કોરોનાના દર્દીઓમાં અલગ અલગ છે નવાં વેરિએન્ટ કોવ-2ની અસર

કોરોનાના દર્દીઓમાં અલગ અલગ છે નવાં વેરિએન્ટ કોવ-2ની અસર
(Image Credit : Pixabay)

વાયરસના નવા વેરિએન્ટની અસર પર રિસર્ચ ચાલી રહ્યું છે. યુ.કેમાં આ રિસર્ચ હેઠળ જે લોકો કોરોનાથી સંક્રમિત છે, પરંતુ લક્ષણો જોવા મળતા નથી તે અને જે લોકો ગંભીર રીતે સંક્રમિત થયા છે, તે લોકોમાં ઈમ્યૂન રિસ્પોન્સ વિશેની ઓળખ કરવામાં આવી છે.

  • Share this:
કોરોના મહામારીની ખૂબ જ ખરાબ અસર જોવા મળી રહી છે. કોરોનાનો નવો વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસના નવા વેરિએન્ટની અસર પર રિસર્ચ ચાલી રહ્યું છે. યુ.કેમાં આ રિસર્ચ હેઠળ જે લોકો કોરોનાથી સંક્રમિત છે, પરંતુ લક્ષણો જોવા મળતા નથી તે અને જે લોકો ગંભીર રીતે સંક્રમિત થયા છે, તે લોકોમાં ઈમ્યૂન રિસ્પોન્સ વિશેની ઓળખ કરવામાં આવી છે.

અલગ-અલગ લોકો પર અલગ અસર- કોરોનાના આ નવા વેરિએન્ટ કોવ-2ને લઈને વૈજ્ઞાનિકો વધુ પરેશાન છે. આ પહેલા કોરોનાની અલગ અલગ વ્યક્તિ પર અલગ અલગ અસર જોવા મળતી હતી. વેલકમ સૈન્જર ઈંસ્ટીટ્યુટ, ન્યૂકાસલ યુનિવર્સિટી, યુનિવર્સિટી કૉલેજ લંડન, કૈમ્બ્રિજ યુનિવર્સિટી, EMBLK યુરોપિયન બાયોઈંફોર્મેટિક્સ અને તેના સાથે હ્યુમન સેન એટલસ ઈનિશિએટીવના સાથીઓએ અધ્યયન કર્યું છે.પ્રથમ સ્ટડી- આ પ્રતિરોધક અનુક્રિયામાં ફેંફસામાં બળતરા અને લોહીના ગઠ્ઠા જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. આ નવા વેરિએન્ટની સારવાર માટે લક્ષ્યની ઓળખ કરવામાં મદદ કરી શકે છે. આ એક માત્ર એવી સ્ટડી છે, જેમાં એવા વ્યક્તિઓને શામેલ કરવામાં આવ્યા છે, જેમનામાં કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી.

પ્રતિરોધની અનુક્રિયા- આ સ્ટડીમાં વ્યક્તિની દરેક કોશિકાઓને શામેલ કરવામાં આવી છે, જેથી સ્વાસ્થ્ય સંક્રમણ અને બીમારીઓમાં થતા બદલાવ વિશે સમજણ આવી શકે. આ સંક્રમણમાં સામાન્ય ખાંસી લઈને ગંભીર શ્વાસની સમસ્યા, લોહીના ગઠ્ઠા થવા જેવા અલગ અલગ લક્ષણ જોવા મળે છે. આ પહેલા અનેક સ્ટડીમાં લોહીની જટિલ પ્રતિરોધી અનુક્રિયા જોવા મળતી હતી. આ અંગે લક્ષણો ધરાવતા સંક્રમિત દર્દી અને લક્ષણો ન ધરાવતા સંક્રમિત દર્દીમાં કેવી અસર કરે છે, તે સ્ટડી કરવામાં આવી નથી.

ઊંડાણપૂર્વક સ્ટડી- નવી સ્ટડીમાં રિસર્ચકારોની ટીમે યૂકે ન્યૂકાસલ, કેમ્બ્રિજ અને લંડન સેન્ટરના 130 કોરોનાના દર્દીઓના સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં ગંભીર રીતે બીમાર અને લક્ષણો ના ધરાવતા દર્દીઓ પણ શામેલ છે. ટીમ દ્વારા પ્રતિરોધક કોશિકાઓમાં કોશિકાના પ્રોટીન અને એન્ટીજન રિસેપ્ટર્સનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરતા 8 લાખ પ્રતિરોધી કોશિકાઓનું સિંગલ સેલ સિક્વેસિંગ કર્યું છે.

કોશિકાઓમાં વૃદ્ધિ- લક્ષણોના ધરાવતા દર્દીઓમાં બી પ્રકારની કોશિકાઓનું સ્તર જોવા મળ્યું, જે એન્ટીબોડી બનાવે છે. આ કોશિકાઓ ગંભીર રીતે બીમાર દર્દીઓમાં જોવા મળી નથી. ગંભીર રીતે બીમાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનામાં મોનોસાઈટ્સ અને ઘાતક ટી કોશિકાઓ જોવા મળી હતી જે ફેંફસામાં બળતરા ઉત્પન્ન કરે છે. આ દર્દીઓમાં લોહીના ગઠ્ઠા બનાવતા પ્લેટલેટ્સ ઉત્પન્ન કરતી કોશિકાઓ જોવા મળી હતી.
Published by:News18 Gujarati
First published:April 22, 2021, 12:46 pm

ટૉપ ન્યૂઝ