Home /News /explained /

Explained: 45થી વધુ ઉંમરના લોકો 1 એપ્રિલથી લઈ શકશે વેક્સીન, અહીં જાણો દરેક સવાલના જવાબ

Explained: 45થી વધુ ઉંમરના લોકો 1 એપ્રિલથી લઈ શકશે વેક્સીન, અહીં જાણો દરેક સવાલના જવાબ

1 જાન્યુઆરી 1977 પહેલા જન્મેલા લોકો કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરી શકશે (AP Photo/Rajanish Kakade)

ભારતમાં પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોવિડ-19 વિરોધી વેક્સીન લેવા માટે પાત્ર હશે

નવી દિલ્હી. દેશમાં કોરોનાને નાથવા વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું છે. ત્યારે કેન્દ્ર સરકારના મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે જાહેરાત કરી છે કે, દેશના 45થી વધુ વય ધરાવતા લોકો 1 એપ્રિલથી કોરોના વેક્સિનનો ડોઝ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે, પહેલા 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડિત લોકોને વેક્સીન લેવાની પાત્રતા હતી. હવે 45 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ કોવિડ-19 વિરોધી રસી લઈ શકશે.

અહીં જાણો મહત્ત્વના સવાલના જવાબ

કો-વિન2.0 પોર્ટલ પર કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?
વેક્સીન લેવાને પાત્ર વ્યક્તિ પોતાના મોબાઈલ દ્વારા કો-વિન2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે.
સ્ટેપ 1 : કો-વિન એપ્લિકેશનનો ઉપયોગ કરો અથવા www.cowin.gov.in પર લોગ ઈન કરો.
સ્ટેપ 2 : પિતાનો મોબાઈલ નંબર દાખલ કરો, જે બાદ OTP આવશે. OTP દાખલ કરીને વેરીફાઈ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 3 : ત્યારબાદ તમે વેક્સિનેશનના રજીસ્ટ્રેશન સાથે જોડાયેલ પેજ પર રિડાયરેક્ટ થઇ જશો. અહીં તમારે ફોટો આઈડી પ્રુફ પસંદ કરવું પડશે. તેમજ તમારી પ્રાથમિક માહિતી દાખલ કરી આઈડી પ્રુફ દાખલ કરો.
સ્ટેપ 4: જે બાદ રજીસ્ટર બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5: રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સિસ્ટમ એકાઉન્ટ ડીટેલ બતાવશે.
સ્ટેપ 6: 'Add More' બટન પર ક્લિક કરીને આ મોબાઈલ નંબરથી સંબંધિત ત્રણ વધુ લોકોને જોડી શકાય છે.
સ્ટેપ 7: અપોઈંટ્મેન્ટની જાણકારીવાળા બટન પર ક્લિક કરી, રાજ્ય, જિલ્લો, તાલુકો અને પીન કોડ દ્વારા રસીકરણ કેન્દ્ર શોધો. અહીં તમને તારીખ અને સમય અંગે જાણકારી મેળવી શકશો.
સ્ટેપ 9: બુક બટન પર ક્લિક કરો.
સ્ટેપ 10: અપોઈન્ટમેન્ટ બુક થઇ ગયા બાદ તમે અપોઈન્ટમેન્ટના એક દિવસ પહેલા અપોઈન્ટમેન્ટને રિશિડ્યુઅલ પણ કરી શકો છો.

સવાલઃ ક્યારે શરુ થશે રજીસ્ટ્રેશન?
જવાબ: કેન્દ્રએ રાજ્યોની 45 વર્ષથી વધુના લોકોના રસીકરણ માટે આપેલી માહિતી મુજબ રસીકરણ માટે રજીસ્ટ્રેશન 1 એપ્રિલથી શરુ થશે.

સવાલઃ શું કોઈ પ્રમાણપત્રની જરૂરત છે?
જવાબ: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ મુજબ, વેક્સિનેશન માટે બીમારીથી સંક્રમિત થયાના પ્રમાણપત્રની જરૂર નથી. રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલમાં બદલાવ કરાયો છે. જેથી હવે 1 જાન્યુઆરી 1977 પહેલા જન્મેલા લોકો રજીસ્ટ્રેશન કરી શકશે.

સવાલઃ કયા સરકારી આઈડી કાર્ડ બતાવી શકાશે?
જવાબ: વેક્સિનેશન માટે તમે આધારકાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ, બેંક / પોસ્ટ ઓફિસ પાસબુક, મનરેગા જોબ કાર્ડ, સાંસદ / ધારાસભ્ય / એમએલસી કાર્ડ, સરકારી કર્મચારીઓનું સર્વિસ આઈડી કાર્ડ, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર સ્માર્ટ અંતર્ગત જારી કરાયેલ કાર્ડ બતાવી શકો છો.

સવાલઃ શું તમે પરિવારના સભ્યો માટે અપોઈન્ટમેન્ટ બુક કરાવી શકો છો?
જવાબ: દરેક ડોઝ માટે કોઈપણ લાભાર્થી માટે કોઈપણ સમયે માત્ર એક અપોઈન્ટમેન્ટ જ હશે. જેના માટે તમે એપ્લિકેશન પર જઈને અપોઈન્ટમેન્ટ બુક કરાવી શકો છો.

સવાલઃ બીજા ડોઝ માટે કેવી રીતે લેવી અપોઈન્ટમેન્ટ?
જવાબ: પ્રથમ ડોઝ લીધાના 29માં દિવસે તે જ રસીકરણ કેન્દ્રમાં બીજા ડોઝ માટે આપમેળે જ અપોઈન્ટમેન્ટ બુક થઇ જશે. પરંતુ કોઈ લાભાર્થી પ્રથમ ડોઝ માટે અપોઈન્ટમેન્ટ કેન્સલ કરે તો બીજા ડોઝની અપોઈન્ટમેન્ટ પણ કેન્સલ થઇ જશે.

આ પણ વાંચો, Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા

સવાલઃ કેટલી હોસ્પિટલોમાં થાય છે રસીકરણ?
જવાબ: રસીકરણ માટે આયુષ્માન ભારત PMJAY અંતર્ગત 10 હજાર પ્રાઇવેટ હોસ્પિટલ્સ, CGHS અંર્તગત 600થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને રાજ્ય સરકારોની સ્વાસ્થ્ય વીમા યોજનાઓ અંતર્ગત અન્ય ખાંગો હોસ્પિટલોમાં રસી લઈ શકાય છે.

સવાલઃ સ્માર્ટફોન ન હોય તો શું કરવું?
જવાબ: સ્માર્ટફોન ન હોય તેવા લોકો વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવીને વેક્સીન લઈ શકે છે. તમે કોઈ અન્યના મોબાઈલથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

સવાલઃ શું હશે વેક્સિનની કિંમત?
જવાબ: કોરોણાની વેક્સીન સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં ફ્રી મળશે. જોકે, ખાનગી હોસ્પિટલમાં તેની માટે 250 રૂપિયા પ્રતિ ડોઝ માટે ચૂકવવા પડી શકે છે.

સવાલઃ અત્યાર સુધીમાં કેટલા લોકોને મળી ચુકી છે રસી?
જવાબ: 23 માર્ચ સુધીમાં દેશમાં 5.21 કરોડ લોકોને વેક્સીન મળી ચુકી છે.

આ પણ વાંચો, આ 8 સરકારી બેંકોમાં ખાતું છે તો હોળી પહેલા પતાવી લો આ જરૂરી કામ, નહીં તો નાણા ઉપાડવામાં પડશે તકલીફ

વેક્સિનેશનના બે ચરણોની થઇ ચૂકી છે શરૂઆત

દેશમાં કોરોના સામે વેક્સીનેશન અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીના રોજ શરુ કરાઈ હતી. જે બાદ સૌપ્રથમ ડોક્ટર્સ અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. જે બાદ અગ્રીમ પંક્તિના કાર્યકરોને પણ વેક્સીન અપાઈ. જેના આગામી ચરણમાં 60 વર્ષથી વધુ અને ગંભીર બીમારીવાળા 45 વર્ષથી વધીની વયના લોકોને વેક્સીન અપાઈ હતી.
First published:

Tags: Corona vaccine, Coronavirus, Covid vaccine, COVID-19, Explain, Vaccination, મોદી સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन