Home /News /explained /કેટલી અસરકારક છે કોરોનાની નવી રસીઓ- કોવોવેક્સ, કોર્બેવેક્સ અને દવા મોલનુપિરાવિર? જાણો વિગતે

કેટલી અસરકારક છે કોરોનાની નવી રસીઓ- કોવોવેક્સ, કોર્બેવેક્સ અને દવા મોલનુપિરાવિર? જાણો વિગતે

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશની સુરક્ષા કરતા હેલ્થ આર્મીની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરી રહી છ. 1 કરોડથી વધુ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને પ્રિકોશન ડોઝ માટે રિમાઇન્ડર એસએમએસ મોકલવામાં આવ્યા છે. COWIN પર અપોઈન્મેન્ટ પહેલા જ શરૂ થઈ ગઈ છે.

Covovax, Corbevax, Molnupiravir: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ 'સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા' (SII)ની કોવિડ-19 વિરોધી રસી 'કોવોવેક્સ' (Covovax) અને 'બાયોલોજિકલ ઈ' કંપનીની રસી કોર્બેવેક્સ (Corbevax) ને અમુક શરતો સાથે ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. ભારતને બે નવી કોવિડ-19 વિરોધી રસીઓ મળવા જઈ રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ 'સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા' (SII)ની કોવિડ-19 વિરોધી રસી 'કોવોવેક્સ' (Covovax) અને 'બાયોલોજિકલ ઈ' કંપનીની રસી કોર્બેવેક્સ (Corbevax) ને અમુક શરતો સાથે ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ સાથે ઇમરજન્સીમાં એન્ટી-કોવિડ પિલ 'મોલનુપિરાવિર' (Molnupiravir)ના નિયંત્રિત ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ જાહેરાત કરી.

CDSCOની COVID-19 સંબંધિત સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) દ્વારા 'કોવોવેક્સ' અને 'કોર્બેવેક્સ' ને અમુક શરતો સાથે કટોકટીના સમયમાં ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કર્યાના એક દિવસ બાદ આ મંજૂરી આપવામાં આવી. આ સાથે, એન્ટી-કોવિડ દવા 'મોલનુપિરાવિર' (ગોળી)ના નિયંત્રિત ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. તે પુખ્ત દર્દીઓ અને બીમારીનું અતિ જોખમ ધરાવતા હોય તેમને આપવામાં આવશે. ચાલો તમને એ રસીઓ અને તેની અસર વિશે જાણકારી આપીએ.

કોર્બેવેક્સ- હૈદરાબાદની ફર્મ બાયોલોજિકલ-ઈ દ્વારા ઉત્પાદિત આ રસીમાં SARS-CoV-2 સ્પાઇક પ્રોટીનના 'રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન' (RBD)નું એક વર્ઝન હોય છે. તેને બે ડોઝમાં લગાવવામાં આવશે. તે હેપેટાઇટિસ Bની રસી વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનિકનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે.

કોર્બેવેક્સની અસર- બાયોલોજિકલ-ઈએ સમગ્ર ભારતમાં 33 સ્થળોએ 3,000થી વધુ લોકો પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર તે 80 ટકા સુધી અસરકારક છે.

આ પણ વાંચો: Vaccination In India: દેશને મળી વધુ બે made in India vaccine, એન્ટી કોવિડ પિલને પણ મંજૂરી

કોવોવેક્સ- આ રસી અમેરિકી બાયોટેકનોલોજી કંપની નોવાવેક્સ દ્વારા વિકસિત અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના લાયસન્સ હેઠળ નિર્મિત છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) કાર્યાલયે 17 મેના રોજ SIIને 'કોવોવેક્સ રસીના ઉત્પાદન અને સંગ્રહની પરવાનગી આપી હતી. DCGIની મંજૂરીના આધારે અત્યાર સુધી પૂણે સ્થિત કંપની રસીના ડોઝનું ઉત્પાદન અને સંગ્રહ કરી રહી છે. ઓગસ્ટ 2020માં અમેરિકાની રસી બનાવનારી કંપની 'નોવાવેક્સ ઇન્ક' એ NVX-CoV2373 (સંભવિત કોવિડ-19 રસી)ના વિકાસ અને વ્યવસાયીકરણ માટે SII સાથે લાઇસન્સ કરારની જાહેરાત કરી હતી.

કોવોવેક્સની અસર- SIIએ જણાવ્યું છે કે રસીનું મૂલ્યાંકન બે તબક્કાના 3 ટ્રાયલ્સમાં કરવામાં આવ્યું છે. બ્રિટનના એક ટ્રાયલમાં વેક્સિન વાયરસના ઓરિજિનલ સ્ટ્રેન સામે 96.4% અને આલ્ફા સામે 86.3% અસરકારક રહી. તેની ઓવરઓલ અસર 89.7 ટકા હતી. તો અમેરિકા અને મેક્સિકોમાં પ્રિવેન્ટ-19 ટ્રાયલ દરમિયાન મધ્યમ અને ગંભીર બીમારી સામે 100% સુરક્ષા અને એકંદરે 90.4% અસરકારક રહી.

આ પણ વાંચો: COVID-19: 15થી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ અને ડોઝ માટે માર્ગદર્શિકા જહેર કરાઇ

મોલનુપિરાવિર: અમેરિકન કંપની મર્કની 'મોલનુપિરાવિર' (pill) એ એન્ટિવાયરલ દવા છે જે અમુક વાયરસને બનવાથી રોકે છે. ભારતમાં 13 કંપનીઓ આ દવાનું નિર્માણ કરશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તાજેતરમાં જ 'મર્ક' કંપનીની એન્ટિ-કોવિડ પિલ 'મોલનુપિરાવિર'ને સંક્રમણના એ દર્દીઓની સારવાર માટે અધિકૃત કરી હતી, જેમને આ બીમારીથી વધારે જોખમ છે.

મોલનુપિરાવિરની અસર: બ્રિટનના ડ્રગ રેગ્યુલેટરે 4 ડિસેમ્બરે મોલનુપિરાવિરને મંજૂરી આપી હતી. તેમણે આ દવાને 'સુરક્ષિત અને અસરકારક' જણાવી. અમેરિકાએ તેને સતત પાંચ દિવસથી વધુ સમય માટે અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં ઉપયોગ માટે અધિકૃત નથી કરી કારણ કે, તે હાડકાના વિકાસને પ્રભાવિત કરી શકે છે.
First published: