હાથીને વાગ્યો. તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. હુમલાથી રુસ્તમ ખાન દબાણમાં આવી ગયો અને ઔરંગઝેબની હરોળના મોરચાની સેના પર હુમલો રોકી દીધો.  દારાનું ઔરંગઝેબ તરફ આગળ વધવું

  જ્યારે દારા શુકોહે તેના પુત્ર સિપાહ શુકોહની પીછેહઠની વાત સાંભળી, તો તે મધ્યમાં રહેલા તેના 20,000 લડવૈયાઓ સાથે જીતી રહેલી ડાબી બાજુની ઓરંગઝેબ સૈન્ય તરફ આગળ વધ્યો. તે ખૂબ બહાદુરી સાથે આગળ વધ્યો. તેની આગળ ગનર્સની એક ટુકડી હતી, જે સામેના ગનર્સની સામે આગળ વધી રહી હતી. પણ સામેથી રોકેટ, બંદૂકો અને તીરનો આટલો જોરદાર હુમલો થયો કે તેને પીછેહઠ કરવી પડી. પછી દારાએ યુદ્ધના સિંહ કહેવાતા શેહજાદે મુરાદ બખ્શ પર હુમલો કર્યો. આ દારાનો ભયંકર હુમલો હતો. જ્યારે દારાની તરફેણનો ખલીલુલ્લાહ ખાન 3થી 4 હજાર ઉઝબેક સાથે મુરાદ સાથે લડવા લાગ્યો. બંને તરફથી તીરનો વરસાદ થયો.

  ઔરંગઝેબના હાથી પર રૂપ સિંહનો હુમલો

  ગુસ્સે ભરાયેલા રાજપૂતોએ જોરદાર લડત આપી. મધ્ય સુધી પોતાનો રસ્તો બનાવ્યો. સેન્ટ્રલ આર્મીની કમાન્ડ ઓરંગઝેબ પાસે હતી. તેમાંથી યોદ્ધા રાજા રૂપસિંહ રાઠોડ હાથમાં તલવાર લઈને 10 દુશ્મનનો નાશ કરી ઔરંગઝેબના હાથી પાસે પહોંચી ગયો હતો. તેણે ઔરંગઝેબની તલવારથી દોરડાં કાપવાનું શરૂ કર્યું. ઔરંગઝેબને આ વાતની જાણ થઈ. ત્યારે તે રાજા રૂપસિંહ રાઠોડની બહાદુરીથી પ્રભાવિત થયો અને સૈનિકોને તેને જીવંત પકડવાનો આદેશ આપ્યો. પરંતુ ત્યાં સુધીમાં સૈનિકોએ તેના ટુકડા કરી નાખ્યા હતા.  ચપ્પલ પહેર્યા વગર દારા હાથી પરથી ઉતર્યો

  આ બધું ચાલતું હતું ત્યારે રુસ્તમ ખાને ફરી એકવાર દુશ્મન સેના પર હુમલો કર્યો. યુદ્ધ ફરી ઉગ્ર બનવા માંડ્યું. રાજા છત્રસાલનું મોત થયું. આ યુદ્ધમાં ઘણા મોટા સરદારોના મોત થયા છે, કેટલાક ઘાયલ થયા છે તે જોઈને દારા નિરાશ થઈ ગયો. તે દરમિયાન તેના પર રોકેટથી હુમલો થયો. આ ઘટનાએ તેને એટલો ચિંતિત કરી નાખ્યો કે, તે ચંપલ પહેરવાનું વિચાર્યા વગર હાથીની નીચે ઉતરી ગયો.

  દારાનો પરાજય

  ખાલી હોદ્દો અને બદલાયેલી સ્થિતિ જોઈ દારાની સેનામાં હતાશા ફેલાઈ ગઈ. તેણે ભાગવાનો વિચાર કર્યો. તે જ સમયે તેની નજીકના અંગરક્ષકને તોપનો ગોળો વાગતા તે સ્થળ પર જ મરી ગયો. આ ઘટનાથી દારાની આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તે બધા તેને છોડી ભાગ્યા.

  માત્ર તાંબું અને તોપખાનું બાકી રહ્યું

  દારા અને તેનો પુત્ર સિપહ શિકોહ તેમના કેટલાક સાથીદારો સાથે આગ્રા તરફ ભાગી છૂટ્યા. ઓરંગઝેબ તેના હાથીની નીચે ઉતર્યો અને વિજય માટે ખુદાનો આભાર માન્યો અને નમાજ પઢી. ત્યારબાદ તે દારા શુકોહના તંબુ તરફ આગળ વધ્યો. બધું નાશ પામ્યું હતું. ફક્ત તેના તંબુ અને તોપખાના બાકી હતા. તેણે તંબુ કબજામાં લીધો. બંને તરફથી લગભગ 15,000 સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ યુદ્ધમાં રૂસ્તમ ખાન, રાવ ક્ષત્રસાલ, રાજા રૂપસિંહ, રામસિંહ રાઠોડ, મહંમદ સાલિહ, વઝિર ખાન અને કાઝી અફઝલ ખાન મોતને ભેટ્યા હતા.

  દારા આગરા ભાગ્યો

  દારા તેના બે હજાર ઘોડેસવારો સાથે રાત્રે આગરા પહોંચ્યો. પરાજયની એટલી શરમ આવી કે પિતા શાહજહાંને ન મળ્યો. તે બાદશાહને મળે અને આગળની વ્યૂહરચના જણાવે તેવું કહેવા બાદશાહે તેની પાસે એક સંદેશવાહક મોકલ્યો, પરંતુ દારાએ મળવાની ના પાડી. તે જ રાત્રે ત્રીજા પહોર પછી તે લાહોર પહોંચવાના ઇરાદે સિપાહ શુકોહ, તેની પત્નીઓ, પુત્રીઓ અને અનેક સેવકોને સાથે દિલ્હી તરફ આગળ વધ્યો. તે તેની સાથે સોના, ચાંદી, રત્ન, હાથી અને ઊંટ પણ લઈ ગયો. આ ઉપરાંત શાહજહાંએ તેની પાસે વધુ 5 હજાર સૈનિક મોકલ્યા. થોડી આરામ કર્યા પછી ઔરંગઝેબે તેના પિતા શાહજહાને તમામ વિગતો વર્ણવતો પત્ર લખ્યો અને તેને ઈશ્વરની ઈચ્છા ગણાવી માફી માંગી.
  First published:

  Tags: Art, Aurangzeb, Book, Culture, Dara shikoh, War history, આર્ટ, ઔરંગઝેબ, પુસ્તક, સંસ્કૃતિ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन