Home /News /explained /Covid-19 Vaccine: એ નાનકડો દેશ, જેણે કોવિડની 1-2 નહીં, પરંતુ 5 વેક્સિન બનાવી!

Covid-19 Vaccine: એ નાનકડો દેશ, જેણે કોવિડની 1-2 નહીં, પરંતુ 5 વેક્સિન બનાવી!

ક્યુબાએ કોવિડની 5 રસી વિકસિત કરી. દુનિયાનો કોઈ દેશ આવું કરી શક્યો નથી.

Covid-19 Vaccine: ક્યુબા (Cuba) નાનકડો, પણ ગજબનો દેશ છે. દુનિયાને સૌથી વધુ ડોક્ટર આ દેશ આપે છે. મેડિકલ રિસર્ચમાં આ દેશ ઘણો આગળ છે. એમ કહી શકાય કે આરોગ્ય, તબીબી સેવા અને બાયોટેકનોલોજી ક્ષેત્રે આ દેશે જે રીતે પ્રગતિ કરી છે, તે અન્ય દેશો માટે શીખવા જેવી છે.

વધુ જુઓ ...
  Covid Vaccine: જાન્યુઆરી 1959માં ક્યુબા (Cuba)ને બતિસ્તાની લશ્કરી તાનાશાહીથી આઝાદી મળી હતી. ફિડેલ કાસ્ત્રો (Fidel Castro)ના નેતૃત્વમાં ક્રાંતિ થઈ. ક્યુબાએ તાનાશાહીને ઉખાડી ફેંકી. આ પછી દેશમાં એક પક્ષીય લોકશાહીનો પાયો નંખાયો. જો કે આ પછી ક્યુબામાં બીજી ઘણી ક્રાંતિઓ થઈ, પરંતુ કોવિડ દરમિયાન ક્યુબાની ચર્ચા તેના ડોક્ટરોની ફોજને લઈને થતી રહી. તેનાથી પણ મહત્વની વાત એ છે કે આ એકમાત્ર એવો દેશ છે જ્યાં કોવિડની 5 અલગ-અલગ પ્રકારની રસી (Covid Vaccine) બનાવવામાં સફળતા મળી છે. વિશ્વના સૌથી અદ્યતન અને વિકસિત દેશો પણ આ કરી શક્યા નથી.

  છેલ્લા કેટલાક દાયકાઓમાં ક્યુબાએ જાહેર આરોગ્ય, આંતરરાષ્ટ્રીય તબીબી સેવાઓ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. વિશ્વભરમાં જ્યાં પણ તબીબી સેવાઓની જરૂર હોય ત્યાં મોટાભાગના ડોકટરો ક્યુબાથી જ પહોંચે છે.

  રસીની ટેક્નોલોજી પણ સસ્તામાં આપી

  ક્યુબાએ જે પણ રસી વિકસાવી છે, તેને બહુ સસ્તામાં અન્ય દેશોને ટેક્નોલોજી સાથે પૂરી પાડી છે. તે અમેરિકા જેવો દેશ ન રહ્યો, જ્યાં મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ઊંચી કિંમતે દુનિયાભરને પોતાની કોવિડની રસી વેંચી હતી.

  આ પણ વાંચો: આપણા લોહીમાં દોડી રહ્યા છે માઇક્રોપ્લાસ્ટિક! પહેલી વાર થઈ સત્તાવાર પુષ્ટિ

  5 કોવિડ રસી વિકસાવવી એક મોટી સિદ્ધિકોવિડ યુદ્ધ માટે ક્યુબામાં 5 રસીઓનો વિકાસ ખરેખર એક મોટી ઉપલબ્ધિ છે. સૌથી મોટી વાત એ છે કે ક્યુબામાં આ તમામ રસીઓ સરકાર દ્વારા નિયંત્રિત અને જાહેર ભંડોળવાળી લેબમાં તૈયાર કરવામાં આવી હતી. તેમાંથી, દેશની 93 ટકા વસ્તીને 3 રસીઓથી રસી આપવામાં આવી રહી છે.

  cuba corona vaccine
  દવા અને આરોગ્ય ક્ષેત્રે ક્યુબા જે રીતે સંશોધન કરી રહ્યું છે તે ખરેખર વખાણવા લાયક છે.


  87%થી વધુ લોકોને રસી

  જ્યાં એક તરફ વિશ્વના અન્ય દેશો વેક્સિન પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં મુશ્કેલીમાં જણાયા હતા, ત્યાં સુધીમાં ક્યુબાએ વેક્સિનના ત્રણ તબક્કામાં તેની 87 ટકાથી વધુ વસ્તીને રસી આપી દીધી હતી. ત્યાં 2 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેકને રસી મળી ચૂકી છે. 1960થી ક્યુબા દવા અને આરોગ્ય અને આ ક્ષેત્રમાં સંશોધન માટે ખૂબ જ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી રહ્યું છે. આટલા વર્ષોમાં તેનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું અને ભરોસાપાત્ર બન્યું છે. ધીમે-ધીમે ક્યુબાની આ ઉપલબ્ધિ પર દુનિયાનું પણ ધ્યાન ગયું.

  હેલ્થ સેક્ટરમાં માનવીય અપ્રોચ

  જ્યારે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ રસીને લઈને મનફાવે તેવી શરતો લાદી રહી હતી, ત્યારે ક્યુબાએ આ રસી કેટલાક પડોશી દેશોમાં ખૂબ સસ્તી કિંમતે મોકલવાનું શરૂ કર્યું. તેણે માનવીય અપ્રોચ અપનાવ્યો હતો. આ દેશોમાં આર્જેન્ટિના, મેક્સિકો, વેનેઝુએલા, નિકારાગુઆ, બોલવિયા, ઈરાન, સીરિયા, વિયેતનામ વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ક્યુબાએ અમેરિકન પ્રતિબંધો વચ્ચે બહુ યોજનાબદ્ધ રીતે પોતાને સામાજિક-આર્થિક જરૂરિયાતો મુજબ ઊભું કર્યું. ક્યુબાએ એક અદભુત હેલ્થ અને બાયોટેકનોલોજી ક્ષેત્રની સ્થાપના કરી છે.

  cuba corona vaccine
  દુનિયામાં ક્યુબા એવો દેશ પણ છે, જેણે લગભગ પોતાના બધા નાગરિકોને કોવિડની રસી ત્રણ તબક્કામાં આપી દીધી છે.


  રસી વિકસિત કરવામાં કેટલાક પ્રોજેક્ટ્સ રોક્યા

  હવાનાએ તમામ 5 રસીઓ પોતાની ગંભીર આર્થિક મુશ્કેલીઓને નજરઅંદાજ કરીને વિકસાવી છે. એમ કરવામાં તેના ઘણા મહત્વપૂર્ણ રિસર્ચ પ્રોજેક્ટ થોડા સમય માટે બંધ થઈ ગયા હતા. પરિણામો ખૂબ સારા રહ્યા. 11.3 મિલિયનની વસ્તી ધરાવતા ક્યુબાએ 5 કોવિડ રસી ડેવલપ કરી બતાવી.

  આ પણ વાંચો: શું રશિયા વિના ચાલી શક્શે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, શું કહે છે નાસા?

  ફિદેલ કાસ્ત્રોએ બાયોટેકનોલોજીની શક્તિ માપી લીધી હતી

  જ્યારે ફિદેલ કાસ્ત્રોને 1980ના દાયકામાં બાયોટેકનોલોજીની સંભવિતતાનો અહેસાસ થયો, ત્યારે મોટા ભાગના વિકસિત, શ્રીમંત રાષ્ટ્રોને આ નવા ક્ષેત્રની સંભાવનાઓ સમજાઈ ન હતી. ફિદેલ કાસ્ત્રોએ એ સમય દરમિયાન બાયોટેકનોલોજીમાં અકલ્પનીય 1 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કર્યું હતું. તેમણે પોતાના વૈજ્ઞાનિકોને સોવિયેત યુનિયન સાથે રહી ચૂકેલા સંશોધકો તેમજ યુએસ, ફિનલેન્ડ અને કેનેડાના અગ્રણી રિસર્ચર્સ પાસે મોકલ્યા, જેઓ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અવરોધો વિના રિસર્ચ અને ડેવલોપમેન્ટના પરિણામો શેર કરવા તૈયાર હતા.

  WHO પણ પ્રશંસા કરે છે

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ ક્યુબાના કામ અને ગરીબ દેશોને મોંઘી દવાઓ અને સારવારની સસ્તી ટેક્નોલોજી પૂરી પાડવાની પ્રશંસા કરી છે. ક્યુબાના ડોકટરો એ બાબત માટે પ્રખ્યાત છે કે તેઓ ગરીબ દેશોમાં જઈને તે દેશોને વધુ સારી તાલીમ આપતા રહ્યા છે. ક્યુબાએ બનાવેલી 5 રસીઓમાંથી, એક અબ્દલા વેક્સિન પ્રોટીન પર આધારિત છે, જ્યારે બાકીની રસીઓ સોબરના સિરીઝ હેઠળ આવે છે, જેમાં મેનિન્જાઇટિસ અને ટાઇફોઇડ રસીઓની તર્જ પર 'સંયુક્ત' ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Ccoronavirus, Corona vaccine, Covid 19 vaccine, Cuba, Explained, Medical science, Research સંશોધન, જ્ઞાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन