અસમની ચા પીવાથી ઈમ્યુનિટીમાં થશે વધારો, ઈંફેક્શન સામે તમારુ કરશે રક્ષણ

પ્રતિકાત્મક તસવીર

કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની સલાહ આપવામાં આવે છે. અસમની ચા તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાય કરી શકે છે.

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોનાને (coronavirus) કારણે દેશના કરોડો લોકો ચિંતામાં મુકાયા છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે સરકારે (Government) લોકોને ઘરથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. ડોકટરોને (doctors) અનિવાર્યપણે માસ્ક (mask) પહેરવા હાથને વારંવાર સેનિટાઈઝ (Sanitize) કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distance) રાખવા કહ્યું છે. કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની સલાહ આપવામાં આવે છે. અસમની ચા (Assam tea) તમારી રોગ પ્રતિકારક શક્તિ (immunity) વધારવામાં સહાય કરી શકે છે.

  કાળી પત્તીઓથી લાલ ચા
  ભારતમાં મોટાપાયે કાળી ચાનું ઉત્પાદન કરવામાં આવે છે. ગ્રીન ટીમાં દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેમાં દૂધ ઉમેરીને ચા બનાવવા પર તે લાલ રંગની ચા બને છે, જેથી તેને લાલ ચા પણ કહે છે. કેટલીક સ્ટડીઝમાં જાણવા મળ્યું છે લાલ ચા શરીરમાં સોજો, ફ્લૂ, ફેંફસા અને શ્વસનપ્રણાલીને વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.

  અસમની કાળી ચા ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. આ ચામાં થિફ્લેવિન્સ નામનું તત્વ રહેલું છે, જે ઈન્ફલુએન્ઝા અને શ્વસન સંબંધિત બીમારીઓથી બચવા માટે મદદ કરે છે. અસમ સ્થિત ચા અનુસંધાને પણ દાવો કર્યો છે કે આ ચા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

  આ પણ વાંચોઃ-વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

  આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

  આયુષ મંત્રાલયની માન્યતા
  કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. આયુષ મંત્રાલય દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાય જનહિતમાં જાહેર કરવામાં આવ્યા છે, જેથી અનેક લોકો તેનો ઉપયોગ કરી શકે.

  આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આયુષ મંત્રાલય દ્વારા ઉકાળો, તુલસીની ચા, ગરમ પાણીનું સેવન જેવા ઘરેલુ ઉપાય જણાવવામાં આવ્યા છે. નિયમિતરૂપે સીમિત માત્રામાં ચાનું સેવન કરવામાં આવે તો શ્વાસ સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. કોરોના સૌથી પહેલા શ્વાસનળી પર હુમલો કરે છે.  (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી. જેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
  First published: