Explained: હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરશે

Explained: હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરશે
પ્રતીકાત્મક તસવીર

હોસ્પિટલમાં અન્ય બીમારીની સારવાર માટે જે રીતે બિલની ચૂકવણી કરવાની રહે છે, તે જ રીતે કોરોનાની સારવાર માટે થતા ખર્ચ ચૂકવવાનો રહે છે.

  • Share this:
ભારતમાં કોરોનાની બીજી લહેરની ખૂબ જ ભયાનક અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને તેના પાટનગર મુંબઈમાં કોરોનાને કારણે સૌથી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર માટે રાહ જોવાની ફરજ પડી છે. તો બીજી તરફ દર્દીઓને જે સારવાર આપવામાં આવી રહી છે, તેના મોટા મોટા બિલના કારણે તે લોકો નાણાકીય ભીંસનો પણ સામનો કરી રહ્યા છે.

હોસ્પિટલમાં અન્ય બીમારીની સારવાર માટે જે રીતે બિલની ચૂકવણી કરવાની રહે છે, તે જ રીતે કોરોનાની સારવાર માટે થતા ખર્ચ ચૂકવવાનો રહે છે. કોવિડ-19ની સારવાર માટે દર્દીએ 14 દિવસની સારવાર લેવાની રહે છે તથા ક્વોરન્ટાઈન પણ રહેવું પડે છે.



જોકે, હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીની મદદથી તમે હોસ્પિટલનું બિલ ચૂકવી શકો છો. હોસ્પિટલમાં દાખલ થતા પહેલા અને ડિસ્ચાર્જ બાદ પણ તમે જે ખર્ચ થયો છે તેનો દાવો કરી શકો છો. પરંતુ તેમાં દરેક ખર્ચનો દાવો ન કરી શકાય.

હોસ્પિટલમાં દાખલ થતા પહેલા જે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હોય તો તેની ચૂકવણી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી કરશે?

હા, નિદાન માટે કરવામાં આવેલા ટેસ્ટ હોસ્પિટલની સારવારનો એક ભાગ છે. Beshak.orgના ફાઉન્ડર મહાવીર ચોપરા જણાવે છે કે, “સારવાર માટે કરવામાં આવેલા દરેક ટેસ્ટ જેમ કે, RT-PCR અને હોસ્પિટલમાં દાખલ કર્યા પહેલા જે ખર્ચ કરવામાં આવ્યો છે તેની ચૂકવણી આ પોલિસી દ્વારા થઈ શકે છે.” કોરોના વાયરસ માટે કરવામાં આવતો RT-PCR ટેસ્ટ માટે રૂ. 1200 ચૂકવવાના રહે છે.

ગુજરાતમાં રેમડેસિવીરની અછત વચ્ચે પણ સુરતમાં સી.આર. પાટીલે કરી 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા

જો તમે હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે દાખલ થાવ છો, તો દાખલ થયા પહેલાના 30 દિવસમાં RT-PCR ટેસ્ટ, બ્લડ રિપોર્ટ અને સીટી સ્કેનનો જે પણ ખર્ચ થયો છે, તે ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ ચૂકવવામાં આવશે. બજાજ આલિયાન્ઝના જનરલ ઇન્શ્યોરન્સ હેડ ભાસ્કર નેરુરકર જણાવે છે કે, કોવિડ-19 પોઝિટીવ કેસમાં દાખલ થયા પહેલા આ પ્રકારના જે પણ ખર્ચા થાય છે તેને કવર કરવામાં આવશે.

જો તમારો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવે છે, તો તમે નૈદાનિક ખર્ચ માટે દાવો કરી શકો છો. જો તમારી હેલ્થ ઈંસ્યોરન્સ પોલિસી OPDના ચાર્જ પરત કરતી હોય તો જ તમે દાવો કરી શકો છો.

ડિસ્ચાર્જ પછીનો ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા ચૂકવવામાં આવશે?

કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ જે પણ ખર્ચ થાય છે તેને કવર કરી લે છે. નેરુરકર જણાવે છે કે, ડિસ્ચાર્જ આપ્યા બાદ ફિઝિશિયન દ્વારા 60 દિવસ સુધી ફોલો અપ લેવાનું કહેવામાં આવે છે. જે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. જો તમારે ડિસ્ચાર્જ બાદ પણ ઘરે નર્સની જરૂરિયાત રહે છે, તો તેને પણ આવરી લેવામાં આવે છે. કેટલીક પ્રીમિયમ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ડિસ્ચાર્જ બાદના 90 દિવસ સુધી જે પણ ખર્ચ થાય છે તે પણ આવરી લે છે. કોરોના કવચ પોલીસી હેઠળ ડિસ્ચાર્જ બાદના 30 દિવસ સુધી જે પણ ખર્ચ થાય છે, તે પોલિસીમાં આવરી લેવામાં આવ્યા છે.

પ્રિન્સ ફિલિપના નિધનથી બ્રિટનના રોયલ પરિવારમાં શોક, આવી હતી તેમની 99 વર્ષની જીવન ઝરમર

કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે?

હોસ્પિટલમાં દાખલ થતા પહેલાના ખર્ચનો દાવો કરવાના ટેસ્ટ માટે જે પણ રિસીપ્ટ આપવામાં આવી છે, તે મહત્વના ડોક્યુમેન્ટ છે. એ દરેક બિલ અને રિસીપ્ટ સાચવીને રાખવાની રહેશે. જો શક્ય હોય તો સારવાર કેન્દ્ર પરથી તમે તે ડોક્યુમેન્ટ મેઈલ પર પણ લઈ શકો છો અથવા એપ્લિકેશનથી ડાઉનલોડ કરી શકો છો. ડિજિટલ ડોક્યુમેન્ટ પણ તમને કામ આવી શકે છે તથા તે સુરક્ષિત પણ છે.

ડિસ્ચાર્જ બાદ થતા ખર્ચાનો દાવો કરવા માટે તમારી ડિસ્ચાર્જ સમરી તમને કામ આવી શકે છે, જેમાં તમારી દવાઓ તથા ફોલોઅપની માહિતી દર્શાવવામાં આવી હશે. તમે આ ખર્ચાની ચૂકવણી કરી દીધી છે, તેના ભાગરૂપે તમારે દાવો કરવાનો રહેશે. જે બાદ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તે ખર્ચને આવરી લેશે. ડિસ્ચાર્જ બાદના 60થી 90 દિવસ દરમ્યાન જે પણ દવાનો અને ફોલો અપનો ખર્ચ થયો છે તે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં દર્શાવવાનો રહેશે. તમે આ દાવો કેશલેસ નહીં કરી શકો. તમારે દરેક ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી આ દાવા માટે અને ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે 7થી 15 દિવસનો સમય પ્રદાન કરે છે.
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 13:41 pm

ટૉપ ન્યૂઝ