Home /News /explained /ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 70 ગણો ઝડપથી ફેલાય છે Omicron, જાણો ફેફસાં માટે કેટલો ખતરનાક છે

ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 70 ગણો ઝડપથી ફેલાય છે Omicron, જાણો ફેફસાં માટે કેટલો ખતરનાક છે

અભ્યાસ એ પણ બતાવે છે કે ફેફસામાં ઓમિક્રોનથી સંક્રમણ મૂળ SARS-CoV-2ની તુલનામાં ઘણું ઓછુ છે. (File Photo)

Omicron Variant Cases: અભ્યાસ સૂચવે છે કે, ફેફસામાં ઓમિક્રોનથી સંક્રમણ મૂળ SARS-CoV-2ની તુલનામાં ઘણું ઓછું છે. જેથી રોગની ગંભીરતા ઓછી હોવાનો સંકેત મળે છે.

બેઇજિંગ. કોરોના વાયરસ (coronavirus)નું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ડેલ્ટા (Delta) અને કોવિડ-19ના મૂળ સ્વરૂપની સરખામણીમાં 70 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે, પરંતુ તેનાથી થતા રોગની ગંભીરતા ઘણી ઓછી છે, એવું એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. આ અભ્યાસ આ અંગે પ્રથમ જાણકારી આપવામાં આવી કે, ઓમિક્રોન સ્વરૂપ કઈ રીતે માનવના શ્વસનતંત્રને સંક્રમિત કરે છે. હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું કે ઓમિક્રોન, ડેલ્ટા અને મૂળ SARS-CoV-2 કરતા 70 ગણો ઝડપથી સંક્રમિત કરે છે.

અભ્યાસ એ પણ બતાવે છે કે, ફેફસામાં ઓમિક્રોનથી સંક્રમણ મૂળ SARS-CoV-2ની તુલનામાં ઘણું ઓછુ છે. જેથી રોગની ગંભીરતા ઓછી હોવાનો સંકેત મળે છે. સંશોધકોએ ઓમિક્રોનના અલગ પ્રકારના ટ્રાન્સમિશન થવા અને તેનાથી થનારા રોગની ગંભીરતા SARS-CoV-2 ના અન્ય સ્વરૂપોથી કેવી રીતે અલગ છે તે સમજવા માટે 'એક્સ-વિવો કલ્ચર'નો ઉપયોગ કર્યો. આ પદ્ધતિ ફેફસાંની સારવાર માટે ફેફસાંમાંથી દૂર કરાયેલી પેશીઓનો ઉપયોગ કરે છે.

અન્ય વેરિઅન્ટથી આ રીતે ઝડપથી ફેલાય છે Omicron

હોંગકોંગ યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર માઈકલ ચાન ચી વાઈ અને તેમની ટીમે ઓમિક્રોનને અન્ય સ્વરૂપોથી સફળતાપૂર્વક અલગ પાડ્યું અને અન્ય સ્વરૂપથી થતા સંક્રમણની સરખામણી મૂળ SARS-CoV-2 સાથે કરી. ટીમે શોધી કાઢ્યું કે ઓમિક્રોન માનવીમાં મૂળ SARS-CoV-2 અને ડેલ્ટા સ્વરૂપો કરતાં વધુ ઝડપથી પ્રતિકૃતિ બનાવે છે.

આ પણ વાંચો: જો બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો એ પહેલા અને બીજા ડોઝથી અલગ હોવો જોઈએ? જાણો નિષ્ણાતોનું શું કહેવું છે

સંશોધકોએ જણાવ્યું કે સંક્રમણના 24 કલાક બાદ ઓમિક્રોન સ્વરૂપે ડેલ્ટા અને મૂળ SARS-CoV-2 કરતાં લગભગ 70 ગણી વધુ પ્રતિકૃતિ બનાવી. જો કે, ઓમિક્રોને માનવ ફેફસાના કોષોમાં મૂળ SARS-CoV-2 વાયરસની તુલનામાં 10 ગણાથી પણ ઓછી પ્રતિકૃતિ બનાવી, જે સૂચવે છે કે રોગની ગંભીરતા ઓછી છે.

આ પણ વાંચો: ખાનગી અને સરકારી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટના ભાવમાં મોટો તફાવત, શું છે એનું કારણ? જાણો

ચાને એક નિવેદનમાં કહ્યું, ‘એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે મનુષ્યમાં રોગની તીવ્રતા માત્ર વાયરસની પ્રતિકૃતિ દ્વારા જ નહીં, પરંતુ સંક્રમણ સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ દ્વારા પણ નક્કી કરવામાં આવે છે.’
First published:

Tags: Coronavirus, Delta variant, Explained, Omicron variant, ઓમિક્રોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો