Home /News /explained /ગૂગલનું ડુડલ: કોરોનાથી બચવા આ રીતે આપ્યો ગૂગલે સંદેશ
ગૂગલનું ડુડલ: કોરોનાથી બચવા આ રીતે આપ્યો ગૂગલે સંદેશ
ગુગલ ડૂડલ
ગૂગલે ડુડલના માધ્યમથી લોકોને માસ્કની જરૂરિયાત સમજાવી હતી. તેમજ આપણે કોરોના ચેપથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તેની સમજૂતી પણ આપી હતી. માસ્ક લોકો માટે કેટલુ મહત્વપૂર્ણ છે
કોરોના વાયરસના વધતા કેસના કારણે લોકો વધુ એક વખત ચિંતામાં મુકાયા છે. દરમિયાન ગૂગલે પણ લોકોને કોરોનાથી સાવધાન રહેવાની સલાહ આપી છે. આ માટે ગૂગલે ડુડલના બનાવીને લોકોને કોરોનાથી બચવાનો સંદેશ આપ્યો હતો.
ગૂગલે ડુડલના માધ્યમથી લોકોને માસ્કની જરૂરિયાત સમજાવી હતી. તેમજ આપણે કોરોના ચેપથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તેની સમજૂતી પણ આપી હતી. માસ્ક લોકો માટે કેટલુ મહત્વપૂર્ણ છે, તે વિશેની માહિતી ડુડલ દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં, ડૂડલમાં કોરોના વાયરસથી બચવા સૂચન પણ આપવામાં આવ્યા છે. 'માસ્ક પહેરો' જીવ બચાવો ઉક્તિ ડુડલમાં બતાવવામાં આવી છે. ડૂડલ દ્વારા ચહેરો ઢાંકો, હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખો તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આવી રીતે આપ્યો ગૂગલે સંદેશ...
તમારા હાથને સતત સાફ કરો. સાબુ અને પાણીનો ઉપયોગ હાથ સાફ કરો. સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.
ઉધરસ કે છીંક આવે તે વખતે નાક અને મોઢું ઢાંકી રાખો.
જો તમે બીમાર હોવ તો તો ઘરે જ રહો, બહાર ન નીકળો
તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.
પહેલેથી જ સાવચેતી રાખવી જરૂરી છે. જેથી આરોગ્યસંભાળ ઝડપી બને છે. યોગ્ય આરોગ્યસંભાળ તંદુરસ્ત રાખે છે. તમારું રક્ષણ કરે છે. વાયરસ અને અન્ય ચેપથી બચાવે છે.
માસ્ક પહેરવાથી વાયરસને ફોલાતો અટકાવી શકાય છે. જોકે માત્ર માસ્ક તમને COVID-19 સામે રક્ષણ આપી શકતું નથી. સોશ્યલ ડિસ્ટન્સ અને સતત હાથ સાફ રાખવા પણ જરૂરી છે. આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગૂગલે ડૂડલ બનાવીને કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. ગૂગલે ડૂડલ્સ બનાવીને તબીબો, નર્સ, ડિલિવરી સ્ટાફ, ખેડૂતોનો આભાર માન્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર