Home /News /explained /Explainer: બાળકોને કઈ વેક્સિન લાગશે, રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? જાણો દરેક સવાલના જવાબ

Explainer: બાળકોને કઈ વેક્સિન લાગશે, રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? જાણો દરેક સવાલના જવાબ

ઓમિક્રોનને લઈને PM નરેન્દ્ર મોદીએ 3જી જાન્યુઆરીએ 15થી 18 વર્ષ સુધીના બાળકો માટે વેક્સિન ડ્રાઇવની જાહેરાત કરી છે. (Image credit- shutterstock)

Covid-19 vaccine for children: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનના નામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. DCGIએ Covaxinની બાળકોને આપવાની છે તે વેક્સિનને મંજૂરી આપી દીધી છે. 12છી 18 વર્ષના બાળકોને આ વેક્સિન ઇમરજન્સીની સ્થિતિમાં આપી શકાશે.

  Covid-19 vaccine for children: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 3જી જાન્યુઆરીએ 15થી 18 વર્ષ સુધીના બાળકો માટે વેક્સિન ડ્રાઇવની જાહેરાત કરી છે. પીએમની જાહેરાત બાદ દરેક માતા-પિતાના મનમાં કેટલાય સવાલ છે. જેમ કે બાળકોને કઈ વેક્સિન (corona vaccine and children) આપવામાં આવશે? રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? વેક્સિનમાં ત્રણ મહિનાનો અંતર હશે તો તેઓ એક્ઝામ કઈ રીતે આપી શક્શે? આ તમામ સવાલોના જવાબ અમે તમને આપી રહ્યા છીએ.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનના નામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. DCGIએ Covaxinની બાળકોને આપવાની છે તે વેક્સિનને મંજૂરી આપી દીધી છે. 12છી 18 વર્ષના બાળકોને આ વેક્સિન ઇમરજન્સીની સ્થિતિમાં આપી શકાશે. ભારપૂર્વક કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 12 વર્ષથી ઉપરની ઉંમરના બાળકોને જ કોવેક્સિન આપવામાં આવે. જાણકારી મળી છે કે કેન્દ્ર સરકાર દ્વારા ભારત બાયોટેકને બાળકોની વેક્સિન માટે ઓર્ડર આપવામાં આવશે, પરંતુ કેટલા ચરણોમાં અને કોને પહેલા, કોને પછી આ બાબતે હજુ સુધી સરકારે નિર્ણય નથી લીધો. એવામાં કેન્દ્રની વ્યૂહરચા પર પણ ઘણું બધું નિર્ભર રહેવાનું છે.

  આમ તો કોવેક્સીનથી પહેલા બાળકો માટે ઝાયડસ કેડિલાવાળી વેક્સિન ઉપર પણ વિચારણા થઈ છે. એ વેક્સિનના ત્રણ ડોઝ લગાવવા જરૂરી છે. તે વેક્સિનમાં સિરિંજનો ઉપયોગ નથી થતો. માટે સરકારે ઇમરજન્સી યૂઝ માટે કોવેક્સિનને મંજૂરી આપી છે.

  બાળકોનું રજીસ્ટ્રેશન કઈ રીતે થશે?

  હાલમાં દેશમાં જે વ્યવસ્થા એ મુજબ કોવિન એપ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે. ત્યાર બાદ સ્લોટ મળશે. બાળકોના વેક્સીનેશનને લઈને હાલમાં કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. એપ પર સ્લોટ બુકિંગ દરમિયાન આધાર કાર્ડ નંબર આપવાનો રહે છે. કેટલાક બાળકોના આધાર કાર્ડ નથી હોતા. શક્યતા છે કે તેમના માટે અલગ સેન્ટર બનાવવામાં આવશે.

  આ પણ વાંચો: CJIએ કહ્યું- દેશની બહાર અને અંદર લોકોએ Covaxinને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, WHOને પણ ફરિયાદ કરી

  દેશમાં કેટલાય ફ્રન્ટ લાઇનર ગામ, વિસ્તાર અને ખેતરમાં પહોંચીને વેક્સિન લગાવી રહ્યા છે. એવામાં શક્યતા છે કે બાળકોને તેમના ઘરે જ કે પછી જે બાળકો સ્કૂલ જઈ રહ્યા છે, તેમને સ્કૂલમાં જ વેક્સિન આપવામાં આવે, જેથી તેઓ સંક્રમણના જોખમથી દૂર રહે.

  વેક્સિનેશનમાં 90 દિવસનું અંતર રહ્યું તો એક્ઝામ કઈ રીતે આપશે બાળકો ?

  18 વર્ષથી ઉપરના લોકોમાં વેક્સીનેશનમાં 90 દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે. ત્રણ જાન્યુઆરીએ બાળકો માટે વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. એક્સપર્ટ્સનું માનીએ તો બાળકો માર્ચ-એપ્રિલમાં એક્ઝામ આપે છે, તો તેમના બીજા ડોઝની તારીખ નજીક આવી ચૂકી હશે અને જો એક ડોઝ લઈ પણ લીધો હશે તો સંક્રમણથી મહદ અંશે સુરક્ષિત રહી શક્શે.

  આ પણ વાંચો: સ્મૃતિ ઈરાનીની દીકરી શનેલ ઈરાનીએ કરી સગાઈ, કેન્દ્રીય મંત્રીએ જમાઈને કહ્યું- આ પાગલ પરિવારમાં તમારું સ્વાગત છે!

  બાળકોને આપવામાં આવશે તે વેક્સિનની કિંમત શું હશે?

  હાલ દેશમાં ફ્રિ અને નિશ્ચિત અમાઉન્ટ આપીને વેક્સિનેશનની વ્યવસ્થા છે. અમુક લોકો સરકાર તરફથી બનાવાયેલા સેન્ટર્સ પર જઈને વેક્સીન લગાવી રહ્યા છે તો અમુક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં પેમેન્ટ આપીને વેક્સીન લઈ રહ્યા છે. એવામાં શક્યતા છે કે બાળકો માટે પણ બંને પ્રકારની વ્યવસ્થા રહેશે.

  બૂસ્ટર ડોઝ અને પ્રિકોશન ડોઝ શું છે

  ઓમિક્રોન વચ્ચે બૂસ્ટર ડોઝ વિશે ચર્ચા ચાલી રહી છે. 25 ડિસેમ્બરે પીએમ મોદીએ બૂસ્ટર ડોઝ (booster dose)ની બદલે ‘પ્રિકોશન ડોઝ’ (precaution dose) શબ્દનો ઉલ્લેખ કર્યો. હવે સવાલ એ છે કે બંને એક જ છે કે અલગ અલગ. દેશના જાણીતા ડોક્ટર નરેશ ત્રેહને જણાવ્યું કે બૂસ્ટરને જ મોદીએ પ્રિકોશન ડોઝ કહ્યો છે. મૂળ હેતુ ઇમ્યુનિટી વધારવાનો છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Children Health, Coronavirus, Covaxin Vaccine, Covid 19 in children, Covid-19 Vaccination, Explained, Explainer

  विज्ञापन
  विज्ञापन