Home /News /explained /Explained: ક્રિપ્ટોકરન્સીમાં કરેલા રોકાણને આવી રીતે રાખો સુરક્ષિત, સરળ ટિપ્સ મોટું નુકસાન અટકાવશે
Explained: ક્રિપ્ટોકરન્સીમાં કરેલા રોકાણને આવી રીતે રાખો સુરક્ષિત, સરળ ટિપ્સ મોટું નુકસાન અટકાવશે
ઘણી વખત ક્રિપ્ટોકરન્સીની સુરક્ષા સામે તમે પોતે જ ખતરો બની જાવ છો. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)
Cryptocurrency investment Tips: ક્રિપ્ટોકરન્સીનો સંગ્રહ કરવા માટે ઓફલાઇન વોલેટનો ઉપયોગ થવો જોઈએ અને ઓનલાઇન વોલેટમાં માત્ર થોડા પ્રમાણમાં કરન્સી રાખવી જોઈએ
Cryptocurrency investment Tips: ઘરફોડ ચોરી જેટલો જ ખતરો ડિજિટલ એસેટ (Digital Asset) પર હોય છે. નાનકડી ચૂક તમારા એકાઉન્ટને સાફ કરી શકે છે. એમાં પણ બિટકોઇન (Bitcoin) અને ઇથેરિયમ (Ethereum) જેવી વર્ચ્યુઅલ કરન્સીની (Virtual Currency) લોકપ્રિયતા અને ભાવમાં વધારો હેકર્સને લલચાવે છે.
ક્રિપ્ટોકરન્સી બજાર (Cryptocurrency Market) ઘણા નવા ટ્રેડરથી છલકાઈ ગયું છે. લોકો થોડા ઘણા પૈસા કમાવવા (Earn Money) માટે ઉમટી રહ્યા છે. તેઓ તમામ પ્રકારના ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે. પણ સુરક્ષા બાબતે હજી પરિપક્વ નથી. જેના કારણે તેઓ હેક અને ચોરીનો શિકાર બની જાય છે. બીજી તરફ ક્રિપ્ટોકરન્સી સરકારી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત ન હોવાથી ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ હેક (Cryptocurrency Account Hack) કરવામાં આવે ત્યારે રોકાણકારો પાસે કાનૂની રીતે કોઈ ઉકેલ હોતો નથી. જેથી પોતાની ક્રિપ્ટોકરન્સી સુરક્ષા પોતાને જ કરવી પડે છે. અહીં ક્રિપ્ટોકરન્સીના રક્ષણ માટે અમુક ટિપ્સ ((Cryptocurrency Investment Tips) આપવામાં આવી છે. જેના દ્વારા રોકાણકારો ક્રિપ્ટોકરન્સી હેકરના હાથમાં જતા અટકાવી શકે છે.
ઓફલાઇન વોલેટનો ઉપયોગ કરો
ઓનલાઇન વોલેટની (Offline Wallet) લોકપ્રિયતા વધી છે અને તે હેકર્સનું ધ્યાન આકર્ષિત કરે છે. જેથી મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીનો સંગ્રહ કરવા માટે ઓફલાઇન વોલેટનો ઉપયોગ થવો જોઈએ અને ઓનલાઇન વોલેટમાં માત્ર થોડા પ્રમાણમાં કરન્સી રાખવી જોઈએ. ઓફલાઇન વોલેટનો ઉપયોગ તમારા ડેસ્કટોપ, મોબાઇલ દ્વારા થઈ શકે છે. ઘણા લોકો એક્સચેન્જ દ્વારા પુરા પાડવામાં આવતા વોલેટમાં ક્રિપ્ટોકરન્સી રાખે છે. જોકે, એક્સચેન્જ પરની તમામ ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ્સ એક જગ્યાએ સંગ્રહિત રહે છે. તેથી તેના પર અનેક હેકર્સની નજર હોય છે. આવી સ્થિતિમાં ઓફલાઇન વોલેટનો ઉપયોગ હિતાવહ છે.
એકથી વધુ લેવલનું ઓથેન્ટીકેશન
તમારા એકાઉન્ટ્સમાં એકને એક પાસવર્ડનો ક્યારેય ફરીથી ઉપયોગ ન કરો. ક્રિપ્ટોકરન્સી સર્વિસ હેકર્સના ટાર્ગેટ પર હોય છે. મોટાભાગના ઓનલાઇન વોલેટ પાસવર્ડથી સુરક્ષિત હોય છે. પરંતુ તે સરળતાથી હેક કરી શકાય છે, પાસવર્ડ પણ ચોરી શકાય છે. તેથી ઓફલાઇન વોલેટનો ઉપયોગ કરતી વખતે તમારા હોલ્ડિંગ્સને એક્સેસ કરવા માટે એકથી વધુ લેવલનું ઓથેન્ટીકેશન ગોઠવો. આવું કરવાથી હેકરને હેકિંગ કરતા વધુ સમય લાગે છે અને હેકિંગથી બચી પણ જવાય છે. હેકરથી બચવા ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન અને રોટેશન પાસવર્ડનો ઉપયોગ કરી શકાય છે.
ઘણી વખત ક્રિપ્ટોકરન્સીની સુરક્ષા સામે તમે પોતે જ ખતરો બની જાવ છો. સામાન્ય રીતે આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ. મોટાભાગના લોકો સાથે આવું થાય છે. આવું ન બને તે માટે સેફટી ડિપોઝિટ બોક્સમાં વોલેટના પાસકોડ અને પ્રાઇવેટ કી રાખી શકાય છે.
અલગ અલગ ક્ષેત્રમાં રોકાણ કરો
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળે છે. જેથી કોઈ ચોક્કસ ક્રિપ્ટો કોઇન્સની કંપની પર જોખમ હોય છે. આવી સ્થિતિમાં તે નાદાર થઈ શકે છે અથવા અન્ય કારણોસર બંધ થઈ શકે છે. જેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતી વખતે અલગ અલગ વિકલ્પમાં રોકાણ કરો. આવી રીતે યોગ્ય વળતર મેળવવાની સંભાવના વધી જાય છે અને જોખમ ઘટે છે.
- પ્રતિષ્ઠિત ક્રિપ્ટોકરન્સી વોલેટ, એક્સચેન્જ, બ્રોકરેજ અને મોબાઇલ એપ્લિકેશન્સમાં જ કામ કરો. - મોબાઇલ ફિશિંગથી તમારી જાતને બચાવો. - લેવડદેવડમાં તમારું વોલેટ કેવી રીતે વપરાય છે તે વિશે જાગૃત રહો. - તમારી ડિજિટલ કરન્સીને સુરક્ષિત રાખવા માટે અલગ અલગ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓને સમજો. - સિક્રેટ કી શેર કરવાનું ટાળો. - પ્રોવાઇડર્સ દ્વારા આપવામાં આવતા વોલેટનો ઉપયોગ ટાળો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર